Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ; કોઝવે છલકાયા:ગ્રામ્ય વિસ્તારના 13 રસ્તાઓ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવાયા

    1 day ago

    ગુજરાતમાં ચોમાસાની જામવટ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. નવસારી જિલ્લા અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે સ્થાનિક નદીઓ અને કોઝવે છલકાઈ ગયા છે, જેના પરિણામે જિલ્લાનો વાહનવ્યવહાર ખરાબ રીતે પ્રભાવિત થયો છે. ભારે વરસાદના પગલે ગ્રામ્ય વિસ્તારના કુલ 13 જેટલા રસ્તાઓ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે. ઉપરવાસના પાણીની સતત આવકને પગલે જિલ્લા પંચાયત હસ્તકના આ 13 મહત્વના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, બંધ થયેલા આ તમામ રસ્તાઓ મુખ્યત્વે નવસારી અને જલાલપોર તાલુકાના અંતરિયાળ ગામોને જોડતા મુખ્ય માર્ગો છે. રસ્તાઓ પર પાણી ફરી વળતાં સંપર્ક તૂટી જવાની ભીતિ સેવાઈ રહી છે. જિલ્લામાં નીચાણવાળા વિસ્તારો અને કોઝવે પર પાણીના ઓવરટોપિંગ (OT) એટલે કે રસ્તાની ઉપરથી પાણી વહેવાને કારણે તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક અસરથી રસ્તાઓ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. બંધ થયેલા મુખ્ય માર્ગોમાં સરોણા-સદલપુર રોડ (લો-લેવલ કોઝવે ઓવરટોપિંગ), ખડસુપા-ઉન રોડ (સ્લેબ ડ્રેઇન ઉપરથી પાણી), પારડી-સદલાવ રોડ (કોઝવે પર જોખમી સ્તરે પાણી) અને સુપા પેરા-કુચેદ રોડ (સ્લેબ ડ્રેઇન ઓવરટોપિંગ)નો સમાવેશ થાય છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લોકોને નદી-નાળા કે પાણી ભરાયેલા કોઝવે પરથી પસાર ન થવા અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા કડક અપીલ કરવામાં આવી છે. આપત્તિ વ્યવસ્થાપન (Disaster Management) ટીમ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં હોમગાર્ડ જવાનોને ફાયર સેફ્ટી તાલીમ અપાઈ:આગ નિયંત્રણ અને આપત્તિ વ્યવસ્થાપન માટે વિશેષ માર્ગદર્શન અપાયું
    Next Article
    Monsoon, Five Days Late, Arrives In Delhi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment