Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદીએ તિમોર-લેસ્તેના PMને આપેલો અકીક બાઉલ ખંભાતની બનાવટ:મનિલા પ્રવાસ દરમિયાન ખંભાતની હસ્તકલાને વૈશ્વિક ઓળખ મળી; અકીક ઉદ્યોગ માટે GIDC અને સુવિધા કેન્દ્ર હજુ અધૂરાં

    2 दिन पहले

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16 નવેમ્બરે ફિલિપાઈન્સના મનિલા પ્રવાસ દરમિયાન તિમોર-લેસ્તેના વડાપ્રધાન કાય રાલા ઝાનાના ગુસ્માઓને ખંભાતમાં હાથથી બનાવેલો અકીક પથ્થરનો બાઉલ ભેટ આપ્યો હતો. ખંભાતની પરંપરાગત હસ્તકલાનો નમૂનો ગણાતો આ બાઉલ સાંધા વગર પથ્થર કોતરીને તૈયાર કરાયો છે. અગાઉ મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને પણ આવી ભેટ આપી હતી, જ્યારે ખંભાતના અકીક ઉદ્યોગ માટે જાહેર કરાયેલી સુવિધાઓ હજુ શરૂ થઈ નથી. પથ્થરની કુદરતી પટ્ટીઓના કારણે દરેક બાઉલનો દેખાવ અલગ અકીક એક અર્ધકિંમતી પથ્થર છે, જેની કુદરતી પટ્ટીઓ, રંગો અને રચનાને કારણે દરેક બાઉલનો દેખાવ અલગ હોય છે. કારીગરો પથ્થરને કાપીને, આકાર આપીને અને પોલિશ કરીને આવી વસ્તુઓ બનાવે છે. ખંભાતમાં અકીક પથ્થરની પ્રક્રિયા અને કોતરકામની સદીઓ જૂની પરંપરા છે, જ્યાંના કારીગરો સુશોભન અને ઉપયોગી વસ્તુઓ તૈયાર કરે છે અને અકીકના ઘરેણાંની વિશ્વભરમાં માંગ રહે છે. સાંધા વગર પથ્થર કોતરીને બાઉલ બનાવવામાં ખાસ કાળજી આ બાઉલમાં કોઈ સાંધો નથી અને તેને પથ્થર કોતરીને બનાવવામાં આવે છે. ખંભાતના અકીક ઉદ્યોગના નિષ્ણાત અને અકીક વિકાસ મંડળના સેક્રેટરી ઈરફાન શેખે જણાવ્યું હતું કે બાઉલ બનાવવા માટે મોટો પથ્થર મળવો મુશ્કેલ છે અને પથ્થર બટકણો હોવાથી તેને કોતરતી વખતે ખાસ કાળજી રાખવી પડે છે. વડાપ્રધાન મોદીએ અગાઉ રાષ્ટ્રપતિ પુતિનને પણ ખંભાતનો અકીક બાઉલ ભેટ આપ્યો હતો, જેના દ્વારા ખંભાતની કારીગરીને વૈશ્વિક ઓળખ મળી છે. અકીક ઉદ્યોગ માટે GIDC અને ફેસિલિટી સેન્ટર હજુ અધૂરા વૈશ્વિક સ્તરે ખંભાતની કારીગરીની નોંધ લેવાઈ હોવા છતાં સ્થાનિક અકીક ઉદ્યોગ માટેની સુવિધાઓ હજુ શરૂ થઈ નથી. તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યકાળમાં અકીક ઉદ્યોગ માટે GIDC બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી, તેમજ ત્યારબાદ કોમન ફેસિલિટી સેન્ટર બનાવવાનું વચન પણ અપાયું હતું, પરંતુ આ સુવિધાઓ હજુ સુધી કાર્યરત થઈ નથી. ખંભાતના પરંપરાગત અકીક ઉદ્યોગની વર્તમાન સ્થિતિ શું છે? વિશ્વભરમાં પ્રખ્યાત ખંભાતના પરંપરાગત અકીક ઉદ્યોગની વર્તમાન સ્થિતિ, પડકારો અને ભવિષ્યની સંભાવનાઓ અંગે ખંભાત અકીક ઉદ્યોગ એસોસિએશનના પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલે 'દિવ્ય ભાસ્કર' સાથે ખાસ વાતચીત કરી હતી. આ વાતચીત મુજબ, જમીન ફાળવણીના અભાવે મહત્વાકાંક્ષી કોમન ફેસિલિટી સેન્ટર (CFC) ખોરંભે પડ્યું છે, જેની સીધી અસર સ્થાનિક ઉત્પાદન અને રોજગારી પર પડી રહી છે. ₹300 કરોડથી વધુનું ટર્નઓવર, 40 ટકા વસ્તી ઉદ્યોગ પર નિર્ભર એસોસિએશનના પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલે ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ખંભાતમાં અકીક ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર આશરે ₹300 કરોડથી વધુ છે. ખંભાતની અંદાજે 40 ટકા વસ્તી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ ઉદ્યોગ પર નિર્ભર છે. હાલ અહીં નાના-મોટા મળીને 2,000 થી 2,200 જેટલા કારખાના કાર્યરત છે, જેમાં ઘરગથ્થુ એકમોની સંખ્યા વધુ હોવાથી હવે આ એક ગૃહઉદ્યોગ બની ગયો છે. આ ઉદ્યોગ સાથે અંદાજે 25 થી 30 હજાર કારીગરો જોડાયેલા છે. જમીનના મુદ્દે કોમન ફેસિલિટી સેન્ટર પેન્ડિંગ ઉદ્યોગના આધુનિકીકરણ માટે કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર થનાર કોમન ફેસિલિટી સેન્ટર (CFC) અંગે તેમણે જણાવ્યું કે, એસોસિએશન તરફથી સિડબી (SIDBI) માં એપ્રેઝલ ફી પણ ભરવામાં આવી હતી, પરંતુ જમીન ફાળવણી અને સ્થાનિક સ્તરે સંકલનના અભાવે આ પ્રોજેક્ટ અટવાઈ ગયો છે. જો આ સેન્ટર બન્યું હોત, તો અહીં આધુનિક મશીનરી અને ટ્રેનિંગ સેન્ટર શરૂ થાત. જેનાથી કારીગરોને જીવલેણ 'સિલિકોસિસ' જેવી બીમારી સામે રક્ષણ આપતા સુરક્ષા સાધનો અને નવી ટેકનોલોજીની તાલીમ મળત. આ ઉપરાંત ઉત્પાદન અને નિકાસ વધવાની સાથે સ્થાનિક યુવાનોને ઘરઆંગણે જ રોજગારી મળત. મેન્યુફેક્ચરિંગ ઘટ્યું, 60 ટકા માલ ચીનથી આયાત વર્તમાન બજારની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા ચંદ્રેશભાઈએ જણાવ્યું કે, સમય જતાં ઘણા ઉદ્યોગકારો મેન્યુફેક્ચરિંગ છોડીને ટ્રેડિંગ તરફ વળ્યા છે. એક સમયે અહીં લાખોની સંખ્યામાં અકીકના મણિયા બનતા હતા, પરંતુ હવે સ્થાનિક ઉત્પાદન ઘટ્યું છે. પરિણામે, હાલના કુલ ટર્નઓવરમાં આશરે 50 થી 60 ટકા માલ ચીનથી આયાત (ઇમ્પોર્ટ) કરીને વેચવામાં આવે છે. વડાપ્રધાનનું પ્રોત્સાહન, પણ સ્થાનિક સ્તરે સહકારનો અભાવ તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશ પ્રવાસો અને વિવિધ પ્રસંગોએ અકીકની કલાકૃતિઓ ભેટ આપીને આ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે મોટું પ્રોત્સાહન આપ્યું છે. પરંતુ સ્થાનિક નેતાગીરી અને વહીવટી તંત્ર તરફથી જમીન ફાળવણી તેમજ મ્યુઝિયમમાં અકીક ઉદ્યોગના ડિસ્પ્લે જેવી માંગણીઓનો હજુ સુધી ઉકેલ આવ્યો નથી. જો સ્થાનિક સ્તરે યોગ્ય સહકાર અને જમીન મળી રહે, તો ખંભાતનો અકીક ઉદ્યોગ ફરી એકવાર તેજ ગતિએ વિકાસ કરી શકે તેમ છે.
    Click here to Read More
    Previous Article
    કેએલ રાહુલે ન્યૂઝીલેન્ડમાં પોતાની પહેલી ટેસ્ટ સેન્ચુરી ફટકારી:કરિયરની 13મી સદી પૂરી કરી, દેવદત્ત પડિકલ સાથે મળીને કિવીઝ બોલર્સને બરાબરના હંફાવ્યા
    Next Article
    માતાજીના દર્શન કરી ચારણકી ગામે જઈ રહેલા પિતા- પુત્રને અકસ્માત:બાઇક પર જતા પિતા-પુત્રને અજાણ્યા કારચાલકે ટક્કર મારતાં પિતાનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment