Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે AAPનું વિરોધ પ્રદર્શન:ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માગ, નવસારી જિલ્લા પ્રમુખ પંકજ પટેલ સહિતના કાર્યકરોની અટકાયત

    8 hours ago

    ભાવનગરમાં કથિત લઠ્ઠાકાંડની ગંભીર ઘટના બાદ રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે. આ દુર્ઘટનાના વિરોધમાં આમ આદમી પાર્ટી (આપ) નવસારી દ્વારા મહાનગરપાલિકાના પટાંગણમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. આ દરમિયાન, પોલીસે આપના નવસારી જિલ્લા પ્રમુખ પંકજ પટેલ સહિતના કાર્યકરોની અટકાયત કરી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન, આપના આગેવાનોએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી ગઈ છે. રાજ્યમાં ઠેર-ઠેર ખુલ્લેઆમ ગેરકાયદે દારૂનું વેચાણ થઈ રહ્યું છે, જેના કારણે વારંવાર લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓમાં નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે. તંત્રની ઢીલી નીતિને કારણે અસામાજિક તત્વો બેફામ બન્યા છે. આંદોલનકારીઓએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે દારૂબંધીનો કડક અમલ કરાવવામાં નિષ્ફળ રહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના તાત્કાલિક રાજીનામાની ઉગ્ર માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. મહાનગરપાલિકા કચેરી પરિસરમાં સૂત્રોચ્ચાર અને પ્રદર્શનને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. વાતાવરણ વધુ તંગ ન બને તે માટે પોલીસે આપના જિલ્લા પ્રમુખ પંકજ પટેલ, સુરેશ ભાઈ, અનિલ ભાઈ, પ્રકાશ ભાઈ, અક્ષય ભાઈ, મયૂર ભાઈ, શશી ભાઈ, ભાવિન ભાઈ, રીતેશ ભાઈ, જીગ્નેશ ભાઈ, શૈલેષ ભાઈ, ગીરીશ ભાઈ, અસ્મા બેન સહિતના તમામ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રક્ષાબંધન પર ખુશીનો માહોલ:અકસ્માતમાં હાથ ગુમાવનાર ભાઈઓને મળ્યું નવું જીવન, સફળ સર્જરી બાદ ભાઈઓને પાછા મળ્યા હાથ
    Next Article
    बिजनौर में गुलदार का हमला कोई साजिश तो नहीं? वन विभाग को पोस्टमार्टम रिपोर्ट का इंतजार

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment