Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યભરમાં TAT HSની મુખ્ય પરીક્ષાનો પ્રારંભ:279 કેન્દ્ર પર 50 હજારથી વધુ ઉમેદવારની બે શિફ્ટમાં કસોટી, 21 વિષયના શિક્ષકોની પાત્રતા નક્કી થશે

    2 days ago

    અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષક અભિરુચિ કસોટી (TAT-HS)ની મુખ્ય પરીક્ષા શરૂ થઈ ગઈ છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત આ પરીક્ષામાં પ્રિલિમિનરી કસોટીમાં ઉત્તીર્ણ થયેલા કુલ 51,971 ઉમેદવાર છે. રાજ્યના 279 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારથી અલગ અલગ જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ અમદાવાદ પરીક્ષા આપવા માટે આવ્યા હતા. શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તેવી તમામ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સવારે 9.30 વાગ્યાથી ઉમેદવારોને સેન્ટર પર પ્રવેશ આપવામાં આવ્યો હતો. ઓરિજિનલ આઈડી ચેક કર્યા બાદ ઉમેદવારોને સેન્ટરની અંદર એન્ટ્રી આપવામાં આવી હતી. તેમજ ટ્રાન્સપરન્ટ પાણીની બોટલ જ સાથે લઈ જવાની છૂટ આપવામાં આવી હતી. સવારે 10.30 વાગ્યાથી શરૂ થયેલું ભાષાની સજ્જતાનું પેપર બપોરે એક વાગ્યા સુધી છે. ત્યારબાદ બીજા પેપરનો સમય બપોરે 3 વાગ્યાથી 6 વાગ્યાનો છે. 'સંખ્યા પ્રમાણે ભરતી ન થતા રહી જવાય છે' મહેસાણાથી અમદાવાદ આવેલી ઉમેદવાર ચાવડા હિનાએ જણાવ્યું હતું કે, પરીક્ષાને લઈ તૈયારીઓ ખૂબ સારી રીતે કરી છે. અગાઉ ત્રણ વખત પરીક્ષા રદ કરવામાં આવી હતી. વરસાદના કારણે પરીક્ષા યોજાઈ શકી નથી. તેમજ સેન્ટર પર પાણી ભરાયા હતા તેમાં પણ પરીક્ષા યોજાઈ ન હતી. જો કે આખરે હવે પરીક્ષા યોજાઈ રહી છે તેની ખુશી છે. પરીક્ષા યોજાય છે પરંતુ ભરતી થતી નથી તે પણ સાચી બાબત છે. સંખ્યા પ્રમાણે ભરતી ન થતા રહી જવાય છે અગાઉ પણ પરીક્ષા આપી હતી પરંતુ હું રહી ગઈ હતી. અમદાવાદમાં 67 સેન્ટર પર 11,865 ઉમેદવારની પરીક્ષા અમદાવાદ શહેરમાં 67 પરીક્ષા કેન્દ્ર પર 11,865 ઉમેદવારની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરી દ્વારા પરીક્ષામાં પારદર્શિતા જાળવવા અને ગેરરીતિ અટકાવવા વિશેષ વ્યવસ્થા કરાઈ છે. તમામ કેન્દ્ર પર CCTV કેમેરાથી દેખરેખ રાખવામાં આવી છે. તેમજ કેન્દ્ર સંચાલકો, સુપરવાઈઝરો, ઓબ્ઝર્વરો અને સરકારી પ્રતિનિધિઓની નિમણૂક કરી તેમને જરૂરી તાલીમ પણ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રિલિમિનરી કસોટીમાં 1,47,584 ઉમેદવારએ પરીક્ષા આપી હતી, જેમાંથી 70 કે તેથી વધુ ગુણ મેળવી પાત્ર 51,971 ઉમેદવાર આ મુખ્ય પરીક્ષા આપી રહ્યા છે. 21 વિષયના શિક્ષકોની ભરતી માટે મહત્ત્વની કસોટી આ કસોટી દ્વારા ભાષાકીય (ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત), વિજ્ઞાન (ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, ગણિત) તથા વાણિજ્ય, સામાજિક વિજ્ઞાન, કોમ્પ્યુટર, એગ્રિકલ્ચર અને શારીરિક શિક્ષણ સહિત કુલ 21 વિષયોના ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની પાત્રતા નક્કી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ઝાંસીમાં પુરપાટ ઝડપે જઈ રહેલી બાઇક ગાય સાથે અથડાઈ:ઉછળીને 25 ફૂટ દૂર ફેંકાઈ, બે યુવકો ઘાયલ, ઘરે પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો
    Next Article
    થેલેસેમીયા પીડિત બાળકોની મૂશ્કેલી નિહાળી ચાર્લી ચેપ્લિન રડ્યા:રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 500 બાળકોને બ્લડ, દવા, ઇન્જેક્શન ન મળતા નવતર વિરોધ, પોલીસે જાગૃત નાગરિકની અટકાયત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment