Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી-2027ની તૈયારી:10 જાન્યુઆરીથી ઓનલાઇન સ્વ-ગણતરી, 25મીથી ઘરે-ઘરે સર્વે : માહિતી કાયદા હેઠળ સુરક્ષિત રહેશે

    2 दिन पहले

    ભારત સરકારની આગામી 'વસ્તી ગણતરી-2027'ના બીજા તબક્કાની કામગીરીના સુચારુ આયોજન માટે બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર પી.એલ. ઝણકાતની અધ્યક્ષતામાં 20 અને 21 નવેમ્બર એમ બે દિવસીય જિલ્લા કક્ષાની તાલીમ યોજાઈ હતી. જેમાં ગાંધીનગર વસ્તી ગણતરી કચેરીના નાયબ નિયામક મંગેશ કુંભારે તથા બબલુ શૈની દ્વારા જિલ્લાના તમામ મામલતદારો, ચાર્જ અધિકારીઓ, ચીફ ઓફિસરો અને ટેકનિકલ સ્ટાફને તાલીમબદ્ધ કરાયા હતા. દેશમાં પ્રથમ વખત મોબાઇલ એપ્લિકેશન અને ડિજિટલ માધ્યમથી થનારી આ વસ્તી ગણતરીમાં નાગરિકોને પૂછવામાં આવનાર 40 પ્રશ્નો, બ્લોક રચના અને ડેટા સિંક્રોનાઈઝેશન અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. કાર્યક્રમ મુજબ, 10 થી 24 જાન્યુઆરી, 2027 દરમિયાન નાગરિકો ઓનલાઇન 'સ્વ-ગણતરી' (Self Enumeration) કરી શકશે, જેનો SE ID ઘરે આવનાર ગણતરીદારને આપવાનો રહેશે. ત્યારબાદ 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી ઘરે-ઘરે સર્વે, 28 ફેબ્રુઆરીએ ઘરવિહોણા નાગરિકોની ગણતરી અને 1 થી 5 માર્ચ દરમિયાન પુનઃનિરીક્ષણ રાઉન્ડ યોજાશે. તાલીમમાં સ્પષ્ટ કરાયું હતું કે વસ્તી ગણતરી અધિનિયમ-1948ની કલમ 15 અને RTI એક્ટની કલમ 8(1)(j) હેઠળ નાગરિકોની વ્યક્તિગત માહિતીની ગોપનીયતા કાયદાકીય રીતે સંપૂર્ણ સુરક્ષિત છે. અંતમાં નિવાસી અધિક કલેક્ટર પી.એલ. ઝણકાતે એકપણ નાગરિક બાકાત ન રહે કે બેવડી નોંધણી ન થાય તે માટે પરસ્પર સંકલનથી કામગીરી કરવા અધિકારીઓને સૂચના આપી હતી. તેમજ નાગરિકોને પણ કોઈપણ ભય વિના સ્વ-ગણતરી અને સર્વેમાં સાચી માહિતી આપી રાષ્ટ્રીય કાર્યમાં સહયોગ આપવા અપીલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    માતાજીના દર્શન કરી ચારણકી ગામે જઈ રહેલા પિતા- પુત્રને અકસ્માત:બાઇક પર જતા પિતા-પુત્રને અજાણ્યા કારચાલકે ટક્કર મારતાં પિતાનું મોત
    Next Article
    હાલાકી:નિકોલમાં 10 દિવસથી ગટર ઉભરાતાં રોડ પર પાણી ભરાતાં ગંદકીથી લોકો ત્રાહિમામ્

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment