Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિક્ષક દિને ઉજવણી વચ્ચે વિરોધનો સૂર:જૂની પેન્શન યોજના અને TET મુદ્દે રાજ્યભરના શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરી, ગુજરાતના પ્રાથમિક શિક્ષકોનું આંદોલન હવે દિલ્હી પહોંચશે

    8 hours ago

    સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં જ્યારે 5 સપ્ટેમ્બરના રોજ 'શિક્ષક દિન' ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે ગુજરાતના પ્રાથમિક શિક્ષકોએ પોતાના પડતર પ્રશ્નોને વાચા આપવા માટે કાળી પટ્ટી ધારણ કરીને અનોખો વિરોધ નોંધાવ્યો છે. લાંબા સમયથી પેન્ડિંગ રહેલી વિવિધ ન્યાયિક માંગણીઓ પ્રત્યે સરકારનું ધ્યાન દોરવા માટે રાજ્યના ખૂણે-ખૂણે આવેલા સરકારી પ્રાથમિક શાળાઓના ગુરુજનોએ ફરજ દરમિયાન કાળી પટ્ટી બાંધીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ શિક્ષકોએ એકસૂરે અવાજ ઉઠાવીને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો આ લડત હવે માત્ર ગુજરાત પૂરતી સીમિત નહીં રહે પરંતુ રાષ્ટ્રીય સ્તર સુધી લંબાવવામાં આવશે. જૂની પેન્શન યોજના અને TET મુક્તિ મુદ્દે આરપારનો મૂડ શિક્ષકોની મુખ્ય અને વર્ષો જૂની માંગણીઓમાં જૂની પેન્શન યોજના (OPS) પુનઃ લાગુ કરવાની બાબત મોખરે રહી છે. આ ઉપરાંત ચાલુ સેવા દરમિયાન શિક્ષકો પર લાદવામાં આવતી TET પરીક્ષામાંથી કાયમી મુક્તિ આપવાની બાબત પણ આ વિરોધનું મુખ્ય કેન્દ્રબિંદુ બની છે. શિક્ષક આલમનું કહેવું છે કે વર્ષોથી શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા શિક્ષકોના હક્કો અને સામાજિક સુરક્ષા પ્રત્યે તંત્ર દ્વારા સતત આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. શિક્ષક દિન જેવા ગૌરવપૂર્ણ અવસરે પણ વિરોધ નોંધાવવા મજબૂર બનવું પડ્યું તે સ્થિતિ અત્યંત ગંભીર છે અને હવે તેઓ પોતાના હક્કો મેળવવા માટે કોઈપણ સ્તરે જવા તૈયાર છે. દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શનની રણનીતિ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ વિરોધ કાર્યક્રમની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે શિક્ષકોનો આ અસંતોષ હવે ગાંધીનગરથી નીકળીને દેશની રાજધાની નવી દિલ્હી સુધી પહોંચશે. રાજ્યકક્ષાએ શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યા બાદ હવે દિલ્હીના ઐતિહાસિક જંતર-મંતર ખાતે વિશાળ ધરણાં અને દેખાવો યોજવા માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સંસદના આગામી શિયાળુ સત્ર દરમિયાન દેશભરના શિક્ષકોની સાથે ગુજરાતના પ્રતિનિધિઓ પણ રાષ્ટ્રીય સ્તરના વિરોધ પ્રદર્શનમાં સક્રિયપણે જોડાશે અને કેન્દ્ર સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરશે. તબક્કાવાર આંદોલન તેજ કરવાની આકરી ચીમકી શિક્ષક સંઘ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા એક્શન પ્લાન અનુસાર, જો આગામી દિવસોમાં સરકાર દ્વારા જૂની પેન્શન યોજના તેમજ અન્ય વહીવટી પ્રશ્નોના કાયમી ઉકેલ માટે સકારાત્મક પગલાં ભરવામાં નહીં આવે તો સમગ્ર રાજ્યમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. તાલુકા અને જિલ્લા કક્ષાએથી શરૂ કરીને પાટનગર ગાંધીનગર અને છેક દિલ્હી સુધીના તબક્કાવાર કાર્યક્રમોનું આયોજન થશે. શિક્ષકોએ ભારપૂર્વક જણાવ્યું છે કે તેઓ વિદ્યાર્થીઓના શિક્ષણકાર્યને ખલેલ પહોંચાડવા માંગતા નથી, પરંતુ પોતાના ભવિષ્ય અને ન્યાય માટે આખરી લડાઈ લડવા સંપૂર્ણપણે કટિબદ્ધ છે.
    Click here to Read More
    Previous Article
    'બાળકોને ભણાવવાનું 5 મિનિટ મોડા શરૂ કરો':રાજ્યના 40 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન; રાજ્યપાલની ટકોર, કહ્યું-'જીવન જીવવાની કળા શીખવો'
    Next Article
    અદાણી ગેસ બિલના નામે ઠગાઈ, 6 મહિનામાં 35 કિસ્સા:નારોલમાં ગેસ બિલ અપડેટના નામે યુવકના ફોનમાં APK ફાઈલ ડાઉનલોડ કરાવી 1 લાખ પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment