Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં બાવળની ઝાડીમાંથી ત્યજી દેવાયેલું નવજાત બાળક મળ્યું:108 ટીમે સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યું, પોલીસે બાળકની માતાની શોધખોળ શરૂ કરી

    9 hours ago

    મોરબી તાલુકાના નવી ટીંબડી ગામ પાસે બાવળની ઝાડીમાંથી એક નવજાત બાળક ત્યજી દેવાયેલું મળી આવ્યું છે. બાળક રડતું હોવાનો અવાજ આવતા એક અજાણ્યા વ્યક્તિએ 108 ટીમને જાણ કરી હતી. માહિતી મળતા જ 108 ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે બાવળની ઝાડીમાંથી બાળકને બહાર કાઢી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યું હતું. 108 ના EMT ગોવિંદ સોલંકી અને પાયલોટ ગૌતમ આહીરના જણાવ્યા મુજબ, બાળક લગભગ પાંચથી છ દિવસનું છે અને તેની તબિયત સારી છે. જોકે, બાળકને આંખ પાસે અને શરીર પર બાવળના કાંટા વાગ્યા હતા. બાળકને શા માટે અને કોના દ્વારા ત્યજી દેવામાં આવ્યું તે દિશામાં મોરબી તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે બાળકના વાલીની શોધખોળ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં 25,000ની લાંચ લેતા અધિકારી અને ડ્રાઇવર ઝડપાયા:ઔદ્યોગિક સલામતી વિભાગના નાયબ નિયામક અને ડ્રાઇવરને એસીબીએ છટકું ગોઠવી ઝડપ્યા
    Next Article
    જશોનાથ ચોકથી વાસણઘાટ રોડ પર દારૂ-બિયરના જથ્થા રીક્ષા સાથે ઝડપાઈ:હાદાનગર અને વડવાના શખસો સુરતના શખસ પાસેથી દારૂ લઈ આવ્યા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment