Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિક્ષાચાલકો સામે કાર્યવાહી:રિક્ષામાં ઊંચા અવાજે મ્યુઝિક વગાડતા બે ચાલકો સામે પોલીસની લાલ આંખ, ‘બી’ ડિવિઝનમાં ગુનો દાખલ

    एक दिन पहले

    મહેસાણા શહેરમાં જાહેરમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા અને બેફામ ડ્રાઇવિંગ કરતા તત્વો સામે મહેસાણા પોલીસે કડક હાથે કામગીરી શરૂ કરી છે. મહેસાણા ‘બી’ ડિવિઝન પોલીસ મથકે રહેણાંક વિસ્તારમાં વગર પાસ-પરમિટ મેળવ્યે રિક્ષામાં મોટા અવાજે મ્યુઝિક સિસ્ટમ વગાડી ન્યુસન્સ ઊભું કરનારા બે રિક્ષા ચાલકો સામે કાયદેસરની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. રહેણાંક વિસ્તારમાં વગર પાસ-પરમિટે ઊંચા અવાજે મ્યુઝિક સિસ્ટમ વગાડી હતી પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર પ્રથમ કિસ્સામાં શોભાસણ રોડ પર આવેલી શાલીમાર સોસાયટી વિભાગ-2, મકાન નં. 100માં રહેતા 25 વર્ષીય રિક્ષા ચાલક સરફરાજ મુસ્તુફાભાઈ શેખ પોતાની સીએનજી રિક્ષા નંબર: GJ-02-AU-2455 લઈને નીકળ્યા હતા. તેમણે પોતાની રિક્ષા પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આજુબાજુના રહેણાંક વિસ્તારમાં વગર પાસ-પરમિટે ઊંચા અવાજે મ્યુઝિક સિસ્ટમ વગાડી હતી, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે ત્રાસદાયક સ્થિતિ સર્જાઈ હતી અને ધ્વનિ પ્રદૂષણના નિયમોનો ભંગ થયો હતો. પોલીસે રિક્ષાચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી જ્યારે બીજા કિસ્સામાં રાધનપુર ચોકડી પાસે લશ્કરી કુવા, ડફેર દંગા વિસ્તારમાં રહેતા 24 વર્ષીય રોશનાલી કરીમભાઈ સિંધી નામના રિક્ષા ચાલકે પણ પોતાની સીએનજી રિક્ષા નંબર GJ-02-AU-0750 માં આ જ પ્રકારે કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું. રોશનાલીએ પોતાની રિક્ષા બેદરકારીપૂર્વક હંકારીને પરવાનગી વગર મોટા અવાજે મ્યુઝિક વગાડી જાહેર જનતાની શાંતિનો ભંગ કર્યો હતો. આ બંને રિક્ષા ચાલકોની કરતૂત બદલ મહેસાણા ‘બી’ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આ કડક કાર્યવાહીથી જાહેરમાં ન્યુસન્સ ફેલાવતા વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    ઉંચા વળતરની લાલચમાં નિવૃત્ત ચીફ એન્જિનિયર ફસાયા:ભેજાબાજે 22.81 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી, નોટરી કરાર છતાં પૈસા પરત ન આપતા પોલીસ ફરિયાદ
    Next Article
    પંચમહાલમાં શિક્ષકો TET પરીક્ષા મુક્તિ માટે ધરણા પર:એક હજારથી વધુ શિક્ષકોએ જિલ્લા સેવાસદન બહાર વિરોધ નોંધાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment