Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રક્ષાબંધન પર ખુશીનો માહોલ:અકસ્માતમાં હાથ ગુમાવનાર ભાઈઓને મળ્યું નવું જીવન, સફળ સર્જરી બાદ ભાઈઓને પાછા મળ્યા હાથ

    9 hours ago

    રક્ષાબંધન એટલે ભાઈ અને બહેનના અતૂટ પ્રેમ અને સ્નેહનો પવિત્ર તહેવાર, જ્યાં બહેન પોતાના ભાઈના દીર્ઘાયુષ્યની કામના સાથે તેના કાંડા પર પ્રેમથી રાખડી બાંધે છે. જોકે, ગંભીર અકસ્માતમાં પોતાના હાથ કે આંગળીઓ ગુમાવી ચૂકેલા ભાઈઓ અને તેમના પરિવારો માટે આ તહેવાર વર્ષો સુધી અત્યંત વેદનાદાયક બની જતો હોય છે પરંતુ, આ વર્ષે આવા પરિવારો માટે આશા અને ખુશીનું નવું કિરણ પ્રગટ્યું છે. મેડિકલ સાયન્સ અને આધુનિક ટેકનોલોજીના સહારે થયેલી જટિલ સર્જરીઓને કારણે હાથ ગુમાવી ચૂકેલા ભાઈઓને ફરી નવો હાથ મળ્યો છે, જેથી આ રક્ષાબંધને બહેનો ફરી પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધીને ઉત્સવની ઉજવણી કરી શકશે. ક્રિષા હોસ્પિટલે સફળ સર્જરી કરાવનારા દર્દીઓનું સન્માન કર્યું અમદાવાદ શહેર ખાતે આવેલી ક્રિષા હોસ્પિટલ દ્વારા કોઈ દુર્ઘટનામાં હાથ, કાંડા કે આંગળીઓ ગુમાવી ચૂકેલા અનેક દર્દીઓની જટિલ રીપ્લાન્ટેશન સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. આ તબીબી સફળતા બાદ રક્ષાબંધનના પર્વ પૂર્વે હોસ્પિટલ તંત્ર દ્વારા આવા તમામ દર્દીઓને ખાસ આમંત્રિત કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. જે કાંડા વર્ષોથી સુના હતા તે ફરી કાર્યરત થતાં દર્દીઓ અને તેમના પરિવારજનોમાં અનેરો ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. રીપ્લાન્ટેશન અંગે જાગૃતિ ફેલાવવા વિશેષ કાર્યક્રમનું આયોજન હોસ્પિટલના જાણીતા સર્જન ડૉ. કર્ણ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં હાથ, કાંડા કે આંગળીઓ કપાઈ ગઈ હોય તેવા કિસ્સાઓમાં તાત્કાલિક રીપ્લાન્ટેશન સર્જરી કરાવીને અંગોને ફરી કાર્યરત કરી શકાય છે. લોકોમાં રીપ્લાન્ટેશન પ્રક્રિયા અંગે જાગૃતિ વધે તે હેતુથી રક્ષાબંધન પહેલાં આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, હોસ્પિટલમાં સફળ સર્જરી મેળવનારા ઘણા દર્દીઓ હવે સામાન્ય જીવન જીવી રહ્યા છે અને આ વર્ષે પોતાના પરિવાર તેમજ બહેન સાથે રક્ષાબંધનનો તહેવાર ઉત્સાહભેર ઉજવવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યા છે.
    Click here to Read More
    Previous Article
    212 કરોડના દેશવ્યાપી સાયબર ફ્રોડમાં વોન્ટેડ રાજદીપ ધાંધલ ઝડપાયો:ડમી કંપનીઓ બનાવી સાયબર માફિયાઓને બેંક કિટ્સ વેચતો હોવાનો પર્દાફાશ
    Next Article
    ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે AAPનું વિરોધ પ્રદર્શન:ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માગ, નવસારી જિલ્લા પ્રમુખ પંકજ પટેલ સહિતના કાર્યકરોની અટકાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment