Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગિરનારની લીલી પરિક્રમામાં સુરતની ખડેપગે સેવા:ભાવિકોના ભોજન માટે અન્નક્ષેત્ર ધમધમતું કરાયું, 300 ડબ્બા તેલ, 450 મણ લોટ- અને મણ મોઢે શાકભાજી

    7 hours ago

    ​ગિરનારની પવિત્ર ગોદમાં ભક્તિ, શ્રદ્ધા અને સેવાના મહાપર્વ સમાન લીલી પરિક્રમામાં પ્રકૃતિના સાનિધ્ય સાથે સેવાની સરવાણી વહી રહી છે. આ વર્ષે પરિક્રમામાં વહીવટી તંત્ર દ્વારા કુલ 69 અન્નક્ષેત્રોને મંજૂરી આપવામાં આવી છે, જે પરિક્રમાના સમગ્ર રૂટ પર આવતા લાખો ભાવિકોને હર્ષોલ્લાસ અને ઉમંગ સાથે નિઃશુલ્ક ભોજન પીરસી રહ્યા છે. "જ્યાં ટુકડો ત્યાં હરિ ઢૂંકડો"ની ઉક્તિને સાર્થક કરતા આ અન્નક્ષેત્રો અને ઉતારા મંડળોમાં કોઈપણ નાત-જાતના ભેદભાવ વગર અઢારે વરણ એક જ પંગતમાં બેસીને પ્રસાદી ગ્રહણ કરે છે. તેમાં પણ બોરદેવી ખાતે સુરતના પ્રિન્સેસ ગ્રુપ દ્વારા છેલ્લા 27 વર્ષથી ચલાવવામાં આવતું કર્મનાથ મહાદેવ અન્નક્ષેત્ર આકર્ષણ અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે, જ્યાં રોજના હજારો ભાવિકો ભોજન પ્રસાદી લે છે અને 24 કલાક 'હરિહર'ની હાકલ પડે છે. 500 સ્વયંસેવકો કરી રહ્યા છે દિવસ-રાત સેવા ​સુરતથી આવેલા મનસુખભાઈ ભાલાળા અને તેમની ટીમ દ્વારા છેલ્લા 27 વર્ષથી અવિરતપણે આ સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. આ વિશાળ ભંડારામાં 500 જેટલા સેવકોનો સ્ટાફ દિવસ-રાત ખડેપગે રહીને યાત્રાળુઓની સેવા કરે છે. અહીં એક મિનિટ પણ બંધ રહ્યા વિના 24 કલાક અવિરતપણે ગરમાગરમ અને શુદ્ધ સાત્વિક ભોજન પીરસવામાં આવે છે. ભંડારા માટે હજારો કિલો ખાદ્યસામગ્રીનો પહેલા જ સ્ટોર કરી લેવાયો ​આ મહાભંડારામાં વપરાતી ખાદ્ય સામગ્રીનો જથ્થો પણ અત્યંત વિશાળ છે. સંચાલક દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, સમગ્ર પરિક્રમા દરમિયાન અહીં આશરે 300 ડબ્બા જેટલું શુદ્ધ તેલ, 125 મણ ચોખા, 125 મણ ઘઉંનો લોટ, 100 મણ બેસન અને 100 મણ ઢોકળાનો લોટ વાપરવામાં આવે છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં શાકભાજી, મસાલા અને ઘી-ગોળનો ઉપયોગ કરીને યાત્રાળુઓને ઘર જેવું પૌષ્ટિક અને તાજું ભોજન પીરસવામાં આવે છે, જેથી પહાડી રસ્તાઓ પર ચાલીને થાકેલા પરિક્રમાર્થીઓને નવી ઊર્જા મળે. ભાવિકોને પાણીનો બગાડ અટકાવવા અપીલ ​કર્મનાથ મહાદેવ અન્નક્ષેત્રના સંચાલક મનસુખભાઈ ભાલાળાએ "જય ગિરનારી, જય બોરદેવી માં, જય કરમનાથ મહાદેવ"ના નાદ સાથે જણાવ્યું હતું કે જંગલની અંદર પર્યાવરણને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે રીતે સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વર્ષે વરસાદની ઘટ હોવાથી યાત્રાળુઓને પાણીનો બગાડ ન કરવા ખાસ અપીલ કરવામાં આવી છે, તેમજ જંગલ સૂકું હોવાથી આગનું કોઈ જોખમ ન સર્જાય તેની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. વહીવટી તંત્ર દ્વારા પાણીના બે બોર ફાળવીને સંપૂર્ણ સહકાર આપવામાં આવ્યો છે અને કડક શિસ્ત તથા સેવાના સંકલ્પ સાથે શરૂઆતથી અંત સુધી યાત્રાળુઓને ગરમાગરમ ભોજન જમાડવામાં આવે છે. ​અન્નક્ષેત્રના મહિલા સંચાલક મનીષાબેન ધડુકે જણાવ્યું હતું કે છેલ્લા 27 વર્ષથી કર્મનાથ મંદિર તરફથી અહીં સેવા અને અન્નક્ષેત્ર ચાલે છે, જેમાં સુરતથી આવેલા સ્ત્રી ભક્તો પણ પૂરા ઉત્સાહથી જોડાઈને યાત્રાળુઓને પ્રેમપૂર્વક જમાડે છે. પરિક્રમાની તારીખ જાહેર થાય તેના ઘણા સમય પહેલાંથી જ સેવકોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે અને દિવાળી પછીથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. પાંચ દિવસ અગાઉથી જ મહિલા ભક્તો અહીં આવીને સેવામાં જોડાઈ ગઈ છે, અને બોરદેવી ખાતે 24 કલાક અન્ન, ભોજન તથા પ્રસાદની અવિરત સેવાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે
    Click here to Read More
    Previous Article
    જમીનના ઝોન, રસ્તા અને ટીપી સ્કીમની વિગતો એક ક્લિક પર:26 પ્લાનિંગ ઓથોરિટીના ડેવલપમેન્ટ પ્લાન અને ટીપી સ્કીમના નક્શા એક જ વેબ-જીઆઈએસ પોર્ટલ પર લાવવાની તૈયારી, નાગરિકોને ઘરેબેઠા વિગતો મળશે
    Next Article
    TAT HS પરિણામમાં હજારો ઉમેદવારોનો વિરોધ:ટોપર્સ અને અનુભવી શિક્ષકોને પણ ઓછા ગુણ મળ્યાનો આક્ષેપ, તપાસની માંગ સાથે ઉમેદવારો કલેક્ટર કચેરીએ પહોંચ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment