Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાંદેરમાં ગેસ સિલિન્ડર લગાવ્યાની થોડી જ મિનિટોમાં બ્લાસ્ટ:મકાનની છત પણ તૂટી ગઈ, રોકડ રકમ સહિત તમામ ઘરવખરી બળીને ખાખ; બાજુનું ઘર પણ ઝપેટમાં આવ્યું

    12 hours ago

    સુરતના રાંદેર સ્થિત પાયકવાડ વિસ્તારમાં ભારત ગેસનો નવો સિલિન્ડર લગાવ્યાની થોડી જ ક્ષણોમાં ભયાનક વિસ્ફોટ થવાની ઘટના બની છે. આ પ્રચંડ બ્લાસ્ટને કારણે મકાનને ભારે નુકસાન પહોંચ્યું હતું અને ઘરનો મોટાભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક દોડી આવી હતી, પરંતુ વિસ્તારની ગલીઓ સાંકડી હોવાને કારણે ફાયરની ગાડીઓને ઘટનાસ્થળે પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગેસની બોટલ લગાવ્યા બાદ શરૂ કરતા આગ પાયકવાડ વિસ્તારમાં રહેતા પરિવારે સોમવારે સવારે 10:00 વાગ્યાના સુમારે ભારત ગેસની નવી બોટલ (સિલિન્ડર) મંગાવી હતી. ફિરદોજ બાનુ નામના વ્યક્તિ દ્વારા ગેસની આ બોટલ ઘરે પહોંચાડવામાં આવી હતી. બોટલ આવ્યા બાદ ઘરના સભ્ય તાહેરા બાનુ દ્વારા રસોડામાં ગેસનો બોટલ ફીટ કરવામાં આવ્યો હતો. બોટલ જોડ્યા બાદ જેવું પાણી ગરમ કરવા માટે ગેસ ચાલુ કર્યો, તેવી જ અચાનક આગ ભભૂકી ઉઠી હતી. બાજુના ઘરમાં પણ આગ, તમામ સામાન બળીને ખાખ આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે થોડી જ ક્ષણોમાં ગેસની બોટલ ધડાકાભેર ફાટી હતી. બોટલના બ્લાસ્ટની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે, તેના કારણે મુખ્ય ઘરની સાથે-સાથે બાજુના ઘરમાં પણ આગ ફેલાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ઘરમાં રહેલો રાચરચીલો, અનાજ, ઈલેક્ટ્રોનિક સામાન અને ઘરવખરીની તમામ ચીજવસ્તુઓ આગમાં બળીને ખાખ થઈ ગઈ છે. પ્રાથમિક અંદાજ મુજબ આ દુર્ઘટનામાં પરિવારને આશરે રૂ. 1 લાખથી વધુનું આર્થિક નુકસાન થયું છે. ફાયર વિભાગની ટીમને પણ પહોંચતા મુશ્કેલી પડી આ દુર્ઘટના બાદ વિસ્તારમાં ગલીઓ સાંકડી હોવાને કારણે ફાયર વિભાગની ગાડીઓને ઘટનાસ્થળે પહોંચવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે, સ્થાનિક લોકોની મદદ અને ફાયર જવાનોના પ્રયાસોથી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, જેથી મોટી જાનહાનિ ટળી હતી. સવારે અમે જાતે જ ગોડાઉનથી ગેસનો બોટલ લાવ્યા હતાઃ શેખ ફિરદોસા શેખ ફિરદોસાએ જણાવ્યું હતું કે, આ મારા મમ્મી-પપ્પાનું ઘર છે અને અમે લોકો અહીંયા રહીએ છીએ. બે દિવસથી મમ્મી-પપ્પા ઘરે નહોતા અને અમે લોકોએ ગેસની બોટલ નોંધાવેલી હતી, પરંતુ તે આવી નહીં. આજે સવારે અમે જાતે જ ગોડાઉનથી ગેસનો બોટલ લઈને આવ્યા હતા. હજુ સવારે 10 વાગ્યાની આસપાસ બોટલ લઈને આવ્યા અને મમ્મીએ ગેસનો બોટલ લગાવીને પપ્પા માટે ગરમ પાણી મૂક્યું. તે સમયે હું ઓફિસે જતી રહી હતી, મારા હસબન્ડ કામ પર જતા રહ્યાં હતાં અને ભાઈ હોસ્પિટલ ગયો હતો. 'કપડાંથી લઈને રોકડ રકમ સહિતનું બધુ જ બળીને ખાખ' જેવું પાણી મૂક્યું અને મમ્મી વાડામાં ગયા, તેટલામાં આ બોટલ ફાટી હતી. આ બોટલ તદ્દન નવી જ ગોડાઉનથી લાવ્યા હતા, તેમાં કોઈ જ પ્રોબ્લેમ નહોતો. આ વિસ્ફોટના કારણે અમારા ઘરની હાલત ખરાબ થઈ ગઈ છે. આમાં અમારા કપડાંથી લઈને રોકડ રકમ અને બધી જ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ છે. ઉપર મારી ફોઈનું ઘર છે, આખો માળ નીચે આવી ગયો છે. અમે તો તદ્દન ઘરબાર વગરના થઈ ગયા છીએ. ઘરના સભ્યો વિશે વાત કરતા તેમણે કહ્યું કે, મમ્મી પેરાલિસિસ છે અને પપ્પાને પણ પ્રોબ્લેમ હોવાથી તેઓ ઘરે જ રહે છે. ભાઈ ઓટી આસિસ્ટન્ટ છે અને હોસ્પિટલ જાય છે, જ્યારે હું નોર્મલ ઓફિસમાં જોબ કરું છું. 'ફ્રીજના બે ફાડા થઈ ગયા છે' મારી ફોઈનું પણ આખું બધું જ બળીને ખાખ થઈ ગયું છે. નાના છોકરાના રમકડાં, કપડાં અને અનાજ સહિતની કોઈ વસ્તુ બાકી રહી નથી. ફ્રીજના બે ફાડા થઈ ગયા છે અને વોશિંગ મશીન આખું દબાઈ ગયું છે. ફાયર બ્રિગેડનો અને શેરીના છોકરાઓનો ખૂબ આભાર છે કે, જેમણે મારી મમ્મી-પપ્પાને સહીસલામત બહાર કાઢ્યા.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં TAT-HS પરીક્ષાના પરિણામ સામે રોષ:30 હજારથી વધુ ઉમેદવારો નાપાસ, GSEB સામે વિરોધ પ્રદર્શન યોજી આવેદનપત્ર પાઠવાયું
    Next Article
    વલસાડમાં જલારામ જયંતીની ઉજવણી થઈ:રામ રોટી ચોકમાં કલાકારોએ સંતવાણી રજૂ કરી; બપોરે આરતી પછી મહાપ્રસાદ અપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment