Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'દીકરીના લગ્ન માટે જોડેલી 20 વર્ષની કમાણી બે કલાકમાં સાફ':જૂનાગઢમાં પરિવાર કુળદેવતાના દર્શને ગયો ને ચોર ટોળકીએ 9 લાખ રોકડ અને 7 તોલા ઘરેણા પર હાથફેરો કર્યો

    4 days ago

    એક પરિવારના 20 વર્ષના અથાગ પરિશ્રમ, સપનાઓ અને દીકરીના લગ્નની તૈયારીઓ માટે જમા કરવામાં આવેલી મહેનતની કમાણી ઘરમાં માત્ર બે કલાકની ગેરહાજરીમાં તસ્કરોના હાથે ધૂળ થઈ ગઈ. જૂનાગઢના જોષીપુરા વિસ્તારમાં રહેતા જયસુખભાઈ રૂપાપરા અને તેમનો પરિવાર કુળદેવતા સુરાપુરા બાપાના દર્શન માટે મંદિરે ગયા હતા ત્યારે ઘરના બંધ તાળાં અને બારીઓ તોડીને ચોરોએ 9 લાખ રૂપિયાની રોકડ અને 7 તોલા સોનાના ઘરેણાં પર હાથફેરો કરીને ફરાર થઈ ગયા. 'અમે સવારે સુરાપુરાના દર્શને ગયા ને તસ્કરો 20 વર્ષની કમાણી લઈ ગયા' ​આ ચોરીની ઘટનામાં ભોગ બનનાર મકાન માલિક જયસુખભાઈ રૂપાપરાએ રડમસ અવાજે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, "અમે સવારે સવા દસ વાગ્યે સુરાપુરા દાદાને પગે લાગવા ગયા હતા. સવા બાર વાગ્યે જ્યારે ઘરે પાછા આવ્યા ત્યારે ઘરના તાળાં અને બારીઓ તૂટેલી હાલતમાં હતી. ઘરમાં તપાસ કરતા માલુમ પડ્યું કે દીકરીના લગ્ન માટે વર્ષોથી ભેગી કરેલી 9 લાખ રૂપિયાની રોકડ અને અંદાજે 7 તોલા સોનાના ઘરેણાં (પાટલા અને વીંટીઓ) તસ્કરો ચોરી ગયા છે. આ અમારી ત્રણ ભાઈઓની 20 વર્ષની મહેનતની કમાણી હતી જે તસ્કરો મિનિટોમાં સાફ કરી ગયા. ચોરીમાં કોઈ જાણભેદુ હોવાની આશંકા ​આ ઘટનાની જાણ થતા જ જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો સ્ટાફ તાત્કાલિક ગોકુલધામ સોસાયટી ખાતે પહોંચી ગયો હતો. પોલીસે ગુનો નોંધીને મકાનનું પંચનામું કર્યું છે. તસ્કરોને પકડવા માટે પોલીસે સોસાયટીના અને આસપાસના રસ્તાઓ પર લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસવાની કામગીરી હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ ચોરીમાં કોઈ જાણભેદુ હોવાની પણ આશંકા સેવાઈ રહી છે, કારણ કે પરિવાર ક્યારે બહાર જાય છે તેની ચોક્કસ માહિતી તસ્કરો પાસે હોય એવું જણાય છે. પોલીસે તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા ​જયસુખભાઈએ પોલીસને વિનંતી કરી છે કે, આ કેસમાં કડક તપાસ કરવામાં આવે, કારણ કે ચોરાયેલી રકમ માત્ર પૈસા નથી પણ તેમના પરિવારના ભવિષ્યના સપનાઓ છે. ધોળા દિવસે થયેલી આ ચોરીને પગલે જોષીપુરા વિસ્તારમાં રહેતા લોકોમાં પણ ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા હાલ અલગ-અલગ ટીમો બનાવી તસ્કરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    RBSE 10th Result 2026 : रिजल्ट देखना है तो ये तैयारियां जरूर कर लें.. | Rajasthan Board Result
    Next Article
    TCSમાં કામ કરતા સાવકા પિતાનું 6 વર્ષની દીકરી પર દુષ્કર્મ:ચીસો સાંભળી માતા રૂમમાં પહોંચી, પિતા કંઢગી હાલતમાં મળ્યો; મહિલાએ ના પાડતા દીકરીને શિકાર બનાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment