Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BMC કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:SOG, LCB, બૉમ્બ સ્કોવડ, ડોગ સ્કોડ દ્વારા મનપા કચેરીની સઘન તપાસ

    1 day ago

    ભાવનગર મહાનગરપાલિકાને બપોરે 3:11 કલાકે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મેયરના મેઈલ આઈ.ડી. પર આવતાની સાથે મહાનગરપાલિકામાં હડકંપ મચી ગયો હતો. આ ઘટનાની જાણ થતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એલસીબી સહિત બોમ્બે સ્ક્વોડ, ડોગ સ્કોવડ આવી પહોંચી અને બોમ્બને શોધવાની કાર્યવાહી હાથ ધરી છે. મહાનગરપાલિકા ફરતે પોલીસ અને ફાયર બ્રિગેડ સ્ટાફને તૈનાત કરી દેવામાં આવ્યો ભાવનગર સહિત ગુજરાતની અનેક મહાનગરપાલિકામાં મેયરના ઇ-મેઈલ આઈ.ડી. પર ખાલીસ્તાની દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ મેઈલ આવતાની સાથે જ મહાનગરપાલિકામાં દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ પોલીસ વિભાગને કરવામાં આવતાની સાથે જ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત બોમ્બે સ્ક્વોડ, ડોગ સ્કોવડ સ્થળ પહોંચી હતી અને મહાનગરપાલિકાના તમામ કર્મચારીઓ અને પદાધિકારીઓને બહાર કાઢી પોલીસ દ્વારા મહાનગરપાલિકાને કોર્ડન કરી લીધી હતી. તદુપરાંત SOG, LCB અને બોમ્બ સ્ક્વોડની ટીમોએ બોમ્બ શોધવાની પ્રક્રિયા હાથ ધરી છે. મહાનગરપાલિકા ફરતે પોલીસ અને ફાયર બ્રિગેડ સ્ટાફને તૈનાત કરી દેવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલમાં શિક્ષકો TET પરીક્ષા મુક્તિ માટે ધરણા પર:એક હજારથી વધુ શિક્ષકોએ જિલ્લા સેવાસદન બહાર વિરોધ નોંધાવ્યો
    Next Article
    વલસાડના દરિયાકાંઠા વિસ્તારમાં ટાસ્ક ફોર્સનું આકસ્મિક ચેકિંગ:મધદરિયામાં થતી શંકાસ્પદ ગતિવિધિઓ અંગે સતર્ક રહેવા માછીમારોને જાગૃત કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment