Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીના બે TDOએ સરકારી સેવાને કહ્યું અલવિદા:સરકારે જયેશ જાની અને અજય ડોડીયાની સ્વૈચ્છિક નિવૃત્તિ મંજૂર કરી

    6 hours ago

    અમરેલી જિલ્લામાં તાલુકા વિકાસ અધિકારી-TDO તરીકે ફરજ બજાવતા બે અધિકારીઓએ સરકારી સેવામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા જયેશકુમાર રમેશચંદ્ર જાની અને અજય લક્ષ્મણભાઈ ડોડીયાની સ્વૈચ્છિક નિવૃત્તિ મંજૂર કરવામાં આવી છે. બંને અધિકારીઓ અમરેલી જિલ્લામાં નિયુક્ત હતા. જોકે, સરકારી સેવા છોડવા પાછળનું ચોક્કસ કારણ હાલ સત્તાવાર રીતે સામે આવ્યું નથી. જાફરાબાદના TDO જયેશ જાનીની સ્વૈચ્છિક નિવૃત્તિ વિભાગના તા. 1 સપ્ટેમ્બર, 2026ના હુકમ મુજબ જયેશકુમાર રમેશચંદ્ર જાની, તાલુકા વિકાસ અધિકારી, જાફરાબાદ, જિલ્લા અમરેલીને ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો, 2002ના નિયમ 48(1)ની જોગવાઈ હેઠળ 31 ઓગસ્ટ, 2026ના રોજ કચેરી સમય બાદ સરકારી સેવામાંથી સ્વૈચ્છિક નિવૃત્ત થવાની મંજૂરી આપવામાં આવી છે. અમરેલીના TDO અજય ડોડીયા પણ નિવૃત્ત આ ઉપરાંત અજય લક્ષ્મણભાઈ ડોડીયા, તાલુકા વિકાસ અધિકારી, અમરેલી, જિલ્લા અમરેલીની પણ સ્વૈચ્છિક નિવૃત્તિની અરજી મંજૂર કરવામાં આવી છે. તેમને પણ ગુજરાત મુલ્કી સેવા (પેન્શન) નિયમો, 2002ના નિયમ 48(1) હેઠળ 31 ઓગસ્ટ, 2026ના રોજ કચેરી સમય બાદ સરકારી સેવામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાની મંજૂરી આપવામાં આવી છે. બંને અધિકારીઓ ગુજરાત વિકાસ સેવા વર્ગ-2માં ફરજ બજાવતા હતા બંને અધિકારીઓ ગુજરાત વિકાસ સેવા, વર્ગ-2 સંવર્ગ હેઠળ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના હુકમથી તેમની સ્વૈચ્છિક નિવૃત્તિની પ્રક્રિયાને સત્તાવાર મંજૂરી મળી છે. હુકમમાં બંને અધિકારીઓની સ્વૈચ્છિક નિવૃત્તિ માટે કોઈ ચોક્કસ કારણ દર્શાવવામાં આવ્યું નથી. એટલે બંનેએ એકસાથે સરકારી સેવા છોડવાનો નિર્ણય શા માટે લીધો તે અંગેનું કારણ હાલ અકબંધ છે. વિભાગીય હુકમમાં માત્ર નિયમો હેઠળ તેમની સ્વૈચ્છિક નિવૃત્તિ મંજૂર કરવામાં આવી હોવાનું જણાવાયું છે. નોંધનીય છે કે આ 'રાજીનામું' નહીં પરંતુ સ્વૈચ્છિક નિવૃત્તિ સત્તાવાર દસ્તાવેજની ભાષા મુજબ બંને અધિકારીઓએ રાજીનામું નહીં, પરંતુ 'સરકારી સેવામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ' (Voluntary Retirement) લીધી છે. પંચાયત વિભાગે સંબંધિત નિયમો હેઠળ તેમની અરજી મંજૂર કરીને 31 ઓગસ્ટથી સેવામાંથી મુક્ત થવાની મંજૂરી આપી છે. આ રીતે અમરેલી જિલ્લામાં એક જ સમયે બે TDOના સરકારી સેવામાંથી બહાર થવાથી તાલુકા વિકાસ તંત્રમાં બે મહત્વપૂર્ણ અધિકારી પદે ફેરફાર થવાની સ્થિતિ ઊભી થઈ છે. હવે બંને જગ્યાએ નવી નિયુક્તિ અથવા ચાર્જની વ્યવસ્થા અંગે આગામી સમયમાં વિભાગીય નિર્ણય લેવાય તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    સરકારી શાળામાં ગેરકાયદે ઉર્ષની રસોઈ બનતા શિક્ષણ વિભાગ એકશનમાં:જૂનાગઢની વણઝારી પ્રાથમિક શાળામાં મંજૂરી વગર ઉર્ષની રસોઈ બનાવતા ડીઇઓ દોડી આવ્યા, પરિસર ખાલી કરાવી આચાર્ય સામે કાર્યવાહીના આદેશ
    Next Article
    પારડીના ખેરલાવમાં જૂની અદાવતને લઈ બે જૂથ સામસામે:લોખંડના સળિયા-લાકડીથી મારામારી, વાહન અને ઘરવખરીને નુકસાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment