Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિવિલ હોસ્પિટલનો ફરી વિવાદમાં:દર્દીઓ પીડાથી તડપતા હતા અને ઓર્થોપેડિક ડોક્ટર નાસ્તો કરવામાં વ્યસ્ત હોવાનો વિડીયો વાયરલ, સિવિલ અધિક્ષકે આપ્યા તપાસના આદેશ

    1 day ago

    રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. જેમાં દર્દીઓ પીડાથી તડપતા હતા અને ઓર્થોપેડિક ડોક્ટર નાસ્તો કરવામાં વ્યસ્ત હોવાનો વિડીયો વાયરલ થયો છે. વીડિયોમાં જોવા મળે છે કે, ઇમરજન્સી વોર્ડમાં એક હૃદયદ્રાવક દ્રશ્ય સામે આવ્યું હતું, જેના કારણે હાડકાના ગંભીર ઇજાગ્રસ્ત દર્દીઓ પીડાથી તડપી રહ્યા હતા અને તાત્કાલિક સારવારની રાહ જોઈ રહ્યા હતા. દર્દીઓના સ્વજનોમાં પણ ભારે ચિંતા અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન ફરજ પર હાજર ઓર્થોપેડિક ડોક્ટર દર્દીઓની સારવાર કરવાને બદલે પોતાની કેબિનમાં આરામથી નાસ્તો કરતા જોવા મળ્યા હોવાનો આરોપ લગાવાયો છે. દર્દીના સ્વજનોએ આ અંગે વારંવાર વિનંતી કરવા છતાં તેમને માત્ર એટલો જ જવાબ મળ્યો કે થોડીવાર રાહ જુઓ, સાહેબ આવશે. હાલ આ વિડીયોને લઈ ઇમરજન્સી મેનેજમેન્ટ અને જવાબદાર અધિકારીઓની કાર્યશૈલી પર સવાલો ઊભા થયા છે. જોકે દિવ્યભાસ્કર સાથેની ખાસ ટેલીફોનિક વાતચીતમાં સિવિલ અધિક્ષક ડો. મોનાલી માંકડિયાએ જણાવ્યું હતું કે, આપના માધ્યમથી આ બાબત મારી સામે આવી છે. આ વીડિયો ક્યારનો છે અને આખી હકીકત શુ હતી તે સહિતનાં મુદ્દે ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. અને જો કોઈ ડોક્ટરની બેદરકારી સામે આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટનાં કોઠારીયાના રણુજા મંદિર સામે નવો બ્રીજ બનાવવા રૂ. 17 કરોડનું ટેન્ડર જાહેર રાજકોટના દક્ષિણ વિસ્તારમાં આવેલા વોર્ડ નં. 18ના કોઠારીયા મેઇન રોડ પર રણુજા મંદિર નજીક ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે મહાનગરપાલિકા દ્વારા નવો બ્રીજ બનાવવા રૂ. 17.05 કરોડનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. કોઠારીયા વિસ્તારમાં થઈ રહેલા રહેણાંક અને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટને કારણે રોડની પહોળાઈ 24 મીટરથી 45.00 મીટર સુધી વધી રહી છે, પરંતુ અહીં આવેલો જૂનો પુલ માત્ર 8 મીટરનો હોવાથી બોટલનેક અને ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતી હતી. સમસ્યાના ઉકેલ માટે હયાત પુલની જગ્યાએ 22 મીટર પહોળો નવો બ્રીજ બનાવવાનું આયોજન કરાયું છે, જેમાં ફૂટપાથ સહિતની ડિઝાઇન મંજૂર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત તિરુપતિ હેડવર્ક તરફનો રસ્તો 77.40 મીટર અને રણુજા મંદિર તરફનો રસ્તો 101.24 મીટરનો રહેશે. પાણીના પ્રવાહ અને ટ્રાફિકની અવરજવરને ધ્યાનમાં રાખીને પશ્ચિમ દિશામાં ડાયવર્ઝન આપી ક્રમશઃ નવા બ્રીજનું નિર્માણ કરાશે. સાથે જ દક્ષિણ રાજકોટમાં પી.ડી.માલવીયા કોલેજ અને રાજકમલ પેટ્રોલ પંપ પાસે અંડરબ્રીજ બનાવવાનું પણ આયોજન છે. રાજકોટ મેડિકલ કોલેજના ડિન તરીકે ડો. પંકજ બુચને જવાબદારી સોંપાઈ રાજકોટની પીડીયુ સરકારી મેડિકલ કોલેજના ડીન તરીકે ડો.પંકજ બુચને જવાબદારી સોંપાઈ છે. વર્તમાન ડીન ડો. ભારતીબેન પટેલે પોતાને ચાર્જમાંથી મુક્ત કરવાની ગાંધીનગર રજૂઆત કરી હતી. જે પછી વિભાગે નિર્ણય કર્યો છે. ડો. પંકજ બુચ પીડિયાટ્રિક વિભાગના વડા છે. સ્કિન વિભાગનાં HOD ડો. ભારતીબેન પટેલે અંગત કારણોસર ડીનના વધારાના ચાર્જમાંથી મુક્ત થવા માટે ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગમાં રજૂઆત કરી હતી. જેને આરોગ્ય વિભાગ દ્વારા ગાહ્ય રાખી તેમના સ્થાને ડો.પંકજ બુચને જવાબદારી આપવામાં આવી છે. ડો. બુચ ટુંક સમયમાં ડીન તરીકેનો ચાર્જ પણ સંભાળશે. ડો.ભારતી પટેલ વર્ષ 2023થી ડીનનો ચાર્જ સંભળતા હતા. ડો. બુચ વર્ષ 2017-18માં જામનગર જી. જી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે જવાબદારી સંભાળી ચુક્યા છે. તેમજ જામનગરની એમપી શાહ મેડિકલ કોલેજના એડીશનલ ડીન પણ રહીં ચુક્યા છે. રાજકોટ મનપામાં આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાશે, 27 લાખના ફૂડ બિલ સહિત 4 દરખાસ્ત રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની સાપ્તાહિક મીટિંગ આવતીકાલ બુધવારે 12.30 કલાકે ચેરમેન પરેશ પીપળીયાના અધ્યક્ષસ્થાને યોજાશે. બેઠકના એજન્ડા પર ગત વખતની પેન્ડિંગ દરખાસ્તો સહિત 4 દરખાસ્તો રજૂ કરવામાં આવી છે. જેમાં વોર્ડ નં. 16ના જંગલેશ્વર વિસ્તારમાં કરાયેલા મેગા ડિમોલિશન દરમિયાન ફૂડ સપ્લાય અંગેના રૂ. 27 લાખના બિલની દરખાસ્ત ગત મીટિંગમાં સભ્યોએ ખર્ચના અભ્યાસની માંગ સાથે પેન્ડિંગ રાખી હતી. આ ખર્ચ સિવાયના અન્ય વિવાદો પણ સામે આવતા ગઈકાલે તપાસ સમિતિની રચના કરાઈ છે, જેથી આવતીકાલે પણ આ દરખાસ્ત મુલતવી રહે તેવી પૂરી શક્યતા છે. ઉપરાંત, શહેરમાં એઆઈ અને ડ્રોન ટેકનોલોજીના માધ્યમથી મચ્છરોના બ્રિડિંગ સોર્સના સર્વે તેમજ ટ્રીટમેન્ટ માટે દ્વિવાર્ષિક કરાર કરવા માટેની પેન્ડિંગ દરખાસ્ત પર પણ આવતીકાલે મહત્વનો નિર્ણય લેવામાં આવશે. અગાઉની બેઠકો અને જનરલ બોર્ડમાં અધ્યક્ષસ્થાનેથી મહત્વના ઠરાવો થયા છે, ત્યારે કાલની મીટિંગમાં પણ વિવાદિત રેટ કોન્ટ્રાક્ટ (આર.સી.) બાબતે કોઈ નીતિવિષયક ઠરાવ થાય તેવી સંભાવના છે. જેમાં વાર્ષિક કોન્ટ્રાક્ટના દર સહિતની બાબતોમાં મોટા ફેરફારો થવાની શક્યતા છે. રાજકોટ રેલવે ડિવિઝને ઇતિહાસ રચ્યો, વિરમગામથી ઓખા સુધી 434 કીમીમાં સ્ટાન્ડર્ડ કવચ સિસ્ટમ પૂર્ણ, મુસાફરોની સુરક્ષા વધશે રાજકોટ ડિવિઝને રેલવે સુરક્ષા અને આધુનિક ટેકનોલોજીના ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાસલ કરી છે. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા 30 જૂન, 2026ના રોજ વિરમગામ–રાજકોટ–ઓખા મુખ્ય રેલવે સેક્શન પર 434 કિલોમીટરની લંબાઈમાં સ્ટાન્ડર્ડ કવચ સિસ્ટમનું સફળતાપૂર્વક કમિશનિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કા અંતર્ગત કવચ 4.0 ના ધોરણોને સુસંગત કુલ 2,950 ટ્રેકસાઇડ RFID ટેગ લગાવવામાં આવ્યા છે. સ્ટાન્ડર્ડ કવચ એ ભારતીય રેલવે દ્વારા વિકસાવવામાં આવેલી અત્યાધુનિક સ્વદેશી ટ્રેન ટક્કર નિવારણ પ્રણાલી છે. આ સિસ્ટમ સામસામે કે પાછળથી થતી ટ્રેનની ટક્કર અટકાવવા, અનિયંત્રિત રીતે ટ્રેન પાછળ ખસી જવા સામે સુરક્ષા આપવા અને અસામાન્ય પરિસ્થિતિમાં આપમેળે SOS એલર્ટ મોકલવા જેવી મહત્વપૂર્ણ સુરક્ષા સુવિધાઓ પૂરી પાડે છે. વરિષ્ઠ ડિવિઝન વાણિજ્ય પ્રબંધક સુનીલ કુમાર મીના અને ડેપ્યુટી ચીફ સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયર યોગેશ ગુપ્તાના જણાવ્યા મુજબ, આ કામગીરીથી સમગ્ર સેક્શન હવેથી બ્લોક સેક્શનોમાં સુરક્ષિત થઈ ગયો છે. ડિવિઝન રેલ પ્રબંધક ગિરિરાજ કુમાર મીનાએ આ સફળતાને રેલવે સુરક્ષા યાત્રામાં એક ઐતિહાસિક સિદ્ધિ ગણાવી છે. આગામી તબક્કામાં લોકોમોટિવ, સ્ટેશનો અને સિગ્નલિંગ સિસ્ટમ સાથેના એકીકરણનું કામ કરવામાં આવશે, જેને ડિસેમ્બર 2026 સુધીમાં સંપૂર્ણ રીતે લાગુ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે.
    Click here to Read More
    Previous Article
    મોડાસા કેળવણી મંડળનો 108મો સ્થાપનાદિન ઉજવાયો:તેજસ્વી વિદ્યાર્થીઓને સરસ્વતી વંદના કાર્યક્રમમાં સન્માનિત કરાયા
    Next Article
    પરપ્રાંતીય યુવકનું હાર્ટ એટેકથી મોત:રાજકોટમાં મહત્વની બ્રાન્ચના 3 પીઆઇની બદલી, મિલકત જપ્તી થવાના ડરે PGVCLના પ્યુનનો આપઘાત પ્રયાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment