Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યભરમાં TAT-Sની મુખ્ય પરીક્ષા યોજાશે:403 પરીક્ષા સેન્ટર પર 75 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે, 16 વિષયના શિક્ષક બનવા મુખ્ય પરીક્ષા યોજાશે

    9 hours ago

    રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકે નિમણૂક મેળવવા માટેની શિક્ષક અભિરુચિ કસોટી (TAT Secondary) ની મુખ્ય પરીક્ષાનું અમદાવાદ સહિત રાજ્યભરના તમામ મોટા શહેરોમાં આયોજન કરવામાં આવ્યું છે. પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરનારા 75,000થી વધુ ઉમેદવારો આ મુખ્ય કસોટીમાં બેસશે. સમગ્ર રાજ્યમાં કુલ 493 પરીક્ષા કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં પરીક્ષાની પવિત્રતા જળવાઈ રહે અને કોઈ ગેરરીતિ ન આચરાય તે માટે તમામ ગતિવિધિઓ પર સીસીટીવી (CCTV) કેમેરા દ્વારા સતત બાજ નજર રાખવામાં આવી રહી છે. અમદાવાદમાં 171 સેન્ટર પર 31 હજારથી વધુ પરીક્ષાર્થી અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરી દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થાય તે માટે વ્યાપક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં 84 કેન્દ્રો પર 15 હજારથી વધુ અને પશ્ચિમ વિસ્તારમાં 87 કેન્દ્રો પર 16 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. કોઈપણ અનિચ્છનીય ઘટના અટકાવવા માટે કેન્દ્ર સંચાલકો, બ્લોક સુપરવાઇઝરો તેમજ ઓબ્ઝર્વરોની નિમણૂક કરી તેમને ખાસ તાલીમથી સજ્જ કરાયા છે. આ ઉપરાંત દરેક સેન્ટર પર સરકાર નિયુક્ત પ્રતિનિધિઓ તૈનાત રહીને સમગ્ર પ્રક્રિયાનું સુપરવિઝન કરી રહ્યા છે. પ્રિલિમમાં 1.85 લાખ પૈકી 75,980 ક્વોલિફાય થયા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા અગાઉ લેવાયેલી TAT-S પ્રિલિમિનરી પરીક્ષામાં રાજ્યભરમાંથી અંદાજે 1.85 લાખ જેટલા ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. પરિણામ બાદ તેમાંથી 75,980 ઉમેદવારો મુખ્ય કસોટી આપવા માટે મેરિટમાં સ્થાન મેળવી ક્વોલિફાય જાહેર થયા હતા. આ તમામ ઉમેદવારો માટે નિયત પદ્ધતિ મુજબ બે અલગ-અલગ વર્ણનાત્મક પેપરની પરીક્ષા યોજવામાં આવી રહી છે. SOP ના ચુસ્ત પાલન સાથે ભાષા અને પદ્ધતિશાસ્ત્રની કસોટી આ મુખ્ય પરીક્ષા બે શિફ્ટમાં લેવામાં આવી રહી છે. પ્રથમ પેપર સવારે 10:30થી બપોરે 1:00 વાગ્યા દરમિયાન યોજાશે, જેમાં ભાષા ક્ષમતા અંતર્ગત નિબંધ, સંક્ષેપીકરણ, પત્રલેખન, ચર્ચાપત્ર અને વ્યાકરણને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે. ત્યારબાદ બીજી શિફ્ટમાં બપોરે 3:00થી સાંજે 6:00 વાગ્યા સુધી ઉમેદવારે પસંદ કરેલા વિષયનું કન્ટેન્ટ (વિષયવસ્તુ) અને મેથડ (શિક્ષણ પદ્ધતિ) આધારિત બીજું પેપર લેવાશે. ઉમેદવારો ગુજરાતી માધ્યમના 9 અને અંગ્રેજી માધ્યમના 7 મળી કુલ 16 વિષયોમાં પરીક્ષા આપશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જારી કરાયેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) નું અક્ષરશઃ પાલન કરવાની કડક તાકીદ તમામ કેન્દ્ર સંચાલકોને કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પુણેના કેતન અગ્રવાલ મર્ડર કેસમાં ચાર્જશીટ દાખલ:સિયા-ચેતન પર હત્યાનું કાવતરું રચવાનો આરોપ, ઇન્દોરના રાજા રઘુવંશી મર્ડર કેસ સર્ચ કરવાનો ઉલ્લેખ
    Next Article
    ઓનલાઈન નોંધણી ફરજિયાત:મહેસાણામાં 10 કે તેથી વધુ કર્મચારી વાળા એકમો માટે શ્રમ સેતુ પર નોંધણી અનિવાર્ય, નહીંતર 3 લાખ સુધીનો દંડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment