Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અનાજ સંગ્રહના નવાં ગોડાઉન માટે‎65% સહાય યોજનાની ચર્ચા કરાઈ‎:ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક ખાતે ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ

    2 days ago

    કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સહકારી ક્ષેત્રને પાયાના સ્તર સુધી મજબૂત કરવાના અને ખેડૂતોનું આર્થિક ઉત્થાન કરવાના હેતુથી અમલમાં મૂકાયેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓની સમીક્ષા અર્થે સુરેન્દ્રનગર ખાતે એક મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. ધી સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક ખાતે જિલ્લા રજિસ્ટ્રાર કોમલબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં જિલ્લાની તમામ સહકારી પ્રવૃત્તિઓની સમીક્ષા કરવામાં આવી હતી. સમીક્ષા બેઠકમાં જિલ્લાની સહકારી મંડળીઓ અને ખેડૂતોના આર્થિક વિકાસ માટે 13થી વધુ મહત્વપૂર્ણ એજન્ડા પર વિગતવાર ચર્ચા - વિચારણા હાથ ધરાઈ હતી. જેમાં અનાજ સંગ્રહ ક્ષમતા વધારવા માટેની યોજનાઓથી માંડીને મંડળીઓના આધુનિકીકરણ સુધીના તમામ પાસા આવરી લેવાયા હતા. આ બેઠકમાં સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ બેંકના સીઈઓ, નાબાર્ડના ડીડીએમ અને જિલ્લા સીએસસી મેનેજર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સરકારી યોજનાઓનો લાભ છેવાડાના ખેડૂત સુધી પહોંચાડવા સંકલ્પબદ્ધતા વ્યક્ત કરી હતી. બેઠકમાં વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના નવા ગોડાઉન નિર્માણ માટે સહાય યોજના, 25% કેપિટલ સહાય અને 65% ગોડાઉન સહાય યોજના તેમજ કેશ ક્રેડિટ યોજનાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સહકારી ક્ષેત્રના પાયાના સ્તર સુધી ખેડૂતોને સીધો આર્થિક લાભ મળે તે માટે તમામ વિભાગોને ઝડપી કામગીરી કરવા તાકીદ કરાઈ હતી. NCD પોર્ટલ પર ગોડાઉનનું જિયો-ટેગિંગ કરાશે જિલ્લામાં પ્રાથમિક કૃષિ વિષયક સહકારી મંડળીઓના કમ્પ્યુટરાઈઝેશન તેમજ નવી M-PACSની રચના ઝડપી બનાવવા આદેશો અપાયા છે. આ ઉપરાંત મંડળીઓને સ્વતંત્ર મકાન નિર્માણ માટે નાણાકીય સહાય, સભાસદો વધારવા માટે મેમ્બરશીપ ડ્રાઈવ અને NCD પોર્ટલ પર તમામ ગોડાઉનના જિયો-ટેગિંગની કામગીરી સમયસર પૂર્ણ કરવા માટે સ્પષ્ટ રોડમેપ તૈયાર કરાયો હતો.
    Click here to Read More
    Previous Article
    114 કરોડના કામોની દરખાસ્ત સરકારમાં મોકલાઈ‎:વોર્ડદીઠ સાડા સાત કરોડના રસ્તા, ગટર સહિતના પ્રાથમિક સુવિધાના કામો કરાશે
    Next Article
    સુરેન્દ્રનગરમાં પૈસા પડાવવા ખોટું બાનાખત બનાવી વાંધા અરજી કરાતાં ચકચાર:લેન્ડગ્રેબિંગના કાયદા બાદ પૈસા પડાવવા ખોટા બનાખત બનાવીને વિવાદ ઉભો કરવાનો ખેલ !

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment