Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    TAT-S 2026 મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર:20 સપ્ટેમ્બરે પરીક્ષા, 7 સપ્ટેમ્બરથી હોલ ટિકિટ ડાઉનલોડ થશે

    2 days ago

    રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકે નિમણૂક મેળવવા માટેની શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) TAT-S 2026ની મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ TAT-S 2026ની મુખ્ય પરીક્ષા 20 સપ્ટેમ્બર, 2026ના રોજ લેવામાં આવશે. રાજ્ય પરીક્ષા બોર્ડે જણાવ્યું છે કે, TAT-S 2026ની પ્રાથમિક કસોટીનું આયોજન અગાઉ 3 મે, 2026ના રોજ કરવામાં આવ્યું હતું અને તેનું પરિણામ 4 સપ્ટેમ્બર, 2026ના રોજ જાહેર કરવામાં આવશે. ત્યારબાદ મુખ્ય પરીક્ષા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 7 સપ્ટેમ્બરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે મુખ્ય પરીક્ષામાં બેસનારા ઉમેદવારો માટે 7 સપ્ટેમ્બર, 2026ના રોજથી હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની સુવિધા શરૂ કરવામાં આવશે. ઉમેદવારો રાજ્ય પરીક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઇટ SEBEXAM.ORG પરથી હોલ ટિકિટ મેળવી શકશે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે, પરીક્ષા સંબંધિત અન્ય બાબતો અને માર્ગદર્શિકા અગાઉ જાહેર કરાયેલા જાહેરનામા મુજબ જ રહેશે. પરીક્ષા અંગેની વિગતવાર અને સત્તાવાર માહિતી માટે ઉમેદવારોએ SEBEXAM.ORG વેબસાઇટ નિયમિત રીતે ચેક કરતા રહેવા સૂચના આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રામમંદિરમાં દાન ચોરી મામલે સંસદમાં પ્રદર્શન:લોકસભામાં સુપ્રીમ કોર્ટના જજોની સંખ્યા વધારતું બિલ પસાર, રાજ્યસભામાં MSME સંશોધન બિલ પસાર
    Next Article
    કલેકટર કચેરીમાં કોંગ્રેસનો હલ્લાબોલ:રાજ્ય સરકારનો ખેડૂત વિરોધી પરિપત્ર રદ કરવાની CM સમક્ષ રજૂઆત, એક વીજ પોલ દીઠ 2 કરોડ આપવાની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment