Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તુરખા ગામે ઉનાળામાં મુસાફરો માટે 60 હજાર લિટર પાણીનું પરબ:8-10 ગામના લોકોને ઠંડુ પાણી મળશે, 1 લાખનો ખર્ચ કરાયો

    10 hours ago

    બોટાદ જિલ્લાના તુરખા ગામે ગ્રામજનો દ્વારા આધુનિક પાણીના પરબનું આયોજન કરાયું છે. ઉનાળાની ગરમીમાં ગામમાંથી પસાર થતા મુસાફરો અને આસપાસના 8 થી 10 ગામના લોકોને ઠંડુ પાણી મળી રહે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.કાળુભાઈ બચ્ચુભાઈ જાંગડે જણાવ્યું કે, તેઓ છેલ્લા અઢી વર્ષથી ટિફિન સેવા ચલાવી રહ્યા છે. આ સેવાના પ્રેરણાથી અગાઉ બસ સ્ટેન્ડ પાસે પાણીના પરબની વ્યવસ્થા હતી. હવે તેને સમયની જરૂરિયાત મુજબ આધુનિક પરબમાં બદલવામાં આવ્યું છે. આ પાણીના પરબનો લાભ રોજ અંદાજે 1500 થી 2000 લોકો લે તેવી શક્યતા છે. અહીં ઠંડા પાણી માટે બે વોટર કુલર મૂકવામાં આવશે. સાથે જ માટલાનું પાણી અને ફ્રિજનું ઠંડુ પાણી પીવાની પણ સુવિધા મળશે.પાણીનો પૂરતો જથ્થો સંગ્રહિત રહે તે માટે 60 હજાર લિટરની ક્ષમતાનો મોટો હોજ બનાવવામાં આવ્યો છે. આ હોજ પાછળ અંદાજે 1 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. કાળુભાઈએ વધુમાં જણાવ્યું કે, આ સેવાકીય કાર્યને ગામના લોકોનો 100 ટકા સહયોગ મળી રહ્યો છે. ગામ ઉપરાંત સુરત, વડોદરા અને અમદાવાદ જેવા શહેરોમાં રહેતા ગામના લોકો પણ ગામના વિકાસ અને સેવાકીય કાર્યો માટે સતત સહયોગ આપવા તૈયાર છે. કાળુભાઈએ કહ્યું કે, ગામ માટે કોઈ પણ કામ હોય તો તેમને રાત્રે પણ ફોન કરી શકાય છે, તેઓ ગામના હિત માટે હંમેશા તૈયાર છે. આ સેવાકીય પહેલથી તુરખા ગામમાંથી પસાર થતા રાહદારીઓ, વાહનચાલકો અને આસપાસના ગ્રામજનોને પીવાના પાણીની સુવિધા મળશે.
    Click here to Read More
    Previous Article
    ઇન્ડિયન એરફોર્સમાં નોકરીની લાલચમાં ગાંધીનગરમાં TCS એન્જિનિયરે 1.95 લાખ ગુમાવ્યા:રાજકોટની યુવતીને ઈન્સ્ટા ફ્રેન્ડે વાયુસેનામાં ઇન્ટર્નલ સેટિંગથી જોબ મળી જશે કહી ફસાવી
    Next Article
    India vs Pakistan LIVE Score, Women's Asia Cup 2026: India Win In 8.4 Overs, Pakistan Set Humiliating Record

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment