Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોની બજારમાં ₹30.80 લાખના સોનાની ઠગાઈનો ભેદ ઉકેલાયો:તૈયાર દાગીના લઈ ફાઈન સોનું પરત ન આપનાર મુખ્ય આરોપી કિરીટ રાધનપુરા જામનગર હાઈ-વે પરથી ઝડપાયો

    12 hours ago

    રાજકોટની સોની બજારમાં વેપારીઓ અને સોનાના દાગીના બનાવતા કારીગરો સાથે થયેલી લાખો રૂપિયાની છેતરપિંડીના ચકચારી ગુનામાં છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતા મુખ્ય આરોપી કિરીટ રાધનપુરાને પોલીસે ઝડપી પાડ્યો છે. હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી આરોપીનું લોકેશન ટ્રેસ કરી રાજકોટ-જામનગર હાઈવે પર ઈસ્કોન મંદિર નજીક ટોયોટા કારના શોરૂમ પાસેથી વોચ ગોઠવીને તેને દબોચી લેવામાં આવ્યો હતો. ધરપકડ બાદ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તૈયાર દાગીના લઈ લીધા બાદ ₹30.80 લાખનું 185.670 ગ્રામ ફાઈન સોનું પરત ન આપ્યું પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, આરોપી કિરીટ તેના અન્ય બે ભાગીદારો મિલન પાટડીયા અને ચિંતન પાટડીયા સાથે મળીને રાજકોટની સોની બજારની જૂની ગધીવાડ વિસ્તારમાં ‘રીયા ગોલ્ડ’ નામની પેઢી ચલાવતો હતો. વેપારના ભાગરૂપે ત્રણેય આરોપીઓએ સોનાના દાગીના બનાવતા કારીગરો અલ્ફાજુદ્દીન અને સુરજઅલીને વિશ્વાસમાં લઈને દાગીના બનાવવાના મોટા ઓર્ડર આપ્યા હતા અને તૈયાર દાગીના મેળવી લીધા હતા. નિયમ મુજબ તૈયાર દાગીનાના બદલામાં આરોપીઓએ કારીગરોને ફાઈન સોનું આપવાનું હતું, પરંતુ હિસાબ પેટે ₹30.80 લાખની કિંમતનું 185.670 ગ્રામ ફાઈન સોનું પરત નહીં આપી છેતરપિંડી આચરી હતી. લાંબી ઉઘરાણી છતાં સોનું કે રૂપિયા ન મળતા એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જામનગરમાં ઓળખ છુપાવી છૂટક કામ કરતો હતો આરોપી આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે ભાગીદારો મિલન પાટડીયા અને ચિંતન પાટડીયાની પોલીસે અગાઉ જ ધરપકડ કરી લીધી હતી, જ્યારે મુખ્ય સૂત્રધારોમાં સામેલ 49 વર્ષીય કિરીટ રાધનપુરા ફરાર થઈ ગયો હતો. પૂછપરછમાં ખુલ્યું છે કે મૂળ વિભાપર ગામનો રહેવાસી કિરીટ પોલીસથી બચવા માટે જામનગરના ગુલાબનગર વિસ્તારમાં મધુરમ શેરી નંબર-3 ખાતે ભાડેથી રહીને ઓળખ છુપાવી છૂટક કામ કરી ગુજરાન ચલાવતો હતો. મુખ્ય આરોપી ઝડપાતા સોની બજારના વેપારીઓમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. હવે એ-ડિવિઝન પોલીસ આરોપીના રિમાન્ડ મેળવીને ₹30.80 લાખના સોનાની રિકવરી કરવા તેમજ અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરશે.
    Click here to Read More
    Previous Article
    TAT HSમાં ગોલ્ડ મેડાલિસ્ટ નાપાસ:ઉચ્ચતર માધ્યમિકના શિક્ષક બનવા માટેની પરીક્ષામાં 30 હજાર નાપાસ થતાં રાજકોટમાં કલેક્ટરને રજૂઆત
    Next Article
    દૂધ અને વેજીટેબલ ઓઈલ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવો ફરજિયાત:આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવા 106 સંસ્થાઓમાં તપાસ, 48 એકમોને નોટિસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment