Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અદાણી ગેસ બિલના નામે ઠગાઈ, 6 મહિનામાં 35 કિસ્સા:નારોલમાં ગેસ બિલ અપડેટના નામે યુવકના ફોનમાં APK ફાઈલ ડાઉનલોડ કરાવી 1 લાખ પડાવ્યા

    8 hours ago

    ટ્રાફિક ઈ-ચલણ બાદ સાયબર ઠગોએ ગેસ બિલ પેમેન્ટ અને કનેક્શન કાપી નાખવાની ધમકી આપીને સાયબર ફ્રોડ આચરવાનો નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે. ફેક APK ફાઈલ મોકલી મોબાઈલ હેક કરી પૈસા પડાવતા આ નેટવર્કનો શિકાર નારોલનો યુવક બન્યો છે. અદાણી ગેસ બિલ અપડેટના નામે લિંક ડાઉનલોડ કરાવી ઠગ ટોળકીએ યુવકના ખાતામાંથી ₹1 લાખ પડાવી લેતાં નારોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 6 મહિનામાં જ ગેસ બિલ અને કનેક્શન કાપવાના નામે APK ફાઈલ ડાઉનલોડ કરાવી ચોરી કરવાના 35થી વધુ કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. 'અદાણી ગેસ બિલ અપડેટ' નામની બે APK ફાઈલ મોકલી નારોલમાં રહેતા અને વટવા GIDCની ખાનગી કંપનીમાં ટેકનિશિયન તરીકે કામ કરતાં કીર્તીકુમાર પટેલને ગત 28 ઓગસ્ટે તેમના જમાઈ રીતુલકુમારે વોટ્સએપ પર અદાણી ગેસ બિલ ભરવાની એક નોટિસ ફોરવર્ડ કરી હતી. નોટિસમાં આપેલા નંબર પર સંપર્ક કરતાં ગઠિયાએ અદાણી ગેસના પ્રતિનિધિ તરીકે ઓળખ આપી વોટ્સએપ પર 'અદાણી ગેસ બિલ અપડેટ' નામની બે APK એપ્લિકેશન મોકલી હતી. ફોન હેક કરી બેંકમાંથી ₹1 લાખ ઉપાડી લીધા હતા કીર્તીકુમારે આ એપ્લિકેશન મોબાઈલમાં ઇન્સ્ટોલ કરતાં જ તેમનો ફોન હેક થઈ ગયો હતો. ત્યારબાદ તેમના બેંક ખાતામાંથી ટુકડે-ટુકડે ₹1 લાખ ડેબિટ થઈ ગયા હતા. કીર્તીકુમારે સાયબર હેલ્પલાઈન 1930 પર જાણ કર્યા બાદ નારોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા સાયબર ઠગો સામે ગુનો નોંધાવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    શિક્ષક દિને ઉજવણી વચ્ચે વિરોધનો સૂર:જૂની પેન્શન યોજના અને TET મુદ્દે રાજ્યભરના શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરી, ગુજરાતના પ્રાથમિક શિક્ષકોનું આંદોલન હવે દિલ્હી પહોંચશે
    Next Article
    MSU કોમર્સ ફેકલ્ટીમાં શિક્ષક દિનની ઉજવણી:વિદ્યાર્થીઓએ શિક્ષકો માટે ભાવસભર કાર્યક્રમનું આયોજન કર્યું, રમતો રમાડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment