Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલેકટર કચેરીમાં કોંગ્રેસનો હલ્લાબોલ:રાજ્ય સરકારનો ખેડૂત વિરોધી પરિપત્ર રદ કરવાની CM સમક્ષ રજૂઆત, એક વીજ પોલ દીઠ 2 કરોડ આપવાની માંગ

    2 days ago

    રાજકોટ કલેકટર કચેરી ખાતે આજે કોંગ્રેસની આગેવાનીમાં ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો. વીજપોલને લઈને વળતર મામલાનો રાજ્ય સરકારના પરિપત્રમાં 200 ટકા વળતરની વાત પણ તે માત્ર 3 ટકા ખેડૂતોને, સરકારે સૂચવેલા વેલ્યુઆરો બિનખેતીની જમીન માટેના છે. જે ખેતીની જમીનમાં કામ ન આવી શકે ત્યારે ખેડૂત વિરોધી પરિપત્ર રદ કરવાની માંગ સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર બોલાવવામાં આવ્યા હતા. આ દરમિયાન એક વીજ પોલ દીઠ ખેડૂતોને 2 કરોડ આપો" અને"પરિપત્રની માયાજાળ; ખેડૂતો માટે બની કાળ" જેવા લખાણો સાથે પોસ્ટરો ખેડૂતો દ્વારા બતાવવામાં આવ્યા હતા. અનેક સ્લોગનો સાથેના બેનરો લઈ ખેડૂતોએ વિરોધ કર્યો કલેક્ટર કચેરી ખાતેના વિરોધ પ્રદર્શન દરમિયાન "ખેડૂતોની છાતી પર વીજ પોલ ઉભા કરવાનું બંધ કરો", "ખેડૂતોનો પાક થાય ધૂળધાળી; સરકાર - વીજ કંપની કરે ઉજાણી", "એક વીજ પોલ દીઠ ખેડૂતોને 2 કરોડ આપો", "પરિપત્રની માયાજાળ; ખેડૂતો માટે બની કાળ", "વીજ કંપનીઓને લીલા લહેર; ખેડૂતોને કાળો કહેર", "ગામ મારું, ખેતર મારું ને પાક મારો.., શા માટે નીકળે એમાં વાયર તારો", "કંપની વીજળી વેચી ધંધો કરે છે તો ખેડૂતોને તેમાં હિસ્સો આપે." જેવા સ્લોગનો સાથેના બેનર બતાવવામાં આવ્યા હતા. 97 ટકા ખેડૂતોને માત્ર 30% વળતર મળવાનું છે દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલીયાએ જણાવ્યું હતું કે, જે પરિપત્ર ગત તા.4 જુલાઈ, 2026 ના રોજ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો અને લેવામાં આવ્યું કે આ પરિપત્ર ખેડૂતોના હિતમાં છે. મોટા વાયદાઓ અને વચન આપી આ પરિપત્ર જ્યારે અમલમાં આવ્યો ત્યારે સરકાર 200% વળતરની વાત કરતી હતી પરંતુ તે વળતર માત્ર ત્રણ ટકા ખેડૂતોને જ મળે તેમ છે. જ્યારે 97 ટકા ખેડૂતોને માત્ર 30% વળતર મળવાનું છે. આ ઉપરાંત અમારી માગણી હતી કે માર્કેટ ભાવના ચાર ગણું વળતર આપવામાં આવે. અમારા ખેતરમાં જે તાર ઊભો થાય છે તે જિંદગીભરનું જોખમ છે અત્યારે થાંભલો તૂટે, તાર પડે અને શોર્ટ સર્કિટ થાય તો આ જોખમ સામેની પોલીસીનો ક્યાંય સમાવેશ કરવામાં આવ્યો નથી. ખેતીની જમીન વેલ્યુ નક્કી કરવા માટેના એક પણ વેલ્યુઅરો નથી તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકારે જે પરિપત્ર કર્યો તેમાં વેલ્યુઅર નિમવાની વાત કરી. જેમાં પણ એવી વાત કરી કે તેમાં ડ્રો સિસ્ટમ થશે અને તેમાંથી જ ઓછી કિંમત હશે તે થશે એટલે ખેડૂતો ઓટોમેટીક તેમાંથી બહાર નીકળી જાય. ખેડૂતોનો આમાં ક્યાં સમાવેશ થતો નથી. સરકારે જે વેલ્યુલરોનું લિસ્ટ આપ્યું છે, તે બિનખેતીની જમીન નક્કી કરવા માટેના છે. ખેતીની જમીન વેલ્યુ નક્કી કરવા માટેના એક પણ વેલ્યુઅરો નથી. ખેડૂત વિરોધી આ પરિપત્ર રદ કરવામાં આવે તેમણે અંતમાં જણાવ્યું કે, ગુજરાત હાઇકોર્ટનું તાજેતરનું જજમેન્ટ એવું છે કે, બિનખેતીની જમીનની વેલ્યુ નક્કી કરનાર વ્યક્તિ ખેતીની જમીનની વેલ્યુ નક્કી ન કરી શકે અને બિનખેતીની જમીનની વેલ્યુ નક્કી કરનાર ખેતીની જમીનની વેલ્યુ નક્કી ન કરી શકે. સરકારે ખેતીની જમીન નક્કી કરનાર એક પણ વેલ્યુઅર જાહેર કર્યો નથી અને સરકાર અમારી પાસેથી વેલ્યુઅર માંગે છે તો અમારે કઈ રીતે વેલ્યુઅર આપવો. જેથી અમે રાજકોટ કલેકટરના માધ્યમથી મુખ્યમંત્રીને રજૂઆત કરીએ છીએ કે ખેડૂત વિરોધી આ પરિપત્ર રદ કરવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    TAT-S 2026 મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર:20 સપ્ટેમ્બરે પરીક્ષા, 7 સપ્ટેમ્બરથી હોલ ટિકિટ ડાઉનલોડ થશે
    Next Article
    બોટાદ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો:વિદ્યાર્થીઓને માર્ગ સુરક્ષા નિયમોનું પાલન કરવા અપાઈ સમજ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment