Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં ગણેશ મહોત્સવ 2026ની તૈયારીઓ તેજ:કલેક્ટરે સમીક્ષા બેઠકમાં મૂર્તિની મહત્તમ ઊંચાઈ, નિયત ડેસિબલ મુજબ જ મ્યુઝિક સિસ્ટમના ઉપયોગ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું

    9 hours ago

    પંચમહાલ જિલ્લામાં આગામી ગણેશ મહોત્સવ-2026ની શાંતિપૂર્ણ અને સુચારુ ઉજવણી માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ સંદર્ભે જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન ખાતે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંબંધિત વહીવટી અધિકારીઓ અને ગણેશ મહોત્સવના વિવિધ આયોજકો ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરે ગણેશજીની મૂર્તિની મહત્તમ ઊંચાઈ અને નિયત ડેસિબલ મુજબ જ મ્યુઝિક સિસ્ટમના ઉપયોગ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિસર્જન માટે ક્રેનની વ્યવસ્થા, વિસર્જન રૂટ અને સમયપાલન સંદર્ભે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વહીવટીતંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા વિવિધ જાહેરનામાના ચુસ્ત અમલીકરણ અંગે આયોજકોને જરૂરી આદેશો અને સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે તે માટે વહીવટીતંત્ર અને આયોજકો વચ્ચે યોગ્ય સંકલન સાધવાનો હતો.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં પ્રથમ રાજકોટમાં ક્રેશ ફ્રી પ્રોજેક્ટ અમલી થશે:સિગ્નલ પર વાહન ઉભું રહેતા જ ઈ - ચલણ, વીમો, PUC, ડુપ્લીકેટ નંબર પ્લેટ ડિસ્પ્લેમાં બતાવશે, જિલ્લા પંચાયત ચોકથી પાઇલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કરાશે
    Next Article
    સુરતના સ્વચ્છતામાં નંબર-1 ના દાવા પોકળ:JTC કંપનીને કરોડોની લહાણી છતાં શેરીઓમાં ગંદકીના ગંજ, ભાજપ શાસકો સામે પૂર્વ કોર્પોરેટરના આકરા પ્રહાર સાથે આંદોલનની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment