Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    TAT HS પરિણામમાં હજારો ઉમેદવારોનો વિરોધ:ટોપર્સ અને અનુભવી શિક્ષકોને પણ ઓછા ગુણ મળ્યાનો આક્ષેપ, તપાસની માંગ સાથે ઉમેદવારો કલેક્ટર કચેરીએ પહોંચ્યા

    7 घंटे पहले

    રાજ્યમાં યોજાયેલી TAT HS મુખ્ય પરીક્ષાના પરિણામ જાહેર થયા બાદ હજારો ઉમેદવારોમાં ભારે અસંતોષ અને નારાજગી જોવા મળી રહી છે. પરિણામમાં અનેક વિસંગતતાઓ હોવાનો આક્ષેપ કરીને ઉમેદવારોએ સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની જોરદાર માંગ કરી છે. ઉમેદવારોનો દાવો છે કે પરીક્ષામાં સારો દેખાવ કર્યો હોવા છતાં અને અનુભવી શિક્ષકો તથા ટોપર્સ હોવા છતાં અપેક્ષા કરતાં અત્યંત ઓછા ગુણ મળ્યા છે, જેના કારણે અનેક મહેનતુ ઉમેદવારોનું ભવિષ્ય અંધકારમય બન્યું છે. ઉમેદવારોની મુખ્ય માંગ એ છે કે TAT HS પરીક્ષાના બંને પેપર અલગ-અલગ લેવામાં આવ્યા હોવાથી બંને પેપરના ગુણ પણ અલગ-અલગ જાહેર કરવામાં આવે. હાલમાં બંને પેપરના ગુણનો સરવાળો કરીને પરિણામ આપવામાં આવ્યું હોવાથી પારદર્શકતાનો અભાવ જણાઈ રહ્યો છે. આ ઉપરાંત, ઉમેદવારોએ પોતાની ઉત્તરવહીઓ જાહેર કરવાની, મૂલ્યાંકનના માપદંડો અને નિયમો સ્પષ્ટ કરવાની તથા પરિણામમાં દેખાતી વિસંગતતાઓનો યોગ્ય ખુલાસો કરવાની માંગ કરી છે. ઉમેદવારોએ માત્ર રિ-ચેકિંગ પૂરતું સીમિત ન રહેતા સંપૂર્ણ ઉત્તરવહીઓનું રિ-એસેસમેન્ટ કરાવવાની માંગ કરી છે, કારણ કે રિ-ચેકિંગમાં માત્ર ગુણનો સરવાળો ચકાસાય છે જ્યારે રિ-એસેસમેન્ટમાં તમામ પ્રશ્નોનું ફરીથી મૂલ્યાંકન થાય છે. લાયકાત ધરાવતા નિષ્ણાતો દ્વારા મૂલ્યાંકન થવું જોઈએ આ સાથે પેપર તપાસનાર તજજ્ઞો અને મૂલ્યાંકનકારોની લાયકાત સામે પણ ઉમેદવારોએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ઉમેદવારોના જણાવ્યા મુજબ, અનુસ્નાતક કક્ષા અને યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોના પેપર યોગ્ય સ્તર મુજબ તપાસવામાં આવ્યા છે કે કેમ તે અંગે શંકા છે, તેથી જે તે શૈક્ષણિક સ્તર મુજબ લાયકાત ધરાવતા નિષ્ણાતો દ્વારા મૂલ્યાંકન થવું જોઈએ. ટોપર્સ અને વર્ષોથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત અનુભવી શિક્ષકોને પણ ધાર્યા કરતાં અડધા જેટલા જ ગુણ મળ્યા હોવાનો દાવો ઉમેદવારો કરી રહ્યા છે, જેનાથી મૂલ્યાંકન પ્રક્રિયા પર સવાલો ઊભા થયા છે. 30,000થી વધુ ઉમેદવારોને અસંતોષ છે TAT HS ઉમેદવાર પટેલ રજનીકાંતે જણાવ્યું હતું કે, મેં TAT HSની પરીક્ષા આપી હતી અને પરિણામ અત્યંત અસંતોષકારક આવ્યું હોવાથી અમે કલેક્ટરને રજૂઆત કરવા આવ્યા છીએ. પેપર-1 અને પેપર-2 અલગ લેવાયા હોવા છતાં બંનેના ગુણ ભેગા કરીને ટોટલ જાહેર કરાયું છે, તેથી અમારી માંગ છે કે બંને પેપરના અલગ-અલગ ગુણ જાહેર થાય. અમારે માત્ર રિ-ચેકિંગ નથી કરાવવું, પરંતુ સમગ્ર ઉત્તરવહીનું રિ-એસેસમેન્ટ કરાવવું છે જેથી બધા પ્રશ્નો ફરીથી તપાસાય. તજજ્ઞો દ્વારા જાણવા મળ્યા મુજબ મૂલ્યાંકન સ્તર અંગે પણ પ્રશ્નો છે, તેથી યોગ્ય લેવલ મુજબ પેપર તપાસવા જોઈએ. આશરે 46,000 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તેમાંથી 30,000થી વધુ ઉમેદવારોને અસંતોષ છે અને અનેક લોકોને ધાર્યા કરતાં અડધા જ ગુણ મળ્યા છે. હું છેલ્લા 15 વર્ષથી શિક્ષણ વ્યવસાય સાથે જોડાયેલો છું અને એક વર્ષથી પરિવારના પ્રસંગો છોડીને રાત-દિવસ મહેનત કરી હતી, છતાં પરિણામ નિરાશાજનક મળ્યું છે. TAT HSના તમામ ઉમેદવારોને ન્યાય મળે તે માટે સરકાર અને તંત્ર દ્વારા તાત્કાલિક નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે અને યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી પ્રબળ માંગ ઉમેદવારો દ્વારા કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગિરનારની લીલી પરિક્રમામાં સુરતની ખડેપગે સેવા:ભાવિકોના ભોજન માટે અન્નક્ષેત્ર ધમધમતું કરાયું, 300 ડબ્બા તેલ, 450 મણ લોટ- અને મણ મોઢે શાકભાજી
    Next Article
    ધોરડોમાં ટેન્ટ-રિસોર્ટના કર્મચારીઓને ફાયર તાલીમ અપાઈ:રણોત્સવમાં પ્રવાસીઓની સુરક્ષા માટે ભુજ ફાયર વિભાગે બે દિવસ તાલીમ આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment