Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇન્ડિયન એરફોર્સમાં નોકરીની લાલચમાં ગાંધીનગરમાં TCS એન્જિનિયરે 1.95 લાખ ગુમાવ્યા:રાજકોટની યુવતીને ઈન્સ્ટા ફ્રેન્ડે વાયુસેનામાં ઇન્ટર્નલ સેટિંગથી જોબ મળી જશે કહી ફસાવી

    12 hours ago

    સરકારી તેમજ સંરક્ષણ દળોમાં નોકરી મેળવવાની યુવાનોની ઘેલછાનો લાભ ઉઠાવી સાયબર ગઠિયાઓ અવનવા પેંતરા અજમાવી રહ્યા છે, ત્યારે રાજકોટની એક ઉચ્ચ શિક્ષિત આઈટી એન્જિનિયર યુવતી આવા જ એક ભેજાબાજની જાળમાં ફસાઈ ગઈ હોવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગર ખાતે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) માં સિસ્ટમ એન્જિનિયર તરીકે ફરજ બજાવતી યુવતીને સોશિયલ મીડિયા પર સંપર્ક કરી પોતે ભારતીય વાયુસેનાની પ્રખ્યાત 'સૂર્યકિરણ' ટીમમાં સ્ક્વોડ લીડર હોવાની ખોટી ઓળખ આપીને એરફોર્સમાં નોકરી અપાવવાના બહાને ₹1.95 લાખ પડાવી લેવામાં આવ્યા હતા. છેતરપિંડીનો અહેસાસ થતાં યુવતીએ સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે રાજકોટ યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડીથી સંપર્ક કરી મિત્રતા કેળવી રાજકોટના જામનગર રોડ સ્થિત અવધ રેસિડેન્સીમાં રહેતા 28 વર્ષીય દિશાબા પ્રવિણસિંહ પરમારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ છેલ્લા સાત વર્ષથી ગાંધીનગર સ્થિત ટીસીએસ કંપનીમાં સિસ્ટમ એન્જિનિયર તરીકે કાર્યરત છે અને રજાઓમાં રાજકોટ પરિવાર પાસે આવતા હોય છે. ગત 17 મેના રોજ તેમણે ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરતી એક આઈડી પર મેસેજ કર્યો હતો. સામા પક્ષેથી પ્રત્યુત્તર આપનાર શખ્સે પોતાની ઓળખ પ્રતીક ભારદ્વાજ તરીકે આપી હતી અને જણાવ્યું હતું કે તે ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ ટીમની ફ્લાઇંગ બ્રાન્ચમાં સ્ક્વોડ્રન 52 માં સ્ક્વોડ્રન લીડર તરીકે કર્ણાટકના બિદર એરફોર્સ સ્ટેશન ખાતે ફરજ બજાવે છે. વાયુસેનામાં આંતરિક સેટિંગથી નોકરીની લાલચ આપી પૈસા પડાવ્યા દિશાબાને પણ ડિફેન્સ સેક્ટરમાં નોકરી કરવાની ઉત્કંઠા હોવાથી તેમણે એરફોર્સની કામગીરી અને ભરતી પ્રક્રિયા અંગે વધુ પૂછપરછ શરૂ કરી હતી. સતત ચેટિંગ બાદ આરોપીએ વિશ્વાસ સંપાદન કરી પોતાના અંગત મોબાઈલ નંબરની આપ-લે કરી હતી. ત્યારબાદ ગઠિયાએ વાયુસેનામાં નોકરી અપાવવાની ખાતરી આપી હતી અને આંતરિક નાણાકીય લેતીદેતી દ્વારા સીધી ભરતી થઈ શકે છે તેવી લાલચ આપી હતી. આ વાતોમાં આવીને યુવતીએ પોતાના જરૂરી ઓળખપત્રો, માર્કશીટ અને ફોટોગ્રાફ્સ મોકલી આપ્યા હતા. ત્યારબાદ પ્રોસેસિંગ ફી અને અન્ય ખર્ચના બહાને આરોપીએ અલગ-અલગ તબક્કે કુલ ₹1.95 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા. જોઈનિંગ લેટર ન મળતાં ભાંડો ફૂટ્યો માતબર રકમ ટ્રાન્સફર કર્યા બાદ પણ યુવતીને નિમણૂક પત્ર કે નોકરી અંગેનો કોઈ સત્તાવાર ઓર્ડર મળ્યો નહોતો. તેની સામે આરોપી દ્વારા વધુ નાણાંની માંગણી ચાલુ રાખવામાં આવતાં યુવતીને પોતે ઠગાઈનો ભોગ બની હોવાની પ્રબળ શંકા ગઈ હતી. તેમણે તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક સાધી વિગતો નોંધાવી હતી. આ સમગ્ર મામલે આરોપીના મોબાઈલ નંબર અને ઇન્સ્ટાગ્રામ ચેટના સ્ક્રીનશોટ સહિતના ડિજિટલ પુરાવાઓ રજૂ કરવામાં આવતાં રાજકોટ યુનિવર્સિટી પોલીસે બનાવટી ઓળખ ઊભી કરી છેતરપિંડી આચરવા બદલ ગુનો નોંધીને ટેકનિકલ સેલની મદદથી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    ડારી ગામે સફાઈ, કેચ ધ રેઈન, વૃક્ષારોપણનો ત્રિવિધ કાર્યક્રમ:આવતીકાલે બપોરે 12 વાગ્યે, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, સંસ્થાઓ અને નાગરિકો જોડાશે
    Next Article
    તુરખા ગામે ઉનાળામાં મુસાફરો માટે 60 હજાર લિટર પાણીનું પરબ:8-10 ગામના લોકોને ઠંડુ પાણી મળશે, 1 લાખનો ખર્ચ કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment