Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડારી ગામે સફાઈ, કેચ ધ રેઈન, વૃક્ષારોપણનો ત્રિવિધ કાર્યક્રમ:આવતીકાલે બપોરે 12 વાગ્યે, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, સંસ્થાઓ અને નાગરિકો જોડાશે

    11 hours ago

    રાજ્ય સરકાર દ્વારા દર મહિનાના પહેલા રવિવારે રાજ્યભરમાં 'સઘન સફાઈ ઝુંબેશ', 'કેચ ધ રેઈન' અને 'વૃક્ષારોપણ તથા સુકાયેલા રોપાઓની ફેરબદલી'ના ત્રણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં પણ દર મહિનાના પહેલા રવિવારે આવા કાર્યક્રમો થશે. આ અભિયાન હેઠળ, ચાલુ મહિનાના પહેલા રવિવારે એટલે કે આવતીકાલે, ૬ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ બપોરે ૧૨ વાગ્યે વેરાવળ તાલુકાના ડારી ગામમાં 'સઘન સફાઈ ઝુંબેશ' સહિતનો ત્રિવિધ કાર્યક્રમ યોજાશે. આ સફાઈ કાર્યક્રમમાં સ્થાનિક પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, કોલેજોના વિદ્યાર્થીઓ, તેમજ સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાઓ (NGOs), NSS અને NCCના યુવાનો અને નાગરિકો જોડાશે. નોંધનીય છે કે, દર મહિનાના પહેલા રવિવારે રાજ્યના તમામ જિલ્લા, તાલુકા, મહાનગરપાલિકા, નગરપાલિકા અને ગામડાઓમાં અધિકારીઓ, પદાધિકારીઓ અને લોકોની સક્રિય ભાગીદારીથી આ ત્રણ મુખ્ય કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. આમાં સઘન સફાઈ ઝુંબેશ, 'કેચ ધ રેઈન' (વરસાદી જળ સંગ્રહ) અને વૃક્ષારોપણ યોજના તથા સુકાયેલા રોપાઓની ફેરબદલીનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    રશિયા આગામી 3 દિવસ યુક્રેન પર હુમલો નહીં કરે:પુતિને ટ્રમ્પના જમાઈના મોસ્કો પહોંચવા પર આદેશ આપ્યો, યુદ્ધ સમાપ્ત કરવા પર વાત થશે
    Next Article
    ઇન્ડિયન એરફોર્સમાં નોકરીની લાલચમાં ગાંધીનગરમાં TCS એન્જિનિયરે 1.95 લાખ ગુમાવ્યા:રાજકોટની યુવતીને ઈન્સ્ટા ફ્રેન્ડે વાયુસેનામાં ઇન્ટર્નલ સેટિંગથી જોબ મળી જશે કહી ફસાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment