Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરજુન-3 આંગણવાડીમાં ‘આંગણ મિલન સેવા’ કાર્યક્રમ યોજાયો:ધારાસભ્ય જીતુ ચૌધરીએ વાલીઓને બાળકોને નિયમિત આંગણવાડીમાં મોકલવા અપીલ કરી

    1 day ago

    કપરાડા તાલુકાના કરજુન ગામની કરજુન-3 આંગણવાડીમાં સોમવારે ‘આંગણ મિલન સેવા’ કાર્યક્રમ યોજાયો. ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં આંગણવાડીના બાળકો, વાલીઓ અને ગામના આગેવાનો હાજર રહ્યા. ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ વાલીઓને બાળકોને નિયમિત આંગણવાડીમાં મોકલવા અપીલ કરી. તેમણે વાલીઓની બેઠકોમાં હાજરી આપવા અને બાળકોના પોષણ તથા પ્રાથમિક વિકાસ માટે મળતી સેવાઓનો લાભ લેવા સૂચન કર્યું. સી.ડી.પી.ઓ. ઉન્નતિબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ, આંગણવાડી કાર્યકર, તેડાગર અને આશાવર્કર બહેનોને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા. ‘તંદુરસ્ત બાળ હરીફાઈ’માં ભાગ લેનાર બાળકોને પણ ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા. કાર્યક્રમ દરમિયાન એક કિશોરીએ મુખ્યમંત્રીનો સંદેશ વાંચ્યો. લાભાર્થીઓને THR પેકેટ પણ વહેંચાયા. તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ ગાવઠાં, માજી પ્રમુખ હીરાબેન માહલા, સરપંચ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. મુખ્ય સેવિકા કુંતાબેન ચૌધરીએ આભારવિધિ કરી.
    Click here to Read More
    Previous Article
    પાટણ નગરપાલિકાની કારોબારી બેઠકમાં 32 કામોની ચર્ચા:રામનગરમાં અર્બન હેલ્થ સેન્ટર, આનંદ સરોવર રિ-ડેવલપમેન્ટ, શુદ્ધ પાણીના પ્રોજેક્ટ્સને લીલી ઝંડી; સીમા વિસ્તરણનો મુદ્દો મુલતવી
    Next Article
    મનપા દ્વારા ગાંધીચોક માર્ગે દબાણ હટાવ કામગીરી હાથ ધરાઇ:જૂનાગઢમાં રેલવે સ્ટેશનથી ગાંધીચોક સુધીનો રસ્તો બે માસ માટે વાહન વ્યવહાર બંધ કરાયો, લિમવાલે બાપુની દરગાહ પાસે દબાણો દૂર કરાતા વિવાદ સર્જાયો.​

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment