Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ નગરપાલિકાની કારોબારી બેઠકમાં 32 કામોની ચર્ચા:રામનગરમાં અર્બન હેલ્થ સેન્ટર, આનંદ સરોવર રિ-ડેવલપમેન્ટ, શુદ્ધ પાણીના પ્રોજેક્ટ્સને લીલી ઝંડી; સીમા વિસ્તરણનો મુદ્દો મુલતવી

    1 day ago

    પાટણ નગરપાલિકાની કારોબારી બેઠક ચેરમેન નીલમ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ. એજન્ડાના 24 અને 8 વધારાના મળી કુલ 32 કામોને મંજૂરી અપાઈ. 2 કામોમાં સભ્યોએ વાંધો નોંધાવ્યો, જ્યારે મહાનગરપાલિકા સીમા વિસ્તરણનો મુદ્દો મુલતવી રખાયો. મંજૂર થયેલા મુખ્ય કામોમાં રામનગરમાં અર્બન હેલ્થ સેન્ટર, આનંદ સરોવર રિ-ડેવલપમેન્ટ માટે DPR, શુદ્ધ પાણી વિતરણ, વરસાદી પાણી નિકાલના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. ચેરમેન નીલમ પટેલે આ નિર્ણયો શહેરના વિકાસ માટે હોવાનું જણાવ્યું. સ્વચ્છ ભારત મિશન હેઠળ પબ્લિક ટોયલેટ બનાવવા ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા પૂરી થશે. કાર્યક્રમોના વીડિયોગ્રાફી કવરેજ માટે ડ્રોન કેમેરા ખરીદવાનો પ્રસ્તાવ પણ મંજૂર કરાયો. કોર્પોરેટર મનોજ ઠાકોરે જણાવ્યું, રામનગરમાં લાંબા સમયથી આરોગ્ય સુવિધાઓનો અભાવ હતો. અર્બન હેલ્થ સેન્ટર-3 મંજૂર થતા સ્થાનિકોને ઘરઆંગણે જ સ્વાસ્થ્ય સેવાઓ મળશે. આ કામ પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ, ચેરમેન નીલમ પટેલ અને ચીફ ઓફિસર હિરલબેન ઠાકરના સહયોગથી થયું.
    Click here to Read More
    Previous Article
    રાહુલ ગાંધીના દાવાઓ સામે ભાજપનો પ્રહાર:વલસાડમાં ભાજપે કહ્યું- કોંગ્રેસ SIR અને મતદાર યાદી મુદ્દે ભ્રામક પ્રચાર કરે છે
    Next Article
    કરજુન-3 આંગણવાડીમાં ‘આંગણ મિલન સેવા’ કાર્યક્રમ યોજાયો:ધારાસભ્ય જીતુ ચૌધરીએ વાલીઓને બાળકોને નિયમિત આંગણવાડીમાં મોકલવા અપીલ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment