Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પુણેના કેતન અગ્રવાલ મર્ડર કેસમાં ચાર્જશીટ દાખલ:સિયા-ચેતન પર હત્યાનું કાવતરું રચવાનો આરોપ, ઇન્દોરના રાજા રઘુવંશી મર્ડર કેસ સર્ચ કરવાનો ઉલ્લેખ

    9 hours ago

    પુણેના કેતન અગ્રવાલ હત્યા કેસમાં પોલીસે શનિવારે વડગાંવ માવળ કોર્ટમાં 5053 પાનાંની ચાર્જશીટ દાખલ કરી. પોલીસે દાવો કર્યો છે કે કેતનનું મોત અકસ્માત નહોતું, પરંતુ તેની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ કાવતરામાં કેતનની મંગેતર સિયા ગોયલ અને તેનો પ્રેમી ચેતન ચૌધરી સામેલ હતા. બંને આરોપીઓ પોલીસની કસ્ટડીમાં છે. ચેતનના મિત્ર રિતેશને પણ આરોપી બનાવવામાં આવ્યો છે. ચાર્જશીટમાં આરોપીઓએ ઇન્દોરના રાજા રઘુવંશી હત્યા કેસને ઓનલાઇન સર્ચ કર્યો હોવાનો પણ ઉલ્લેખ છે. ચાર્જશીટમાં વોટ્સએપ ચેટ, તસવીરો, મોબાઇલ ફોનનો ડેટા, કોલ ડિટેલ રેકોર્ડ અને સાક્ષીઓનાં નિવેદનો સામેલ કરવામાં આવ્યા છે. પોલીસે આ મામલે આશરે 80થી 85 સાક્ષીઓનાં નિવેદનો નોંધ્યાં છે. 18 જૂને કેતનનો મૃતદેહ મળ્યો સિયા અને કેતન 18 જૂને પુણેના લોહગઢ કિલ્લા પર ફરવા ગયા હતા. આ દરમિયાન ખીણમાં પડી જવાથી કેતનનું મૃત્યુ થયું હતું. શરૂઆતમાં તેને અકસ્માત માનવામાં આવ્યો હતો. જણાવવામાં આવ્યું હતું કે ખડક પાસે ફોટો પડાવતી વખતે કેતનનો પગ લપસી ગયો અને તે નીચે પડી ગયો. પોલીસે જ્યારે મામલાની તપાસ શરૂ કરી ત્યારે કિલ્લાના ટિકિટ કાઉન્ટર પાસે લાગેલા સીસીટીવી ફૂટેજમાં હૂડી પહેરેલો એક શંકાસ્પદ વ્યક્તિ નજરે પડ્યો, જે કેતન અને સિયાનો પીછો કરી રહ્યો હતો. તપાસમાં તેની ઓળખ ચેતન ચૌધરી તરીકે થઈ, જે સિયાનો પ્રેમી હોવાનું કહેવાય છે. ચાર્જશીટની 10 મહત્વની વાતો 1. અકસ્માત નહીં, હત્યાના કાવતરાનો આરોપ: પોલીસના જણાવ્યા અનુસાર 18 જૂને લોહાગઢમાં લગભગ 350-400 ફૂટ ઊંડી ખીણમાં પડવાથી કેતનનું મૃત્યુ થયું હતું. તપાસ બાદ પોલીસે તેને અકસ્માત નહીં, પરંતુ કથિત હત્યાનું કાવતરું ગણાવ્યું છે. 2. CCTVમાં હૂડી પહેરેલો વ્યક્તિ દેખાયો: લોહાગઢના ટિકિટ કાઉન્ટરના CCTV ફૂટેજમાં કેતન અને સિયાની પાછળ હૂડી પહેરેલો એક વ્યક્તિ નજરે પડ્યો હતો. પોલીસે તેની ઓળખ ચેતન ચૌધરી તરીકે કરી છે. 3. ચેતને મોબાઇલ ઓફિસમાં છોડી દીધો: પોલીસ અનુસાર 18 જૂને ચેતનના મોબાઇલનું ઇન્ટરનેટ સવારે 7 વાગ્યાથી સાંજે 5:40 વાગ્યા સુધી બંધ હતું. આરોપ છે કે તેણે મોબાઇલ જાણીજોઈને ઓફિસમાં છોડી દીધો, જેથી તેની લોકેશન ઘટનાસ્થળે ન મળે. 4. સિયા-ચેતન વચ્ચે હજારો કોલ: પોલીસે બંનેના કોલ ડિટેલ રેકોર્ડ તપાસ્યા. તેમાં સિયા અને ચેતન વચ્ચે હજારો કોલ અને ઘણી લાંબી વાતચીત મળી હોવાનો દાવો છે. પોલીસે તેને કથિત કાવતરું સાથે જોડતો ડિજિટલ પુરાવો ગણાવ્યો છે. 5. 14 જૂને પણ કેતનને લોહાગઢ લઈ ગયા: ચાર્જશીટ મુજબ 18 જૂનથી ચાર દિવસ પહેલાં સિયા કેતનને લોહાગઢ લઈ ગઈ હતી. પોલીસનો આરોપ છે કે ત્યાં તેને ખડક પરથી ધક્કો મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે ઝાડી પકડીને બચી ગયો. 6. 17 જૂને કેફેમાં કથિત આયોજન: પોલીસ અનુસાર સિયા અને ચેતન 17 જૂને પુણેના એક કેફેમાં મળ્યા હતા. આરોપ છે કે બંનેએ લોહાગઢના વીડિયો અને નકશો જોઈને હત્યાની યોજના અંગે ચર્ચા કરી હતી. 7. હત્યાની રીતનું કથિત રિહર્સલ: ચાર્જશીટમાં પોલીસે દાવો કર્યો છે કે કેફેની પાસે બંનેએ કેતનને ધક્કો મારવાની રીતની કથિત રીતે પ્રેક્ટિસ પણ કરી હતી. 8. સિયાની સર્ચ હિસ્ટ્રી પણ પુરાવો: પોલીસ મુજબ સિયાની ઓનલાઇન સર્ચ હિસ્ટ્રીમાં લોહાગઢમાં 2025માં એક મહિલાના પહાડ પરથી પડી જવાથી થયેલા મૃત્યુ સંબંધિત માહિતી મળી હતી. આ ઉપરાંત રાજા રઘુવંશી હત્યાકાંડ સાથે જોડાયેલી સર્ચનો પણ દાવો કરવામાં આવ્યો છે. 9. સોપારી આપીને હત્યાનો પ્રયાસ કરવાનો પણ આરોપ: ચાર્જશીટમાં ચેતનના મિત્ર રિતેશ હાંગેને પણ આરોપી બનાવવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, બેંગલુરુમાં રહેતા રિતેશના મિત્ર મારફતે સોપારી આપીને હત્યા કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ યોજના સફળ થઈ નહોતી. પોલીસે તે મિત્રને સાક્ષી બનાવ્યો છે. 10. 80-85 સાક્ષીઓ અને ડિજિટલ પુરાવાઓના આધારે કેસ: ચાર્જશીટમાં આશરે 80-85 સાક્ષીઓનાં નિવેદનો નોંધવામાં આવ્યા છે. તેમાં 3 એવા સાક્ષીઓનો પણ ઉલ્લેખ છે, જેમણે કથિત રીતે ઘટના દરમિયાન સિયા અને ચેતનને જોયા હતા. પોલીસે વોટ્સએપ ચેટ, ફોટા, મોબાઇલ ડેટા, CDR, CCTV અને તકનીકી તપાસને પણ મહત્વના પુરાવા બનાવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    गुरुग्राम में थार का आतंक, बीच सड़क कार को कई बार मारी टक्कर, वीडियो वायरल
    Next Article
    રાજ્યભરમાં TAT-Sની મુખ્ય પરીક્ષા યોજાશે:403 પરીક્ષા સેન્ટર પર 75 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે, 16 વિષયના શિક્ષક બનવા મુખ્ય પરીક્ષા યોજાશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment