Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં TAT-HS પરીક્ષાના પરિણામ સામે રોષ:30 હજારથી વધુ ઉમેદવારો નાપાસ, GSEB સામે વિરોધ પ્રદર્શન યોજી આવેદનપત્ર પાઠવાયું

    9 hours ago

    ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે ચર્ચાનો વિષય બનેલી ‘ટાટ હાયર સેકન્ડરી’ (TAT-HS) મુખ્ય પરીક્ષાના પરિણામને લઈને ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરીક્ષાના પરિણામમાં વ્યાપક અનિયમિતતાઓ અને અસંતોષકારક ગુણાંકનને કારણે આજે ઉમેદવારોએ ગાંધીનગરના સેક્ટર-21 ખાતે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ સામે ઉગ્ર વિરોધ નોંધાવીને બોર્ડના સત્તાધીશોને આવેદનપત્ર પાઠવી પરિણામની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી હતી. 47 હજારમાંથી માત્ર 16 હજાર ઉમેદવારો જ સફળ આ મહત્વપૂર્ણ પરીક્ષા માટે રાજ્યભર માંથી અંદાજે 47,000 જેટલા લાયક ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જો કે, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામમાં આશ્ચર્યજનક સ્થિતિ સર્જાઈ છે. જેમાં આશરે 30,000 જેટલા ઉમેદવારોને નાપાસ જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે માત્ર 16,000 જેટલા ઉમેદવારો જ સફળ થયા છે. અનુભવી શૈક્ષણિક સ્ટાફનું પરિણામ પણ ખુબ જ નીચું: ઉમેદવારો આટલી મોટી સંખ્યામાં ઉમેદવારો નાપાસ થતાં અને ગુણવત્તાસભર વિદ્યાર્થીઓ તેમજ ગોલ્ડ મેડાલિસ્ટ અને પીએચ.ડી. ધારકોના પરિણામો પણ અપેક્ષિત ન આવતા ઉમેદવારોમાં ભારે આશ્ચર્ય અને રોષ ફેલાયો છે. આ અંગે ઉમેદવારોએ જણાવ્યું હતું કે, પરીક્ષામાં બેઠેલા તેજસ્વી અને અનુભવી શૈક્ષણિક સ્ટાફનું પરિણામ પણ ખુબ જ નીચું અને અપેક્ષાઓ વિપરીત આવ્યું છે. 'દરેક ઉમેદવારની ઉત્તરવહી અને આન્સર કી જાહેર થાય' ઉમેદવારોએ આવેદનપત્ર પાઠવી માંગ કરી છે કે, ટાટ એચ.એસ. મુખ્ય પરીક્ષાના બંને પેપરોના ગુણ અલગ અલગ જાહેર કરવામાં આવે, દરેક ઉમેદવારની ઉત્તરવહી અને આન્સર કી જાહેર થાય, તેમજ મૂલ્યાંકન પદ્ધતિ અને તેના ચોક્કસ નિયમો સ્પષ્ટ કરવામાં આવે. આ સાથે જ, પેપર-1 આપનારા અને નાપાસ થયેલા ઉમેદવારોને તેની વિગતવાર માહિતી આપવાની પણ માંગ કરાઈ છે. 'નિષ્પક્ષ તપાસ કરીને ઉમેદવારોના હિતમાં નિર્ણય કરવો જોઈએ' આ સમગ્ર વિરોધ પ્રદર્શન અંગે પ્રતિક્રિયા આપતા ઉમેદવાર ડૉ. ભાવેશ પારેખે જણાવ્યું હતું કે, અમે ખૂબ જ મહેનત અને લગ્નથી આ પરીક્ષા આપી હતી, પરંતુ પરિણામમાં આવેલા આંકડાકીય વિસંગતતાઓ અને અણધાર્યા ગુણને કારણે ઉમેદવારોના ભવિષ્ય પર પ્રશ્નાર્થ સર્જાયો છે. રાજ્ય પરીક્ષા બોર્ડે આ મામલે ત્વરિત અને નિષ્પક્ષ તપાસ કરીને ઉમેદવારોના હિતમાં સાચો નિર્ણય કરવો જોઈએ. હાલ તો ઉમેદવારોના વિરોધ અને રજૂઆતના પગલે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી અને તપાસની ખાતરી આપવામાં આવી છે, ત્યારે આગામી દિવસોમાં આ અંગે શું નિર્ણયો લેવાય છે તેના પર સૌની નજર ટકેલી છે.
    Click here to Read More
    Previous Article
    ઘરકંકાસમાં પત્નીની કરપીણ હત્યા:પાલિયા ગ્રાઉન્ડમાં પતિએ માથામાં લાકડાના ફટકા મારી 45 વર્ષીય મહિલાને મોતને ઘાટ ઉતારી, આરોપી ફરાર
    Next Article
    રાંદેરમાં ગેસ સિલિન્ડર લગાવ્યાની થોડી જ મિનિટોમાં બ્લાસ્ટ:મકાનની છત પણ તૂટી ગઈ, રોકડ રકમ સહિત તમામ ઘરવખરી બળીને ખાખ; બાજુનું ઘર પણ ઝપેટમાં આવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment