Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લઠ્ઠાકાંડમાં વધુ એક જીવ ગયો, આજે 3 મોત:નકલી ઈંગ્લિશ દારૂ પીધાના 5માં દિવસે મૃત્યુ, વધુ બે રોયલ સ્ટેગની ખાલી બોટલ મળી; કુલ 12નો ભોગ લેવાયો

    21 hours ago

    ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત સાથે આજે 22 ઑગસ્ટે ત્રણના મોત થયા છે. મૃત્યુઆંક 12એ પહોંચ્યો છે. સર ટી હોસ્પિટલમાં ક્રિટકલ દર્દી અવિનાશ પરમારનું મોત નિપજ્યું છે. એ પહેલા આજે સવારે સર ટી હોસ્પિટલમાં જ 35 વર્ષીય હાર્દિકભાઈ હરેશભાઈ કિલજીનું દારૂ પીધાના પાંચમાં દિવસે સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતક યુવક ભરતનગર વિસ્તારમાં વર્ધમાનનગરમાં રહેતો હતો. જેને પ્રથમ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ત્યારબાદ વધુ તબિયત લથડતા સર ટી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે નકલી ઈંગ્લિશ દારૂ પીધા બાદ ભાવનગરથી સુરત આવેલા બ્રેઈનડેડ સંજયસિંહ ડોડિયાનું સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો છે. આજે(22 ઓગસ્ટ) અચાનક જ હૃદય બંધ થતાં ડૉક્ટરે મૃત જાહેર કર્યો છે. સર ટી હોસ્પિટલમાં મહીસાગરના મુકેશ ડામોર અને એક ભાર્ગવ નામનો દર્દી પણ સારવાર હેઠળ છે, જેઓ ક્રિટિકલ છે. આ બધા વચ્ચે ભાવનગરમાં જૂની પોલીસ લાઇનની સામે આવેલા ગ્રાઉન્ડમાં રોયલ સ્ટેગની 2 ખાલી બોટલ મળી આવી. 18 ઓગસ્ટે સામે આવેલા લઠ્ઠાકાંડમાં 16 લોકો સારવાર હેઠળ છે. લઠ્ઠાકાંડ બાદની 3 તસવીર અનેક જગ્યાએ લઠ્ઠાકાંડ થયા, સરકારે ગંભીરતાથી પગલાં લેવા જોઈએ: દર્દીના કાકા દર્દી મુકેશ ડામોરના કાકા લક્ષ્મણભાઈ ડામોરે જણાવ્યું હતું કે, વર્ષોથી મારો ભત્રીજો ભાવનગરમાં કંપનીમાં કામ કરે છે. વર્ષોથી અહીં જ રહે છે. 18 તારીખે મેસેજ મળ્યા કે ભત્રીજાને અસર થઈ છે, એટલે અમે તાત્કાલિક અહીં પહોંચ્યા. ભત્રીજો ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન પર હતો. ત્યારબાદ ગઇકાલે સાંજે 4 વાગ્યે સરકારી હોસ્પિટલમાં શિફ્ટ કર્યો તે ICUમાં છે. અનેક જગ્યાએ લઠ્ઠાકાંડ થયો છે તો સરકારે ગંભીરતાથી પગલાં લેવા જોઈએ. અધિકારીઓ સરકારનું નથી માનતા કે સરકારનું અધિકારીઓ નથી માનતા તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે. સરકાર ગંભીરતાથી પગલાં નહીં લે તો માણસો બરબાદ થઈ જશે. વરતેજના હરદીપ મોરી પાસેથી 10 પેટી રોયલ સ્ટેગની ખરીદી લઠ્ઠાકાંડનો રેલો સિહોર તાલુકા સુધી પહોંચ્યો છે. સિહોર પોલીસે પ્રવીણ જાદવ અને અશ્વિન જાદવ નામના બુટલેગરની ધરપકડ કરી છે, જેમની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. લઠ્ઠાકાંડનું એપી સેન્ટર ગણાતા વરતેજ ગામના હરદીપ મોરી પાસેથી બુટલેગરોએ 10 પેટી રોયલ સ્ટેગની ખરીદી હતી. ત્યારબાદ પ્રવીણ અને અશ્વિને તેમના મિત્રો સાથે 5થી 6 રોયલ સ્ટેગ દારૂનું સેવન કર્યું હતું. હરદીપ 5 પેટી પરત લઈ ગયો અને રિટઝની 10 પેટી આપી ગયો માલ ખરાબ લાગતા રોયલ સ્ટેગની બોટલો હરદીપને પરત લઈ જવા કહ્યું હતું. થોડા દિવસ બાદ હરદીપ 10 પેટીમાંથી 5 પેટી પરત લઈ ગયો અને તેની સામે રિટઝ કંપનીની 10 પેટી આપી ગયો હતો. રોયલ સ્ટેગની સાડા ચાર પેટીનો નાશ કર્યો લઠ્ઠાકાંડ સામે આવતા બંને બુટલેગરોએ સિહોર તાલુકાના સર ગામની સીમમાં ડુંગર વિસ્તારની વચ્ચે 19 તારીખે રોયલ સ્ટેગની સાડા ચાર પેટીનો નાશ કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને શખ્સ પાસેથી રિટઝ કંપનીની 94 બોટલ સહિત 65,800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ સંદર્ભે સિહોર પોલીસે પ્રવીણ જાદવ, અશ્વિન જાદવ અને હરદીપ મોરી સામે પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો હતો. આ પણ વાંચો: દારૂબંધીવાળા ગુજરાતમાં પોલીસે કહ્યું- બારકોડ'8901522000665' નંબરની બોટલનો દારુ પીશો નહીં લઠ્ઠાકાંડ બાદની કાર્યવાહી, 3 તસવીરમાં જુઓ આરોપી જતીને ભાલના પાળીયાદની અવાવરુ જગ્યાએ ખરાબ દારૂનો નાશ કર્યો હતો ભાવનગરના બુટલેગર ગૌતમ સોલંકી અને મધ્ય પ્રદેશના રઇશે ભેગા મળીને નકલી દારૂ બનાવ્યો હતો જેમાં 51 પેટી તૈયાર કરી હતી. જે ગૌતમ અને તેના સાળાએ વેચી દીધી હતી. બીજી વખત દારૂ બનાવ્યો ત્યારે ખૂબ જ ખરાબ દારૂ બન્યો હતો. જેથી આરોપી જતીને ઇથેનોલ અને મિથેનોલના મિશ્રણવાળો દારૂ ભાલના પાળીયાદ ગામે નાશ કર્યો હતો. વાંચો લઠ્ઠાકાંડ પીડિત પરિવારની આપવીતી: દીકરો પિતાની લાશ સામે એક ધારું જોતો રહ્યો લઠ્ઠાકાંડના આ સમાચાર પણ વાંચોઃ 16મીની રાત્રે અહીં થઈ હતી દારુ પાર્ટી, લઠ્ઠાકાંડથી ખરકડીમાં સન્નાટો ભાવનગર લઠ્ઠાકાંડમાં ગાંધીનગરના FSLના રિપોર્ટમાં પણ સનસનીખેજ ખુલાસો થયો છે કે મૃતકોએ દારૂના નામે જે પીધું હતું એમાં શુદ્ધ દારૂ એટલે કે ઇથેનોલ નહીં પરંતુ ઝેરી મિથેનોલ ભરેલું હતું. FSLએ મૃતક અને સારવાર લઇ રહેલા 10 લોકોના સેમ્પલ તપાસ્યા હતા. FSLએ પોલીસે જપ્ત કરેલી દારૂની બોટલ પણ તપાસી હતી. જેમાં 38.59% મિથેનોલ અને માત્ર 0.94% ઇથેનોલ હોવાનું ખૂલ્યું છે. જેનો અર્થ થાય છે કે એ બોટલમાં દારૂના બદલે 38%થી વધુ ઝેરી મિથેનોલ ભરીને વેચવામાં આવી રહ્યું હતું. ગૌતમ સોલંકીના ઘરે આ મિથેનોલયુક્ત દારૂ તૈયાર કર્યો બુટલેગર ગૌતમ સોલંકીએ દારૂ બનાવવા માટે મધ્યપ્રદેશથી ગેંગ બોલાવી હતી. તમામ આરોપીઓએ ભેગા મળી ત્રણ તબક્કામાં દારૂ બનાવ્યો હતો. ગૌતમ સોલંકી અને ઉજ્જૈનના રઇશ નામના શખ્સે ભેગા મળી અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાંથી મિથેનોલ, વ્હાઈટ લિક્વિડ મટિરિયલ, ખાલી બોટલો, ઢાંકણાં અને રોયલ સ્ટેગના સ્ટીકરો ખરીદીને ટ્રાન્સપોર્ટથી વરતેજ લાવ્યા હતા. દારૂ બનાવવા માટે ખાસ ઉજ્જૈનથી નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડૉક્ટરને બોલાવવામાં આવ્યો હતો. જેણે સારસ, ગણેશ અને અમન સાથે મળી ગૌતમ સોલંકીના ઘરે આ મિથેનોલયુક્ત દારૂ તૈયાર કર્યો હતો. મિથેનોલનું કેટલું પ્રમાણ જોખમી હોય છે? મિથેનોલનાં વધુ પ્રમાણથી દારૂ ટોક્સિક બની જાય છે. ત્યારબાદ મિથેનોલ જ્યારે શરીરમાં મેટાબોલાઇઝ થાય તો તે ફાર્મેલ્ડિહાઇડ બનાવે છે અને પછી ફોર્મિક એસિડ બની જાય છે, જે ઝેર છે. આ શરીરમાં જતાં જ મગજ અને આંખને પહેલાં અસર કરે છે. ત્યારબાદ શરીરના બીજો અંગો કામ કરવાનું બંધ થઈ જાય છે અને વ્યક્તિ મરી જાય છે. 15થી 500 ml સુધીનું પ્રમાણ લેવા પર વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે. લઠ્ઠાકાંડમાં ભાવનગરના મુખ્ય બુટલેગર ગૌતમ સહિત 21 સામે FIR ભાવનગરના ઘોઘાના ખરકડી ગામમાં 7 મિત્રોએ 16 ઓગસ્ટે રાત્રે દારૂ પાર્ટી કરી હતી, જેમાં નકલી દારૂ પીવાથી ઉપેન્દ્રસિંહ ગોહિલનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ રાતે લઠ્ઠાકાંડ થયો હોવાનું સામે આવ્યું હતું. વાંચો સંપૂર્ણ અહેવાલ 4 વર્ષ પહેલાં થયો હતો બરવાળા લઠ્ઠાકાંડ 4 વર્ષ પહેલાં ઝેરી કેમિકલ પીવાથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં બરવાળા તાલુકાના રોજિદ ગામમાં જ 12 જણાં મૃત્યુ પામ્યા હતા જ્યારે રાણપુર તાલુકાના 8 લોકો નશો કરવા જતાં મૃત્યુના મુખમાં ધકેલાયા હતા. લઠ્ઠાકાંડના મૃતકોમાં 2 મહિલા પણ હતી. ઝેરી દારુના કારણે 48 કલાકમાં 57 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    એક સંસદ સત્રમાં બિલ લાવવા-પસાર કરવાનો ટ્રેન્ડ વધ્યો:રિપોર્ટ- ચોમાસુ સત્રમાં 7 બિલ ચર્ચા વગર 5 મિનિટમાં જ પસાર
    Next Article
    AAP કાર્યકરો-પોલીસ વચ્ચે રોયલ સ્ટેગની બોટલ માટે ઝપાઝપી:ગૃહમંત્રી હર્ષ સંઘવીનો ફોટો સળગાવી કલેક્ટર કચેરી પાસે વિરોધ, રાજીનામાની માગ કરી સૂત્રોચ્ચાર કર્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment