Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલ ગાંધીના દાવાઓ સામે ભાજપનો પ્રહાર:વલસાડમાં ભાજપે કહ્યું- કોંગ્રેસ SIR અને મતદાર યાદી મુદ્દે ભ્રામક પ્રચાર કરે છે

    1 day ago

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી પંચ અને SIR (સ્પેશિયલ ઇન્ટેલિજન્સ રોલ) ની મતદાર યાદી સામે ઉભા કરાયેલા સવાલોના જવાબમાં વલસાડમાં ભાજપે પત્રકાર પરિષદ યોજી હતી. વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે યોજાયેલી આ પરિષદમાં ભાજપે કોંગ્રેસ પર ભ્રામક પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાએ જણાવ્યું કે, કોંગ્રેસ સતત હારના કારણે હતાશામાં છે અને ચૂંટણી પંચ તથા SIR પ્રક્રિયા અંગે ખોટી માહિતી ફેલાવી રહી છે. તેમણે ઉમેર્યું કે, મુખ્ય ચૂંટણી કમિશનર અને નાયબ ચૂંટણી કમિશનરે સ્પષ્ટ કર્યું છે કે SIRની સમગ્ર પ્રક્રિયા તટસ્થ અને નિયમો અનુસાર કરવામાં આવી છે. જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલે કહ્યું કે, ફોર્મ નંબર 6 અને અન્ય સુધારણા પ્રક્રિયા હેઠળ મતદારોના નામની યોગ્ય ચકાસણી કરાઈ છે. આનાથી એકથી વધુ જગ્યાએ નોંધાયેલા નામો દૂર થયા છે અને મતદાર યાદી વધુ પારદર્શક બની છે. વાપી મહાનગરપાલિકાના મેયર દક્ષાબેન પટેલ પણ આ પરિષદમાં હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    દુનિયાનું સૌથી શક્તિશાળી રોકેટ સ્ટારશિપ લોન્ચ:પહેલી વખત 26 સેટેલાઇટ્સ છોડશે, પૃથ્વીની પરિક્રમા પણ કરશે; આ તેનો 14મો ટેસ્ટ
    Next Article
    પાટણ નગરપાલિકાની કારોબારી બેઠકમાં 32 કામોની ચર્ચા:રામનગરમાં અર્બન હેલ્થ સેન્ટર, આનંદ સરોવર રિ-ડેવલપમેન્ટ, શુદ્ધ પાણીના પ્રોજેક્ટ્સને લીલી ઝંડી; સીમા વિસ્તરણનો મુદ્દો મુલતવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment