Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દૂધ અને વેજીટેબલ ઓઈલ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવો ફરજિયાત:આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવા 106 સંસ્થાઓમાં તપાસ, 48 એકમોને નોટિસ

    9 hours ago

    ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં અને છેતરપિંડી અટકાવવા માટે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા શહેરભરમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમે આઈસ્ક્રીમનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓ પર તવાઈ બોલાવી છે. આ ઝુંબેશ અંતર્ગત શહેરના તમામ ઝોનમાં આવેલી કુલ 106 જેટલી સંસ્થાઓની સ્થળ તપાસ કરીને તંત્રએ પોતાની લાલ આંખ બતાવી છે. દૂધ અને વેજીટેબલ ઓઈલ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવો ફરજિયાત તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા તમામ વિક્રેતાઓ અને ઉત્પાદકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, તેઓ જે ઉત્પાદન વેચી રહ્યા છે તે 'દૂધમાંથી બનાવેલ આઈસ્ક્રીમ' છે કે પછી 'વેજીટેબલ ઓઈલ અને સ્કીમ્ડ મિલ્ક પાવડરમાંથી બનાવેલ ફ્રોઝન ડેઝર્ટ', તે અંગેના બોર્ડ કે બેનર દુકાનમાં ગ્રાહકોને દેખાય તે રીતે લગાવવાના રહેશે. આરોગ્ય વિભાગની આ કડક સૂચના બાદ તપાસ કરાયેલી 106 સંસ્થાઓમાંથી 58 સંસ્થાઓએ તાત્કાલિક અસરથી બોર્ડ-બેનર લગાવી દીધા છે. જ્યારે બાકી રહેલી 48 સંસ્થાઓને વહેલી તકે બોર્ડ બનાવીને લગાવી દેવા માટે તંત્ર દ્વારા કડક તાકીદ કરવામાં આવી છે. અઠવા અને રાંદેર ઝોનમાં સૌથી વધુ સંસ્થાઓની તપાસ આરોગ્ય વિભાગની આ કામગીરીમાં અઠવા ઝોનમાં સૌથી વધુ 19 સંસ્થાઓની તપાસ કરાઈ હતી, જેમાંથી 11 સંસ્થાઓએ બોર્ડ લગાવ્યા છે અને 8 બાકી છે. રાંદેર ઝોનમાં 17માંથી 9, વરાછા ઝોન-એ-બીમાં 16માંથી 6, કતારગામ ઝોનમાં 15માંથી 5 અને લિંબાયત ઝોનમાં 15માંથી 10 સંસ્થાઓએ બોર્ડ લગાવી દીધા છે. આ ઉપરાંત ઉધના ઝોન-એમાં 12માંથી 9, સેન્ટ્રલ ઝોનમાં 10માંથી 6 અને ઉધના ઝોન-બીમાં તપાસ કરાયેલી બંને સંસ્થાઓએ બોર્ડ લગાવી દીધા છે. આગામી દિવસોમાં પણ ચેકિંગ યથાવત રહેશે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ગ્રાહકોને સાચી માહિતી મળી રહે તે માટે આ કામગીરી આગામી દિવસોમાં પણ પૂરજોશમાં ચાલુ રાખવામાં આવશે. જે એકમો સૂચનાનું પાલન નહીં કરે અને આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ અંગેના સ્પષ્ટ બોર્ડ નહીં લગાવે, તેમની સામે નિયમોનુસાર વધુ કડક પગલાં ભરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સોની બજારમાં ₹30.80 લાખના સોનાની ઠગાઈનો ભેદ ઉકેલાયો:તૈયાર દાગીના લઈ ફાઈન સોનું પરત ન આપનાર મુખ્ય આરોપી કિરીટ રાધનપુરા જામનગર હાઈ-વે પરથી ઝડપાયો
    Next Article
    કતારગામમાં બંધ કારમાં ત્રણ કલાક ફસાયેલી મહિલાનો આબાદ બચાવ:સ્થાનિકોની સતર્કતા અને પોલીસના કાચ તોડીને કરાયેલા રેસ્ક્યુ ઓપરેશનથી બચ્યો જીવ, 108 મારફતે હોસ્પિટલ ખસેડાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment