Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માતાજીના દર્શન કરી ચારણકી ગામે જઈ રહેલા પિતા- પુત્રને અકસ્માત:બાઇક પર જતા પિતા-પુત્રને અજાણ્યા કારચાલકે ટક્કર મારતાં પિતાનું મોત

    2 दिन पहले

    બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ચારણકી ગામના મૂળ વતની અને હાલ સુરતમાં રહેતા રત્નકલાકાર હસમુખભાઈ બબાભાઈ મકવાણાએ અજાણી ફોરવ્હીલના ચાલક સામે બોટાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પ્રમાણે હસમુખભાઈ અને તેમના પિતા બબાભાઈ જવેરભાઈ 19 નવેમ્બરે સવારે ચારણકીથી લાખીયાણી ગામે માતાજીના મઢે દર્શન કરવા બાઈક પર ગયા હતા. બાઈક હસમુખભાઈ ચલાવતા હતા. દર્શન કરીને બંને લાખીયાણીથી ચારણકી પરત ફરી રહ્યા હતા. બપોરે લગભગ 1-00 વાગ્યે લાઠીદડથી સાળંગપુર જવાના રસ્તે, લાઠીદડથી આશરે 2 કિ.મી. દૂર સાળંગપુર તરફથી સામેથી આવતી અજાણી ફોરવ્હીલે પુરપાટ ઝડપે બેદરકારીથી અને ગફલતભરી રીતે બાઈકને ટક્કર મારી હતી. અકસ્માતમાં હસમુખભાઈને જમણા હાથના કાંડામાં ફ્રેક્ચર થયું હતું. જમણી બાજુ પડખે મૂંઢ ઈજા થઈ હતી. બબાભાઈ જવેરભાઈને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થઈ હતી. લોહી નીકળવા લાગ્યું હતું. અકસ્માત કર્યા બાદ ફોરવ્હીલનો ચાલક નાસી ગયો હતો. બન્નેને સારવાર માટે બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખસેડાયા હતા. ફરજ પરના ડોક્ટરે બબા ભાઈ જવેરભાઈનું માથાના પાછળના ભાગે ગંભીર ઈજાને કારણે મોત થયું હોવાનું જાહેર કર્યું હતું. હસમુખભાઈને જ્યારે પછી બોટાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. ત્યાં ડોક્ટરે જમણા હાથના કાંડામાં ફ્રેક્ચર અને જમણી બાજુ પડખે મૂંઢ ઈજા હોવાનું જણાવ્યું હતું. બોટાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    PM મોદીએ તિમોર-લેસ્તેના PMને આપેલો અકીક બાઉલ ખંભાતની બનાવટ:મનિલા પ્રવાસ દરમિયાન ખંભાતની હસ્તકલાને વૈશ્વિક ઓળખ મળી; અકીક ઉદ્યોગ માટે GIDC અને સુવિધા કેન્દ્ર હજુ અધૂરાં
    Next Article
    બોટાદમાં પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી-2027ની તૈયારી:10 જાન્યુઆરીથી ઓનલાઇન સ્વ-ગણતરી, 25મીથી ઘરે-ઘરે સર્વે : માહિતી કાયદા હેઠળ સુરક્ષિત રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment