Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં શિક્ષકો TET પરીક્ષા મુક્તિ માટે ધરણા પર:એક હજારથી વધુ શિક્ષકોએ જિલ્લા સેવાસદન બહાર વિરોધ નોંધાવ્યો

    1 day ago

    પંચમહાલ જિલ્લામાં TET પરીક્ષામાંથી મુક્તિની માંગ સાથે એક હજારથી વધુ શિક્ષકોએ આજે ધરણા પ્રદર્શન કર્યું. ગોધરા સ્થિત જિલ્લા સેવાસદન અને સર્કિટ હાઉસ સંકુલની બહાર આ વિશાળ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન શિક્ષકોના હાથમાં TET પરીક્ષા મુક્તિની માંગ કરતા અને સરકાર સામે વિરોધ દર્શાવતા પ્લે-કાર્ડ્સ તેમજ બેનરો જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં હાજર રહેલા શિક્ષકોએ સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ આંદોલનને વેગ આપવા માટે જિલ્લા શિક્ષક સંઘના અગ્રણી નેતાઓ અને હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમણે શિક્ષકોની માંગને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો. શિક્ષકોની મુખ્ય માંગ છે કે તેમને આ પરીક્ષામાંથી વહેલી તકે મુક્તિ આપવામાં આવે. શિક્ષક સંઘે ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં તેમની આ માંગ સંતોષવામાં નહીં આવે, તો આંદોલન વધુ ઉગ્ર બનશે.
    Click here to Read More
    Previous Article
    રિક્ષાચાલકો સામે કાર્યવાહી:રિક્ષામાં ઊંચા અવાજે મ્યુઝિક વગાડતા બે ચાલકો સામે પોલીસની લાલ આંખ, ‘બી’ ડિવિઝનમાં ગુનો દાખલ
    Next Article
    BMC કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:SOG, LCB, બૉમ્બ સ્કોવડ, ડોગ સ્કોડ દ્વારા મનપા કચેરીની સઘન તપાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment