Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રામમંદિરમાં દાન ચોરી મામલે સંસદમાં પ્રદર્શન:લોકસભામાં સુપ્રીમ કોર્ટના જજોની સંખ્યા વધારતું બિલ પસાર, રાજ્યસભામાં MSME સંશોધન બિલ પસાર

    3 days ago

    રામ મંદિરમાં દાન ચોરીના મુદ્દે લોકસભામાં વિપક્ષી સભ્યોના સતત હોબાળાને કારણે સદનની કાર્યવાહી મંગળવાર સુધી સ્થગિત કરવામાં આવી છે. આ પહેલા લોકસભાએ સુપ્રીમ કોર્ટના જજોની સંખ્યા (CJI સહિત) 34 થી વધારીને 38 કરવા સંબંધિત બિલ ચર્ચા વિના પસાર કરી દીધું. જ્યારે રાજ્યસભાએ MSME વિકાસ (સુધારા) બિલ પસાર કરી દીધું. આ પછી સંસદની કાર્યવાહી મંગળવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી. વિપક્ષી સાંસદોએ પ્રશ્નકાળ શરૂ થતાં જ નીટ પેપર લીકના વિરોધમાં પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી અને રામ મંદિર દાન ચોરીના મુદ્દે હોબાળો શરૂ કરી દીધો. વિપક્ષે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના મુદ્દે ગૃહમંત્રી અમિત શાહને ગૃહમાં આવવા અને તેમના નિવેદનની માંગ કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા. સંસદમાં થયેલા વિરોધ પ્રદર્શનની 3 તસવીરો... ચોમાસુ સત્ર દરમિયાન બે બિલ પસાર થયા સંસદ સત્ર માટે 8 બિલ લિસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી વંદે માતરમ અને પબ્લિક એક્ઝામિનેશન સુધારા બિલ (પેપર લીક) બંને ગૃહોમાં પસાર થઈ ચૂક્યા છે. જ્યારે, જન્મ-મૃત્યુ નોંધણી (સુધારા) બિલ, સુપ્રીમ કોર્ટ (જજની સંખ્યા) સુધારા બિલ, આવકવેરા (સુધારા) બિલ, MSME વિકાસ (સુધારા) બિલ, વિદેશી યોગદાન (FCRA) સુધારા બિલ અને વિકસિત ભારત શિક્ષણ અધિષ્ઠાન બિલને હજુ સંસદની મંજૂરી મળી નથી. સંસદ સત્ર સંબંધિત અપડેટ્સ માટે નીચેના લાઇવ બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    कितने एकड़ में फैला सलमान खान का पनवेल वाला फार्म हाउस, गेहूं, धान से लेकर उगाते हैं ऑर्गेनिक फल-सब्जियां
    Next Article
    TAT-S 2026 મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર:20 સપ્ટેમ્બરે પરીક્ષા, 7 સપ્ટેમ્બરથી હોલ ટિકિટ ડાઉનલોડ થશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment