Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    212 કરોડના દેશવ્યાપી સાયબર ફ્રોડમાં વોન્ટેડ રાજદીપ ધાંધલ ઝડપાયો:ડમી કંપનીઓ બનાવી સાયબર માફિયાઓને બેંક કિટ્સ વેચતો હોવાનો પર્દાફાશ

    10 hours ago

    સુરત શહેર સાયબર ક્રાઈમ સેલની ટીમે દેશભરમાં ચકચાર મચાવનારા 212.87 કરોડ રૂપિયાના જંગી સાયબર ફ્રોડ રેકેટમાં લાંબા સમયથી નાસતા ફરતા મુખ્ય આરોપી રાજદીપ રણજીતભાઈ ધાંધલ (ઉંમર 29 વર્ષ, રહે. સ્ટાર પેલેસ, કોસાડ રોડ, સુરત; મૂળ ગામ- જાળીલા, જિ. બોટાદ)ની ધરપકડ કરવામાં મોટી સફળતા મેળવી છે. સાયબર માફિયાઓ સાથે મળીને આંતરરાજ્ય આર્થિક છેતરપિંડીનું વિશાળ નેટવર્ક ચલાવતા આ આરોપીની ધરપકડથી સમગ્ર કૌભાંડના વધુ ચોંકાવનારા તાર સામે આવ્યા છે. કમિશનની લાલચમાં બોગસ પેઢીઓ ઊભી કરી 7 કરંટ એકાઉન્ટ ખોલાવ્યા પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપી રાજદીપે પોતાના નામે બોગસ અને ડમી ફર્મ ઊભી કરી હતી. આ નકલી પેઢીઓના આધારે તેણે વિવિધ 7 મુખ્ય બેંકોમાં કરંટ એકાઉન્ટ્સ ખોલાવ્યા હતા. આરોપી એક એકાઉન્ટ દીઠ 40,000 રૂપિયાનું તગડું કમિશન મેળવીને તમામ બેંક કિટ્સ, ચેકબુક અને ડેબિટ કાર્ડ્સ અગાઉ ઝડપાયેલા મુખ્ય સાગરીત પ્રવિણ જીલુભાઈ ધાધલને સોંપતો હતો અને સાયબર માફિયાઓને ગુનાહિત વ્યવહારો માટે સવલત પૂરી પાડતો હતો. અમરોલી દરોડામાં 132 ચેકબુક સહિતનો મોટો મુદ્દામાલ જપ્ત થયો હતો સાયબર સેલે અગાઉ અમરોલી વિસ્તારમાં દરોડો પાડી પ્રવિણ ધાધલના રહેણાંક સ્થળેથી 3 મોબાઈલ ફોન, 12 ડેબિટ કાર્ડ, 19 પાસબુક, 132 ચેકબુક, 11 સિમકાર્ડ, 7 રબર સ્ટેમ્પ, 1 સ્વાઈપ મશીન અને 35 QR કોડ સહિત 29,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ રેકેટમાં અગાઉ પ્રવિણ ઉપરાંત અંકિતપરી ગોસ્વામી, અજય ગોસ્વામી, બિપીન સાવલીયા, ચેતન લિંબાણી અને કૌશિક લીંબાણી જેવા સ્થાનિક સાગરીતોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. નેશનલ પોર્ટલ પર 410 ફરિયાદો અને 40.54 કરોડની સીધી છેતરપિંડી પોલીસ તપાસ દરમિયાન વિવિધ બેંકોના કુલ 154 બેંક ખાતાઓની હિસ્ટ્રી ચકાસતાં તેમાં અત્યાર સુધીમાં 212,87,97,974 રૂપિયાના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન્સ થયા હોવાનું ખુલ્યું છે. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) પર તપાસ કરતાં આ એકાઉન્ટ્સ વિરુદ્ધ દેશના વિવિધ રાજ્યોમાં કુલ 410 ઓનલાઈન ફરિયાદો નોંધાયેલી છે, જેમાં સીધી રીતે 40,54,14,238 રૂપિયાનું મોટું ફ્રોડ આચરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ થયું છે.
    Click here to Read More
    Previous Article
    'મારી યુવાનીના 22 વર્ષ જતા રહ્યા, લોકોએ બોલાવાનું બંધ કર્યું':વડોદરાના ક્રિકેટર જેકોબ માર્ટિનનો 22 વર્ષે નિર્દોષ છૂટકારો, કહ્યું- ટીમ લઈને યુકે ગયો અને કબૂતરબાજીમાં ફસાયો
    Next Article
    રક્ષાબંધન પર ખુશીનો માહોલ:અકસ્માતમાં હાથ ગુમાવનાર ભાઈઓને મળ્યું નવું જીવન, સફળ સર્જરી બાદ ભાઈઓને પાછા મળ્યા હાથ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment