Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    TCSમાં કામ કરતા સાવકા પિતાનું 6 વર્ષની દીકરી પર દુષ્કર્મ:ચીસો સાંભળી માતા રૂમમાં પહોંચી, પિતા કંઢગી હાલતમાં મળ્યો; મહિલાએ ના પાડતા દીકરીને શિકાર બનાવી

    4 days ago

    અમદાવાદ શહેરમાં પિતાની ગરીમાને લજવતો એક કિસ્સો સામે આવ્યો છે. સાવકા પિતાએ ઘરમાં જ છ વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળકીની માતા બેડરૂમની ગેલેરીમાં કપડાં સૂકવવા ગઈ ત્યારે પિતાએ બાળકીને પર દુષ્કર્મ આચર્યું હતું. જોકે, બાળકી અચાનક જ ચીસો પાડતા તેની માતા દોડી આવી હતી અને તેણે પિતા પાસેથી લઈ લીધી હતી. આ મામલે પોલીસને જાણ કરતા કૃષ્ણનગર પોલીસ સ્થળ ઉપર પહોંચી અને આરોપી સાવકા પિતાની ધરપકડ કરી છે. બાળકીની ચીસો સાંભળી માતા દોડીને રૂમમાં પહોંચી કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એચ. જોશીએ જણાવ્યું હતું કે, કૃષ્ણનગર વિસ્તારમાં છ વર્ષની બાળકી તેના પરિવાર સાથે રહે છે. ઘરમાં બાળકી અને તેની માતા અને સાવકા પિતા હાજર હતા, ત્યારે જોયું તો બાળકી નગ્ન હાલતમાં હતી અને તેનો પતિ એટલે કે બાળકીનો સાવકો પિતા પણ નગ્ન હાલતમાં હતો. સાવકા પિતા બાળકી પર દુષ્કર્મ આચરતો હોવાનું જોઈ માતાએ બાળકીને પોતાની પાસે ખેંચી લીધી હતી. માતાએ ના પાડતા પિતાએ દીકરીને શિકાર બનાવી આરોપી સાવકા પિતાની માનસિકતાનો અભ્યાસ હાલ તપાસમાં છે. આરોપી કૃત્ય પ્રમાણે વિકૃત માનસિકતા ધરાવતો હોવાનું પોલીસે જણાવ્યું હતું. છ વર્ષની દીકરી સાથે આવું કૃત્ય કર્યું એટલે માનસિકતા પર સવાલો ઉભા થાય છે. આરોપી પોતે TSC ગાંધીનગર ખાતે નોકરી કરે છે. ધો. 10 અભ્યાસ બાદ મેકેનિકલ ડિપ્લોમા કર્યું છે. અગાઉ આવી કોઈ ઘટના થઈ હોય તેવું સામે આવ્યું નથી. ફરિયાદી મહિલાના કહેવા પ્રમાણે આરોપીએ મહિલા પાસે શારીરિક સંબંધની માંગણી કરી હતી. જોકે, મહિલાની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેણે ના પાડતા આરોપીએ છ વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. મહિલાએ વર્ષ 2021માં આરોપી સાથે બીજા લગ્ન કર્યા હતા દુષ્કર્મનો ભોગ બનનાર બાળકીની માતાના વર્ષ 2019માં લગ્ન થયા હતા. તેનાથી તેને એક બાળકી હતી. વર્ષ 2020માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા અને મહિલાએ વર્ષ 2021માં આરોપી સાથે બીજા લગ્ન કર્યા હતા. બીજા પતિ એટલે કે, આરોપીથી એક દીકરો પણ હતો. વાંધાજનક સ્થિતિમાં બાળકીએ બંનેને જોયા હતા. પતિ દ્વારા બાળકી ઉપર દુષ્કર્મ કર્યું હોવાની આ ઘટનાને લઈ કૃષ્ણનગર પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આરોપી સાવકા પિતાની ધરપકડ કરી હતી. આ સમાચાર પણ વાંચો સગીરાના જ સગીરા સાથે શારીરિક અડપલાં, યુવક મિત્રએ દુષ્કર્મ આચર્યાનો વીડિયો બનાવ્યો 14 માર્ચ 2026: અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીર પીડિતા પર તેની 14 વર્ષીય સગીરા મિત્રએ તેના યુવક ફ્રેન્ડે સાથે મળી દુષ્કર્મ આચર્યાનો કિસ્સો સામે આવ્યો છે. પીડિત સગીરા સહિત ત્રણેય થર્ટી ફર્સ્ટની પાર્ટીની ઉજવણી કરવા રાજસ્થાનના માઉન્ટ આબુ ગયા હતા. જ્યાં યુવકે હોટલમાં પીણું પીવડાવીને પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને યુવક પીડિતા સાથે દુષ્કર્મ આચરતો હોવાનો વીડિયો પણ ઉતાર્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, 'ભૂત આવ્યું' કહી દાદી પાસે રડી 14 ડિસેમ્બર 2025: ગાંધીનગરના સેક્ટર-24ના ઇન્દિરા નગર છાપરા વિસ્તારમાં શ્રમજીવી પરિવારની આશરે 5 વર્ષીય બાળકી પર રાત્રિના અંધારામાં કોઈ આરોપીએ દુષ્કર્મ આચર્યું હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. બાળકી શૌચક્રિયા માટે ઊઠી ત્યારે આ તકનો લાભ લઈને આરોપીએ દુષ્કૃત્ય આચર્યું હતું, જેના કારણે ડરી ગયેલી બાળકી દાદી પાસે જઈને 'ભૂત આવ્યું' કહીને રડવા લાગી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર પોક્સોના આરોપીએ પેરોલ પર 7 વર્ષની બાળકીને શિકાર બનાવી, 10 વર્ષની સજાના આરોપીને બીજા કેસમાં આજીવન કેદ 1 નવેમ્બર 2025: વર્ષ 2017માં પોક્સો કેસમાં કોર્ટે આરોપીને 10 વર્ષની સખત કેજની સજા ફટકારી હતી તેમ છતાં આરોપી મોહમ્મદ રફીક રંગરેજ ઉર્ફે ટાઇમપાસ સુધર્યો નહીં અને તેણે ફરી વર્ષ 2020માં પેરોલ પર છૂટી 7 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચર્યું અને 6 વર્ષની બાળકીને અડપલા કર્યા હતા. આ કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા અને ભોગ બનનાર બાળકીઓને 7 લાખ રૂપિયા વળતર ચૂકવવા હુકમ કર્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    'દીકરીના લગ્ન માટે જોડેલી 20 વર્ષની કમાણી બે કલાકમાં સાફ':જૂનાગઢમાં પરિવાર કુળદેવતાના દર્શને ગયો ને ચોર ટોળકીએ 9 લાખ રોકડ અને 7 તોલા ઘરેણા પર હાથફેરો કર્યો
    Next Article
    જોરાવરનગરમાં સવા આયુષ હોસ્પિટલમાં વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો:નવા જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દીક ટમાલીયાના સન્માન નિમિત્તે આયોજન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment