Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધોરડોમાં ટેન્ટ-રિસોર્ટના કર્મચારીઓને ફાયર તાલીમ અપાઈ:રણોત્સવમાં પ્રવાસીઓની સુરક્ષા માટે ભુજ ફાયર વિભાગે બે દિવસ તાલીમ આપી

    7 घंटे पहले

    કચ્છના સફેદ રણની અલૌકિક સુંદરતા માણવા દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ધોરડો ખાતે ઉમટી રહ્યા છે, ત્યારે તેમની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરાં સુરક્ષાનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે. રણોત્સવ દરમિયાન ટેન્ટ સિટી, હોટલ અને રિસોર્ટમાં પ્રવાસીઓની અવરજવર વધતી હોવાથી આગ જેવી આકસ્મિક દુર્ઘટનાઓ સામે સજ્જ રહેવા ભુજ ફાયર વિભાગ દ્વારા વિશેષ તાલીમ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ ધોરડો ખાતે યોજાયેલા આ બે દિવસીય તાલીમ કાર્યક્રમમાં વિવિધ ટેન્ટ સિટી, હોટલ અને રિસોર્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓને અગ્નિશમન અને આપાતકાલીન બચાવ કામગીરીની વ્યવહારુ સમજ આપવામાં આવી હતી. માત્ર સૈદ્ધાંતિક માહિતી પૂરતી મર્યાદિત ન રહેતાં કર્મચારીઓ વાસ્તવિક પરિસ્થિતિમાં કેવી રીતે કામગીરી કરી શકે તે માટે નિષ્ણાતો દ્વારા પ્રત્યક્ષ નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન આગ લાગે ત્યારે ગભરાયા વિના પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવું, યોગ્ય સમયે ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કરવો અને આગને પ્રાથમિક તબક્કામાં જ નિયંત્રિત કરવા માટેની પદ્ધતિઓ સમજાવવામાં આવી હતી. ખાસ કરીને વીજળીના શોર્ટ સર્કિટથી લાગતી આગ તેમજ રસોડામાં ગેસ અથવા અન્ય કારણોસર સર્જાતી આગની ઘટનામાં કઈ સાવચેતી રાખવી તે અંગે માર્ગદર્શન અપાયું હતું. સાથે જ આગની ગંભીર પરિસ્થિતિમાં ટેન્ટ અને હોટલમાં રોકાયેલા પ્રવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડવાની ઇવેક્યુએશન પ્રક્રિયાનું લાઈવ ડેમો પણ યોજાયું હતું. રણોત્સવમાં દેશ-વિદેશના સહેલાણીઓ રોકાણ કરતા હોવાથી નાની બેદરકારી પણ મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સંચાલકોને અગ્નિશમનનાં સાધનો કાર્યરત સ્થિતિમાં રાખવા, ઇમરજન્સી બહાર નીકળવાના માર્ગ ખુલ્લા રાખવા અને કર્મચારીઓને સતત સજ્જ રાખવા સૂચના આપવામાં આવી હતી. આ તાલીમમાં મોટી સંખ્યામાં કર્મચારીઓએ ભાગ લઈને મહત્વપૂર્ણ જાણકારી મેળવી હતી. રણોત્સવની સમગ્ર મોસમ દરમિયાન પ્રવાસીઓને સુરક્ષિત અને નિશ્ચિંત વાતાવરણ મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને ફાયર વિભાગ દ્વારા નિરીક્ષણ તથા સુરક્ષા જાગૃતિની કામગીરી પણ સતત ચાલુ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    TAT HS પરિણામમાં હજારો ઉમેદવારોનો વિરોધ:ટોપર્સ અને અનુભવી શિક્ષકોને પણ ઓછા ગુણ મળ્યાનો આક્ષેપ, તપાસની માંગ સાથે ઉમેદવારો કલેક્ટર કચેરીએ પહોંચ્યા
    Next Article
    લાઠી ચોરીનો એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો:અમરેલી LCBએ મધ્યપ્રદેશમાંથી મુકેશ ડાવરને પકડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment