Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    TAT HSમાં ગોલ્ડ મેડાલિસ્ટ નાપાસ:ઉચ્ચતર માધ્યમિકના શિક્ષક બનવા માટેની પરીક્ષામાં 30 હજાર નાપાસ થતાં રાજકોટમાં કલેક્ટરને રજૂઆત

    15 hours ago

    રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તાજેતરમાં લેવાનારી TAT HS (ટાટ એચએસ) પરીક્ષામાં વિસંગતતાઓ અને પારદર્શિતાના અભાવ મુદ્દે આજે રાજકોટ જિલ્લામાં ઉમેદવારો એકત્ર થયા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં અગાઉ તત્કાલીન શિક્ષણ મંત્રીના હસ્તે હિન્દી વિષયમાં માસ્ટર ડિગ્રીમા ગોલ્ડમેડલ મેળવતા 15 વર્ષના અનુભવી શિક્ષક આચાર્ય બનવા માટેની પરીક્ષામાં નાપાસ થતાં પોતાનો વસવસો વ્યક્ત કર્યો હતો. ગોલ્ડ મેડાલિસ્ટ અને અનુભવી શિક્ષકનું પરિણામ ફેલ આવતા સવાલો પોતાને TAT HS ના ઉમેદવાર, ગોલ્ડ મેડાલિસ્ટ અને છેલ્લા 10-15 વર્ષથી શિક્ષણ કાર્ય સાથે જોડાયેલા શિક્ષક ગણાવતા ઘનશ્યામ વાઘમશીએ પરીક્ષાની પ્રક્રિયા સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ રાજકોટ જિલ્લાની ગ્રાન્ટેડ શાળામાં જ્ઞાન સહાયક તરીકે ભણાવે છે અને અગાઉ 10 વર્ષ ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં સેવા આપી ચૂક્યા છે તેમ છતાં પ્રિલિમ પરીક્ષામાં 150 ગુણમાંથી પાસિંગ માર્ક પણ ન મળ્યા હોવાનું અને પોતે જે વિષય 10 વર્ષથી ભણાવે છે તેમાં પણ ગુણ ન આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. 30 હજારથી વધુ ઉમેદવારોને અન્યાય થયાનો દાવો રાજ્યભરમાં 30 હજાર કરતાં વધુ ઉમેદવારોને આ પરીક્ષામાં અન્યાય થયો છે. જેમાં 10 વર્ષથી ભણાવતા અનેક શિક્ષકોનો પણ સમાવેશ થાય છે. પરીક્ષામાં પારદર્શિતા જળવાઈ ન હોવાનો આક્ષેપ લગાવતા તેમણે માંગ કરી હતી કે તમામ ઉમેદવારોને સત્વરે અને ઝડપથી ન્યાય મળે તેવી કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવે. જેમાં મૂલ્યાંકન શીટ અને તેના માપદંડો જાહેર કરવામાં આવે, બંને પેપરના અલગ અલગ માર્કસ જાહેર કરવામાં આવે, કેટેગરી, નામ અને જન્મતારીખના આધારે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે.પોતાને મળેલા ગોલ્ડ મેડલ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે તેમને વર્ષ 2021માં માસ્ટર ઓફ આર્ટ્સ (હિન્દી વિષય) માં તત્કાલીન શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે ગોલ્ડ મેડલ મળ્યો હતો. ઉમેદવાર મીનાબા જાડેજાના જણાવ્યા મુજબ મુખ્ય પરીક્ષાના પરિણામમાં વિસંગતતાઓ છે, તેથી પુનઃમૂલ્યાંકન કરીને લાયક ઉમેદવારોને સાચું પરિણામ આપવામાં આવે. આ મુખ્ય પરીક્ષા 47,000 થી વધુ ઉમેદવારોએ આપી હતી. જેમાંથી 30,000 થી વધુ નાપાસ અને 16,000 થી વધુ ઉમેદવારો પાસ થયા છે.અગાઉ 2023 માં બંને પેપરના માર્ક્સ અલગ અલગ જાહેર થયા હતા. જ્યારે આ વખતે બંને પેપરના માર્ક્સ એક સાથે આપવામાં આવતા કાલથી શરૂ થતા રિચેકિંગ દરમિયાન કયા પેપરમાં ઓછા માર્ક્સ છે અને કયું પેપર ખોલાવવું તે અંગે ઉમેદવારોમાં મૂંઝવણ ઊભી થઈ છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં 65 દીકરીઓનાં સમૂહલગ્ન યોજાયાં:લજાઈ ગામના શ્રી જોગ આશ્રમ ખાતે સમરસ યુવા સંગઠનનો તુલસી વિવાહ સમૂહલગ્ન કાર્યક્રમ યોજાયો
    Next Article
    સોની બજારમાં ₹30.80 લાખના સોનાની ઠગાઈનો ભેદ ઉકેલાયો:તૈયાર દાગીના લઈ ફાઈન સોનું પરત ન આપનાર મુખ્ય આરોપી કિરીટ રાધનપુરા જામનગર હાઈ-વે પરથી ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment