Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GPSCની નવી પહેલ:સરકારી ભરતીમાં બાકી રહેલા ઉમેદવારોને ખાનગી ક્ષેત્રમાં મળશે રોજગારીની તક, 'અવસર' મોડ્યુલ લોન્ચ

    19 hours ago

    ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા સરકારી ભરતી પરીક્ષાઓમાં ભાગ લેનારા પરંતુ ખૂબ જ નજીવા આંકડાથી અંતિમ પસંદગીથી વંચિત રહી જતા પ્રતિભાશાળી ઉમેદવારો માટે રોજગારીના નવા દ્વાર ખોલવામાં આવ્યા છે. આયોગ દ્વારા "અવસર" નામનું એક વિશેષ મોડ્યુલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ નવીન પહેલના માધ્યમથી કુશળ ઉમેદવારોને ખાનગી ક્ષેત્ર, જાહેર સાહસો તેમજ અન્ય પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં સીધી રોજગારીની સુવર્ણ તકો ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઇન્ટરવ્યૂ સુધી પહોંચતા પ્રતિભાશાળી યુવાનોને મળશે નોકરી GPSC દ્વારા લેવાતી વર્ગ-1, 2 અને 3ની વિવિધ ભરતી પ્રક્રિયાઓમાં હજારો ઉમેદવારો કઠિન લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂના સ્ટેજ સુધી પહોંચતા હોય છે, છતાં મર્યાદિત જગ્યાઓના કારણે અંતિમ મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવી શકતા નથી. આવા ઉત્સાહી અને લાયકાત ધરાવતા યુવાનોની પ્રતિભા વેડફાય નહીં અને તેઓ બેરોજગાર ન ફરે તે ઉદ્દેશ્યથી આ આખી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેથી તેમની મહેનત એળે ન જાય. કેવી રીતે કામ કરશે "અવસર" યોજના? આ યોજના અંતર્ગત જે ઉમેદવારો નોકરી મેળવવા ઈચ્છુક હશે, તેઓની લેખિત સંમતિ મેળવવામાં આવશે. ઉમેદવારની મંજૂરી બાદ તેમનું નામ, મોબાઇલ નંબર, ઈ-મેઈલ આઈડી અને શૈક્ષણિક લાયકાત સહિતની જરૂરી વિગતો ગુજરાત અને ભારત સરકારના વિવિધ જાહેર સાહસો, સરકારી વિભાગો, દેશની નામાંકિત ખાનગી કંપનીઓ તેમજ સહકારી સંસ્થાઓ સાથે શેર કરવામાં આવશે. આ ડેટાના આધારે સંબંધિત સંસ્થાઓ પોતાની જરૂરિયાત મુજબ યોગ્ય ઉમેદવારોનો સીધો જ સંપર્ક કરીને નોકરીની ઓફર આપી શકશે. GPSC-OJAS પોર્ટલ પર આપવાની રહેશે ઓનલાઇન સંમતિ લાભ લેવા ઈચ્છતા ઉમેદવારોએ GPSC-OJAS પોર્ટલ પર જઈને ત્યાં ઉપલબ્ધ "અવસર" મોડ્યુલમાં ઓનલાઇન સંમતિ આપવાની રહેશે. આ ઉપરાંત ભવિષ્યમાં પણ આયોગની નવી ભરતી માટે ઓનલાઇન અરજી કરતી વખતે જ ઉમેદવાર પોતાની વિગતો રોજગારીના હેતુસર અન્ય સંસ્થાઓ સાથે શેર કરવાની મંજૂરી ફોર્મમાં જ આપી શકશે. ડેટા સુરક્ષા અને આયોગની ભૂમિકા અંગે સ્પષ્ટતા ડેટા પ્રાઇવસીને પ્રાથમિકતા: GPSCએ સ્પષ્ટ કર્યું છે કે, ઉમેદવારની પૂર્વ સંમતિ વિના કોઈપણ પ્રકારની માહિતી અન્ય કોઈ સંસ્થાને અપાશે નહીં. ડેટાનો ઉપયોગ માત્ર અને માત્ર રોજગારીના અવસર પૂરા પાડવા માટે જ થશે અને ડેટાની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી જે તે મેળવનાર સંસ્થાની રહેશે. આયોગ માત્ર એક સેતુ: આ મોડ્યુલ અંતર્ગત GPSC માત્ર ઉમેદવારો અને રોજગારદાતા સંસ્થાઓ વચ્ચે એક કનેક્ટિંગ લિંક એટલે કે સેતુ તરીકે કાર્ય કરશે. નોકરીની શરતો, વેતન ધોરણો (સેલરી) અને સેવા નિયમો જેવી બાબતોમાં આયોગની કોઈ ભૂમિકા રહેશે નહીં, તેના માટે સંબંધિત સંસ્થા જ જવાબદાર રહેશે. GPSCની આ નવતર અને સકારાત્મક પહેલથી સરકારી ભરતીના અંતિમ તબક્કે નિરાશ થતા હજારો યુવાનોને તેમની લાયકાત અને ક્ષમતા મુજબ કોર્પોરેટ તેમજ પબ્લિક સેક્ટરમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવાની નવી આશા અને દિશા મળી રહેશે.
    Click here to Read More
    Previous Article
    ઉચ્છલમાં તલાટીઓ સહી ન કરતા જાતિના દાખલા અટક્યા, અરજદારો પરેશાન:જાગૃત નાગરિકોએ મામલતદાર અને TDOને લેખિત રજૂઆત કરી
    Next Article
    CBSE ક્લસ્ટર 13 ખો-ખો ગર્લ્સ ટુર્નામેન્ટનો પ્રારંભ:રાજ્યની 21 શાળાની 35થી વધુ ટીમોએ ભાગ લીધો, મ્યુ. કમિશનરે કહ્યું- દીકરીઓને સ્પોર્ટ્સમેન સ્પિરિટનો વિકાસ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment