Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મારી યુવાનીના 22 વર્ષ જતા રહ્યા, લોકોએ બોલાવાનું બંધ કર્યું':વડોદરાના ક્રિકેટર જેકોબ માર્ટિનનો 22 વર્ષે નિર્દોષ છૂટકારો, કહ્યું- ટીમ લઈને યુકે ગયો અને કબૂતરબાજીમાં ફસાયો

    11 hours ago

    કબૂતરબાજીના કેસમાં લાંબી કાનૂની લડાઈનો સામનો કરનાર ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિન આખરે 22 વર્ષ બાદ હવે તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર થયા છે. ચુકાદા બાદ જેકોબ માર્ટિને ભાસ્કર સાથે વાત કરતાં કહ્યું કે, મારી યુવાનીના 22 વર્ષ જતા રહ્યા, આ કેસમાં કોઈએ મદદ નહોતી કરી, મોટાભાગના લોકોએ મારાથી અંતર બનાવ્યું હતું. સૌથી મોટો પડકાર માનસિક તણાવ હતો. હું અને મારો પરિવાર માનસિક રીતે ખૂબ જ ડિસ્ટર્બ રહ્યા હતા. કોઈ પણ કામ કરતા પહેલાં 10 વાર વિચારવું પડતું હતું. મારું કરિયર જ ક્રિકેટ હતું અને આ કેસના કારણે મને ક્રિકેટ ક્ષેત્રે મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. શું હતો કબુતરબાજી કેસ વર્ષ 2004માં જેકોબ માર્ટિન કબુતરબાજીનો કેસ થયો હતો. જેકોબ માર્ટિને 'અજવા સ્પોર્ટ્સ ક્લબ' ના નામે નકલી ક્રિકેટ ટીમ બનાવી, જેમાં નિમેશ પટેલ(અમદાવાદના વતની)ને ક્રિકેટર તરીકે દર્શાવીને વિઝા અપાવ્યા હતા. યુકે પહોંચ્યા પછી નિમેશ પટેલ ટીમ સાથે પાછા ન આવ્યા અને ત્યાં જ રોકાઈ ગયા. બાદમાં યુકે પોલીસે તેને ગેરકાયદેસર રોકાણ માટે પકડીને ભારતમાં ડિપોર્ટ કર્યા હતા, જેનાથી કબૂતરબાજીના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. દિલ્હીની ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પોલીસે નિમેશ પટેલને પકડ્યો હતો. ત્યારબાદ દિલ્હી પોલીસે જેકોબ માર્ટિનની ધરપકડ કરી હતી અને દિલ્હીની પટિયાલા કોર્ટમાં કેસ ચાલ્યો હતો. બાદમાં માર્ટિન જામીન પર છૂટ્યા અને અંતે 22 વર્ષે માર્ટિન નિર્દોષ છૂટ્યા છે. 'મારું કરિયર ઝીરો થયું હતું' જેકોબ માર્ટિને કહ્યું કે, શરૂઆતમાં FIRમાં મારું નામ નહોતું, પરંતુ બાદમાં ઇન્ટરનેશનલ ક્રિકેટર અને મોટું નામ હોવાથી મીડિયા હાઇપના કારણે મારું નામ પણ આ કેસમાં સામેલ કરાયું. કાનૂની લડાઈમાં 22 વર્ષની મહેનત અને સંયમનું ફળ આજે મને મળ્યું છે. આ દરમિયાન મને BCCI અને અન્ય જગ્યાઓ પર કામ કરવાની ઘણી તકોથી વંચિત રહેવું પડ્યું અને મારું કરિયર ઝીરો થયું હતું. ચુકાદાની નકલ બીસીસીઆઈ અને રેલવે (જ્યાં હું અગાઉ નોકરી કરતો હતો) બંને જગ્યાએ મોકલી આપી છે. મારી જીંદગીમાં એક નવો વળાંક આવશે. 'માતા, પત્ની અને બાળકો માનસિક રીતે સતત અસ્વસ્થ રહેતા' માર્ટિને જણાવ્યું હતું કે, પરિવાર પર ખૂબ નકારાત્મક અસર પડી હતી. બાળકો જ્યારે સ્કૂલે જાય કે મીડિયામાં સમાચાર આવે ત્યારે તેના પર પ્રેશર આવતું હતું અને લોકો વાતો કરતા હતા. મારા માતા, પત્ની અને બાળકો માનસિક રીતે સતત અસ્વસ્થ રહેતા હતા. પરિવાર સંપૂર્ણપણે મારી સાથે જ ઉભો રહ્યો. તેમને ખબર હતી કે આપણે કશું ખોટું નથી કર્યું. સતત તારીખો પર દિલ્હી જવું અને કાનૂની બાબતો સંભાળવી ખૂબ મુશ્કેલ હતી, પણ પરિવારના સાથ અને ધીરજને કારણે જ હું આ લડાઈ લડી શક્યો છું. પરંતુ હવે આ ચુકાદા બાદ એક નવી આશા અને નવું જીવન શરૂ થઈ રહ્યું છે. એક સમય પછી મેં વધુ પડતું વિચારવાનું છોડી દીધું હતું. એક તબક્કે મને લાગ્યું હતું કે જો હું સતત આ જ બાબતો વિશે વિચારતો રહીશ તો મારી આખી કારકિર્દી જ સમાપ્ત થઈ જશે. એ પછી પણ મેં બરોડા ક્રિકેટ એસોસિએશનમાં કામ કર્યું. અમે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રનર્સ-અપ રહ્યા, ત્યારબાદ ક્રિકેટ કોચિંગ ક્ષેત્રે અંડર-19 અને અંડર-23 ટીમો સાથે પણ કામ કર્યું. આ રીતે મેં મારું સંપૂર્ણ ધ્યાન ક્રિકેટ પર જ કેન્દ્રિત રાખ્યું અને તમામ નકારાત્મક બાબતોને હકારાત્મક ઊર્જામાં ફેરવી દીધી. 'બરોડા ક્રિકેટ એસોસિએશને પણ મદદ ના કરી' જેકોબ માર્ટિને કહ્યું કે, જે પણ સ્થિતિનો મેં સામનો કર્યો, તે માત્ર મારી માનસિક મજબૂતી અને તાકાતના લીધે શક્ય થયું. ક્રિકેટમાં રમીને જે માનસિક દ્રઢતા મને મળી, તેણે જ મને કપરા સમયમાં ટકી રહેવા મદદ કરી. બરોડા ક્રિકેટ એસોસિએશન તરફથી પણ કોઈ વિશેષ કાનૂની કે કેસ લગતી મદદ નહોતી મળી. જોકે, મારી અંદર જે ટેલેન્ટ હતું તેને ઓળખીને તેમણે મને કામ કરવાની તક આપી, જેથી હું સફળ ટીમો સાથે કામ કરી શક્યો. તે સમયે મને જે કામ મળ્યું તે જ મોટી વાત હતી. 'ક્રિકેટના અનુભવે જ મને મદદ કરી' માર્ટિને જણાવ્યું હતું કે, જો હું એક સ્પોર્ટ્સમેન ન હોત અને આવી કઠિન સ્થિતિમાંથી પસાર થયો હોત, તો કદાચ માનસિક તણાવને કારણે મારું મગજ વિચલિત થઈ ગયું હોત. નાનાપણથી જ 40થી 45 ડિગ્રીની આકરી ગરમીમાં ક્રિકેટ રમીને અમે જે માનસિક દ્રઢતા મેળવી છે, તે ક્રિકેટના અનુભવે જ મને મદદ કરી. લાંબી લડાઈમાં મારી આ માનસિક મજબૂતી જ મારા કામમાં આવી છે. 'મેં BCCIને પણ પત્ર લખીને વિનંતી કરી છે કે જો મને કોઈ પણ તક આપવામાં આવે તો હું મારું યોગદાન આપવા તૈયાર છું. આ સિવાય BCCI, બરોડા ક્રિકેટ એસોસિએશન, એકેડેમી કે સ્થાનિક ક્લબોમાં જ્યાં પણ સારા અને ઉભરતા યુવા ખેલાડીઓ હશે, તેને શોધીને મારી આવડત મુજબ તાલીમ આપીને આગળ લાવવાનો પૂરો પ્રયાસ કરીશ.' 'હવેથી મારો નવો સમય શરૂ થયો છે' માર્ટિને કહ્યું કે, હું બસ એટલું જ કહીશ કે મારા જીવનના 22 વર્ષ, જે મારી જુવાનીનો અને કારકિર્દીના વિકાસનો મુખ્ય સમય હતો, તે આ કેસમાં જતા રહ્યા. પરંતુ આજે ચુકાદો આવ્યો છે તેનાથી હું ખૂબ જ ખુશ છું. જે થઈ ગયું તે થઈ ગયું, હવે હું મારા ભૂતકાળને પકડી રાખવા નથી માગતો. હવેથી મારો નવો સમય શરૂ થયો અને હું મારા જીવનને ખૂબ જ સારી રીતે અને શાંતિથી જીવીશ. 'સ્થાનિક કોચ, ટ્રેનર્સને તક ના મળે તો ક્રિકેટનું ડાઉનફોલ થાય' 'રણજી ટ્રોફી જીત્યા પછી ઘણો લાંબો સમય નીકળી ગયો છે, પણ આપણે કોઈ ચૅમ્પિયનશિપ જીતી શક્યા નથી. BCA(બરોડા ક્રિકેટ એસોસિએશન) અને CAC(ક્રિકેટ એડવાઈઝરી કમિટી)એ વિચારવાની જરૂર છે કે આપણું ક્રિકેટ કઈ તરફ જઈ રહ્યું છે. છેલ્લા 10 વર્ષથી બહારના કોચ લાવીને ટીમ ઊભી કરવામાં આવે છે. પરંતુ એ બહારના કોચને સ્થાનિક ખેલાડીઓની સાચી પરિસ્થિતિ કે તેઓ કયા મેન્ટલ સ્ટ્રેસમાંથી પસાર થઈ રહ્યા છે તેની યોગ્ય સમજ નથી હોતી. જો સ્થાનિક કોચ, ફિઝિયો અને ટ્રેનર્સને તક આપવામાં ન આવે, તો ક્રિકેટનું ડાઉનફોલ જ થાય'. મારા અકસ્માત સમયે પણ એ બધા જ સાથી ખેલાડીઓ સતત મારા સંપર્કમાં હતા અને જે પણ જરૂરી મદદ હતી તે માટે હંમેશાં તૈયાર રહ્યા હતા. હાલમાં હું કોઈ કોચિંગમાં સક્રિય નથી. સુપ્રીમ કોર્ટનો ઓર્ડર આવે અને નવું બોર્ડ બને તેની રાહ જોઈ રહ્યો છું, જેથી મારા જેવા ઘણા અન્ય સ્થાનિક કોચને પણ ફરીથી કામ કરવાની યોગ્ય તક મળી શકે. બનાવટી યુકે ઇમિગ્રેશન સ્ટેમ્પ સંબંધિત આક્ષેપો હતા ઉલ્લેખનીય છે કે, દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં જેકોબ માર્ટિન પર કથિત રીતે મુસાફરીની વ્યવસ્થા તથા બનાવટી યુકે ઇમિગ્રેશન સ્ટેમ્પ સંબંધિત આક્ષેપો કરવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન અદાલતે રજૂ થયેલા પુરાવા અને સાક્ષીઓના નિવેદનોની વિસ્તૃત તપાસ કરી હતી. કોર્ટના અવલોકન મુજબ, પ્રોસિક્યુશન જેકોબ માર્ટિન વિરુદ્ધના આરોપોને શંકાથી પર સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું હતું. માર્ટિનના આરોપો સાબિત ના થતાં 22 વર્ષે નિર્દોષ અદાલતને એવો કોઈ વિશ્વસનીય પુરાવો મળ્યો નહોતો કે, જેકોબ માર્ટિનનો કથિત નાણાકીય વ્યવહારો, આજવા સ્પોર્ટ્સ ક્લબના સંચાલન અથવા બનાવટી ઇમિગ્રેશન સ્ટેમ્પની વ્યવસ્થા સાથે સીધો સંબંધ હતો. કેસ દરમિયાન રજૂ થયેલા કેટલાક જાહેર સાક્ષીઓ પણ પ્રોસિક્યુશનના દાવાઓને સમર્થન આપી શક્યા નહોતા. કેટલાક સાક્ષીઓ પોતાના અગાઉના નિવેદનોથી ફરી ગયા હતા, જ્યારે લાંબા સમયના અંતરને કારણે કેટલાક સાક્ષીઓ જેકોબ માર્ટિનને ઓળખવામાં પણ નિષ્ફળ રહ્યા હતા. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, પ્રોસિક્યુશન આરોપોને શંકાથી પર સાબિત કરી શક્યું નથી. પરિણામે, જેકોબ માર્ટિનને તમામ આરોપોમાંથી 22 વર્ષે નિર્દોષ મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    AAP કાર્યકરો-પોલીસ વચ્ચે રોયલ સ્ટેગની બોટલ માટે ઝપાઝપી:ગૃહમંત્રી હર્ષ સંઘવીનો ફોટો સળગાવી કલેક્ટર કચેરી પાસે વિરોધ, રાજીનામાની માગ કરી સૂત્રોચ્ચાર કર્યાં
    Next Article
    212 કરોડના દેશવ્યાપી સાયબર ફ્રોડમાં વોન્ટેડ રાજદીપ ધાંધલ ઝડપાયો:ડમી કંપનીઓ બનાવી સાયબર માફિયાઓને બેંક કિટ્સ વેચતો હોવાનો પર્દાફાશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment