Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છની પ્રાથમિક શાળાઓમાં 45 જ્ઞાન સહાયકોની ભરતી:અંગ્રેજી શિક્ષણ મજબૂત કરવા મહેકમ મર્યાદા વિના વિશેષ પહેલ

    23 hours ago

    કચ્છ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં અંગ્રેજી ભાષાના શિક્ષણને સુદૃઢ બનાવવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 45 જ્ઞાન સહાયકોની નિમણૂક કરવામાં આવી છે. આ જ્ઞાન સહાયકો અંગ્રેજી ભાષાના શિક્ષક તરીકે શાળાઓમાં સેવાઓ આપશે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે પ્રાથમિક સ્તરે અંગ્રેજી ભાષાના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે મહેકમની મર્યાદાને ધ્યાનમાં લીધા વિના આ વિશેષ ભરતી હાથ ધરી હતી. ખાસ કરીને વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી એવી પ્રાથમિક શાળાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે, જ્યાં અંગ્રેજી ભાષા માટે અલગ શિક્ષકની ઉપલબ્ધતા ન હતી. આ નવી નિમણૂકોથી આવી શાળાઓમાં અંગ્રેજી શિક્ષણની વ્યવસ્થા વધુ મજબૂત બનશે. જિલ્લા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણાધિકારી સંજય પરમારે આ પહેલ અંગે જણાવ્યું હતું કે, આજના સ્પર્ધાત્મક યુગમાં અંગ્રેજી ભાષાનું જ્ઞાન વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને વ્યવસાયિક વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. વિદ્યાર્થીઓને પ્રાથમિક કક્ષાથી જ યોગ્ય માર્ગદર્શન મળવાથી તેમના વાંચન, લેખન, ઉચ્ચારણ અને સંવાદ કૌશલ્યમાં સુધારો લાવી શકાય છે. આ જ હેતુસર આ વિશેષ ભરતી કરવામાં આવી છે. નવનિયુક્ત જ્ઞાન સહાયકોને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન દિનેશભાઈ રૂડાણી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારના હસ્તે નિમણૂક હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. નિમણૂક મેળવનારા શિક્ષકો હવે તેમને ફાળવવામાં આવેલી શાળાઓમાં ફરજ બજાવી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત અંગ્રેજી ભાષાનું શિક્ષણ પૂરું પાડશે. આ 45 જ્ઞાન સહાયકોની નિમણૂકથી મોટી વિદ્યાર્થી સંખ્યા ધરાવતી પ્રાથમિક શાળાઓમાં અંગ્રેજી શિક્ષણની અછત દૂર થશે. આનાથી વિદ્યાર્થીઓમાં ભાષા કૌશલ્ય અને આત્મવિશ્વાસ વધવાની સાથે જિલ્લાના શૈક્ષણિક વાતાવરણમાં પણ સકારાત્મક પરિવર્તન આવવાની અપેક્ષા છે, જે પ્રાથમિક શિક્ષણના પાયાને વધુ મજબૂત બનાવશે.
    Click here to Read More
    Previous Article
    એરપોર્ટ રોડ પર વાડીમાંથી પાણીની પાઇપલાઇન અને ફુવારાની ચોરી:કેશોદના એરપોર્ટ રોડ પર વાડીમાં અજાણ્યા તસ્કરો 28,900 રૂપિયાની પાઇપલાઇન અને ફુવારા ચોરી ફરાર, સીસીટીવીને આધારે પોલીસે તપાસ હાથ ધરી.
    Next Article
    સુરતમાં પરિવારના પાંચ સભ્યને ફૂડ પોઈઝનિંગ, 5 વર્ષની દીકરીનું મોત:શીતલ રેસ્ટોરન્ટમાંથી મંગાવેલું જમ્યા બાદ તબિયત લથડી; માતા-પિતા અને બે દીકરી ગંભીર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment