Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના દરિયાકાંઠા વિસ્તારમાં ટાસ્ક ફોર્સનું આકસ્મિક ચેકિંગ:મધદરિયામાં થતી શંકાસ્પદ ગતિવિધિઓ અંગે સતર્ક રહેવા માછીમારોને જાગૃત કરાયા

    1 day ago

    આતંકવાદ સામેની લડાઈમાં માત્ર કટોકટીના સમયમાં જ નહીં, પરંતુ સામાન્ય દિવસોમાં સતત સતર્ક રહેવું વધુ જરૂરી હોવાનું સુરક્ષા નિષ્ણાતો માને છે. કોઈપણ આતંકવાદી ઘટના બાદ હાઈ એલર્ટ હટ્યા પછીનો સમયગાળો સૌથી સંવેદનશીલ ગણાય છે. આવી સ્થિતિમાં તંત્ર અને નાગરિકો બંને સજાગ રહે તો ભવિષ્યમાં સંભવિત ખતરાઓને સમયસર અટકાવી શકાય છે. ટાસ્ક ફોર્સે સાગરખેડુઓ અને માછીમારો સાથે મુલાકાત કરી આ જ અભિગમને ધ્યાનમાં રાખીને ટાસ્ક ફોર્સની ટીમે વલસાડ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. ટીમે દરિયાકાંઠાના સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરીને શંકાસ્પદ સ્થળોની તપાસ કરી હતી. સાથે જ દરિયાઈ વિસ્તારમાં રહેતા સાગરખેડુઓ અને માછીમારો સાથે મુલાકાત કરીને મધદરિયામાં થતી શંકાસ્પદ ગતિવિધિઓ, અજાણી હોડીઓ અથવા બિનવારસી વસ્તુઓ અંગે સતર્ક રહેવા અને કોઈપણ શંકાસ્પદ બાબતની નજીકના પોલીસ મથકે તાત્કાલિક જાણ કરવા અપીલ કરવામાં આવી હતી. સામાન્ય દિવસોમાં પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા જાળવવી અનિવાર્ય સુરક્ષા નિષ્ણાતોના જણાવ્યા મુજબ, મોટી ઘટના બાદ થોડા દિવસો સુધી સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન ચેકિંગ અને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. પરંતુ પરિસ્થિતિ સામાન્ય બનતા જ ઘણી વખત સુરક્ષામાં શિથિલતા આવી જાય છે. આતંકવાદી તત્વો આવી ગાફેલતાનો લાભ ઉઠાવવાનો પ્રયાસ કરતા હોવાથી સામાન્ય દિવસોમાં પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા જાળવવી અનિવાર્ય છે. તજજ્ઞોનું માનવું છે કે ગુપ્તચર નેટવર્કને સતત સક્રિય રાખવું, શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવી અને જનજાગૃતિ વધારવી એ આતંકવાદ સામેની અસરકારક વ્યૂહરચના છે. કટોકટીના સમયે દોડધામ કરવા કરતાં શાંતિના સમયમાં મજબૂત સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવી વધુ અસરકારક સાબિત થાય છે. રાજ્ય-દેશની સુરક્ષા અંગે નાગરિકોની પણ જવાબદારી નાગરિકોની જવાબદારી અંગે પણ સુરક્ષા એજન્સીઓએ મહત્વનો સંદેશ આપ્યો છે. પોતાના ઘરમાં કોઈ અજાણ્યા વ્યક્તિને ભાડે રાખતા પહેલાં પોલીસ વેરિફિકેશન કરાવવું જરૂરી છે. ઉપરાંત મોલ, થિયેટર, રેલવે સ્ટેશન કે અન્ય જાહેર સ્થળોએ કોઈ બિનવારસી બેગ અથવા શંકાસ્પદ વસ્તુ જોવા મળે તો તેની તાત્કાલિક સંબંધિત તંત્રને જાણ કરવી જોઈએ. આ સાથે સોશિયલ મીડિયા પર ફેલાતી શંકાસ્પદ, ભડકાઉ અથવા યુવાનોને ગેરમાર્ગે દોરતી પોસ્ટ્સ અંગે પણ સતર્ક રહેવું જરૂરી છે. જો પોતાના વિસ્તારમાં અચાનક શંકાસ્પદ લોકોની અવરજવર વધતી જણાય અથવા કોઈ અસામાન્ય ગતિવિધિ નજરે પડે તો તેની માહિતી પોલીસ સુધી પહોંચાડવી દરેક જવાબદાર નાગરિકની ફરજ છે. સુરક્ષા નિષ્ણાતોના મત મુજબ આતંકવાદ સામેની લડાઈ માત્ર પોલીસ, સુરક્ષા દળો કે લશ્કરની જવાબદારી નથી. શાંતિના સમયમાં દરેક નાગરિકની સતર્કતા અને સહભાગિતા જ દેશની આંતરિક સુરક્ષાને વધુ મજબૂત બનાવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    BMC કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:SOG, LCB, બૉમ્બ સ્કોવડ, ડોગ સ્કોડ દ્વારા મનપા કચેરીની સઘન તપાસ
    Next Article
    મનપા સ્ટેન્ડિંગ કમિટીનો ઐતિહાસિક નિર્ણય:રાજકોટમાં કોન્ટ્રાકટ પરનાં 22 શાખાનાં 51 વાહનોને બ્રેક લગાવાઈ, વાર્ષિક રૂ. 1.89 કરોડ બચશે, રેસકોર્સ રિંગરોડનાં લાઈટિંગ માટેનો ખર્ચ નામંજૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment