Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AAP કાર્યકરો-પોલીસ વચ્ચે રોયલ સ્ટેગની બોટલ માટે ઝપાઝપી:ગૃહમંત્રી હર્ષ સંઘવીનો ફોટો સળગાવી કલેક્ટર કચેરી પાસે વિરોધ, રાજીનામાની માગ કરી સૂત્રોચ્ચાર કર્યાં

    15 hours ago

    ભાવનગરના લઠ્ઠાકાંડમાં 22 ઑગસ્ટે બપોર સુધીમાં 11 લોકોના જીવ ગયા છે. જેની સામે આમ આદમી પાર્ટીએ આજે 22 ઑગસ્ટે સૂત્રોચ્ચાર અને બેનરો સાથે વિરોધ કર્યો હતો. એટલું જ નહીં હર્ષ સંઘવી મુર્દાબાદના નારા પણ લગાવ્યા હતા. જ્યારે રાજીમામું આપે તેવી માગ સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીનો ફોટો પણ સળગાવ્યો હતો. ગૃહમંત્રી હર્ષ સંઘવી તાત્કાલિક રાજીનામું આપે તેવી માગ આમ આદમી પાર્ટીના જણાવ્યા અનુસાર, ભાવનગરમાં ઝેરી અને કેમિકલવાળો દારૂ પીવાથી 10 કરતાં વધુ નિર્દોષ યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ અગાઉ બરવાળામાં પણ લઠ્ઠાકાંડ સર્જાયો હતો જેમાં 39 યુવાનોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી તાત્કાલિક ધોરણે પોતાના પદેથી રાજીનામું આપે તેવી સ્પષ્ટ માંગ કરવામાં આવી છે. યુવાનોને એકઠા કરી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે, રાજ્યમાં દારૂનો કાળો વેપાર છેલ્લા એક વર્ષમાં 10,000 કરોડ રૂપિયાથી વધુનો થયો છે અને દેશી-વિદેશી દારૂની સાથે ડ્રગ્સના અડ્ડાઓ પણ ખૂણેખાચરે ધમધમી રહ્યા છે. ગાંધીજી અને સરદાર પટેલના આ ગુજરાતમાં ગેરકાયદે દારૂ અને ડ્રગ્સનો વેપાર નહીં ચલાવી લેવામાં આવે તેમ જણાવીને, જો જરૂર પડશે તો યુવાનોને એકઠા કરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    લઠ્ઠાકાંડમાં વધુ એક જીવ ગયો, આજે 3 મોત:નકલી ઈંગ્લિશ દારૂ પીધાના 5માં દિવસે મૃત્યુ, વધુ બે રોયલ સ્ટેગની ખાલી બોટલ મળી; કુલ 12નો ભોગ લેવાયો
    Next Article
    'મારી યુવાનીના 22 વર્ષ જતા રહ્યા, લોકોએ બોલાવાનું બંધ કર્યું':વડોદરાના ક્રિકેટર જેકોબ માર્ટિનનો 22 વર્ષે નિર્દોષ છૂટકારો, કહ્યું- ટીમ લઈને યુકે ગયો અને કબૂતરબાજીમાં ફસાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment