Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જોરાવરનગરમાં સવા આયુષ હોસ્પિટલમાં વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો:નવા જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દીક ટમાલીયાના સન્માન નિમિત્તે આયોજન કરાયું

    4 days ago

    જોરાવરનગરની સવા આયુષ હોસ્પિટલ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયાના સન્માન નિમિત્તે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હોસ્પિટલના નવા આધુનિક વિભાગોનું પણ લોકાર્પણ કરાયું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા, વઢવાણ તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ વસેવલીયા, સુરેન્દ્રનગર-વઢવાણ શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ રાવલ અને જિજ્ઞાબેન પંડ્યા સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઝાલાવાડ વિસ્તારની સૌપ્રથમ અને એકમાત્ર NABH માન્યતા પ્રાપ્ત સવા આયુષ હોસ્પિટલમાં રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ વિભાગ, લેઝર દ્વારા પથરીની સર્જરી (RIRS) વિભાગ અને એન્ડોસ્કોપિક સ્પાઈન સર્જરી વિભાગ જેવા આધુનિક વિભાગોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ન્યુરોસર્જરી, યુરોલોજી, મેડિસિન, જનરલ સર્જરી, પીડિયાટ્રિક, ENT, ઓર્થોપેડિક, ગાયનેક અને આંખના વિભાગોમાં નિદાન અને સારવાર ઉપલબ્ધ હતી. પ્રથમ ૫૦ દર્દીઓ માટે મોતીયાના ઓપરેશન નિઃશુલ્ક કરવામાં આવ્યા હતા. કેમ્પ દરમિયાન ડોક્ટરની સલાહ, જરૂરી તપાસ અને લેબોરેટરી ટેસ્ટ સહિતની તબીબી સેવાઓ દર્દીઓને વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી. સામાન્ય અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આ સેવા યજ્ઞ આશીર્વાદરૂપ સાબિત થયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સવા આયુષ હોસ્પિટલની ટીમે જહેમત ઉઠાવી હતી.
    Click here to Read More
    Previous Article
    TCSમાં કામ કરતા સાવકા પિતાનું 6 વર્ષની દીકરી પર દુષ્કર્મ:ચીસો સાંભળી માતા રૂમમાં પહોંચી, પિતા કંઢગી હાલતમાં મળ્યો; મહિલાએ ના પાડતા દીકરીને શિકાર બનાવી
    Next Article
    વલસાડ AAP લોકસભા ઇન્ચાર્જ ડો. રાજીવ પાંડેનું રાજીનામું:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પૂર્વે પક્ષ છોડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment