Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત જિલ્લામાં બે સ્થળેથી અજાણ્યા મૃતદેહ મળ્યા:પાલોદ અને કામરેજ પોલીસે તપાસ શરૂ કરી

    10 hours ago

    સુરત જિલ્લામાં બે જુદા જુદા સ્થળોએથી અજાણ્યા પુરુષોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પાલોદ અને કામરેજ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પ્રથમ ઘટના પીપોદરા ગામની સીમમાં બની હતી. બંસરી ઇન્ડસ્ટ્રીઝમાં સોમેશ્વર ટેક્ષ એસ્ટેટ એસઆરઆરબીબી એન્ટરપ્રાઇઝ કંપનીની પાછળના ખુલ્લા પ્લોટમાં બાવળના ઝાડ નીચે એક અજાણ્યો પુરુષ મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ અંગે પાલોદ પોલીસને જાણ થતા પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને અજાણ્યા મૃતદેહ અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. બીજી ઘટના કામરેજના આંબોલી ગામ નજીક તાપી નદીમાં બની હતી. નદીના પાણીમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. કામરેજ પોલીસને આ અંગે જાણ થતા તેઓ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહને બહાર કાઢી તેનો કબજો લીધો હતો. હાલ પોલીસે ગુનો નોંધી મૃતકની ઓળખ કરવા માટે કવાયત હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    CBSEનો નિર્ણય, ત્રીજી ભાષામાં બોર્ડની પરીક્ષા નહીં થાય:થ્રી-લેંગ્વેજ પોલિસી પર નવી ગાઈડલાઈન જાહેર, 9મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને પણ એક વખતની છૂટ
    Next Article
    સુત્રાપાડા નગરપાલિકાએ ઘનકચરા વ્યવસ્થાપન નિયમો-2026 પર તાલીમ યોજી:પ્રમુખ, સભ્યો, અધિકારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment