Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયન્સ સિટીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી:‘યોગા ફોર હેલ્ધી એજિંગ’ થીમ પર 500થી વધુ લોકો જોડાયા

    14 hours ago

    ગુજરાત સાયન્સ સિટી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. "યોગા ફોર હેલ્ધી એજિંગ" (સ્વસ્થ વયવૃદ્ધિ માટે યોગ) થીમ પર આધારિત આ કાર્યક્રમ સવારે 6:30 વાગ્યે સાયન્સ સિટીના નેચર પાર્ક ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં યોગપ્રેમીઓ અને નાગરિકોએ ભાગ લીધો હતો. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના સચિવ પી. ભારતી (IAS)ની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. તેમણે યોગ દ્વારા સ્વસ્થ અને સંતુલિત જીવનશૈલીનો સંદેશ આપ્યો હતો. પી. ભારતીએ જણાવ્યું હતું કે, "આ વર્ષની થીમ 'યોગા ફોર હેલ્ધી એજિંગ' વર્તમાન સમયમાં અત્યંત પ્રાસંગિક છે. લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે યોગ શારીરિક તંદુરસ્તી, માનસિક સુખાકારી અને ભાવનાત્મક સંતુલન જાળવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. યોગ માત્ર વ્યાયામ નથી, પરંતુ શરીર, મન અને આત્મા વચ્ચે સમન્વય સ્થાપિત કરતું જીવનદર્શન છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ભારતે વિશ્વને યોગની પરંપરા આપી છે અને આજે સમગ્ર વિશ્વ તેને આરોગ્ય અને સુખાકારી માટેની અસરકારક પદ્ધતિ તરીકે સ્વીકારી રહ્યું છે. તેમણે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવવા માટે કરાઈ રહેલી વિવિધ પહેલોની પ્રશંસા કરી હતી. તેમણે ઉપસ્થિત સૌને દૈનિક જીવનમાં યોગને જીવનશૈલી તરીકે અપનાવવા જણાવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, "યોગ માત્ર શારીરિક કસરત નહીં, પરંતુ સ્વસ્થ, સક્રિય અને સંતુલિત જીવન જીવવાનો માર્ગ છે. ગુજરાત સાયન્સ સિટી હંમેશા વિજ્ઞાન સાથે સ્વાસ્થ્ય, સુખાકારી અને જનજાગૃતિ સંબંધિત કાર્યક્રમો દ્વારા સમાજને પ્રેરિત કરવા પ્રતિબદ્ધ છે." કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અનુભવી નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, ગુજરાત સાયન્સ સિટીના અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, યોગપ્રેમીઓ અને નાગરિકો સહિત 500થી વધુ લોકોએ યોગાભ્યાસ કર્યો હતો. આ કાર્યક્રમમાં યોગના શારીરિક, માનસિક અને ભાવનાત્મક આરોગ્ય પરના સકારાત્મક પ્રભાવ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. ખાસ કરીને વધતી ઉંમર સાથે આરોગ્ય, સ્ફૂર્તિ અને માનસિક શાંતિ જાળવવામાં યોગની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે ઉપસ્થિતોને માહિતગાર કરાયા હતા.
    Click here to Read More
    Previous Article
    અરવલ્લીમાં NEET પરીક્ષા શાંતિપૂર્ણ સંપન્ન:4 કેન્દ્રો પર 1083 વિદ્યાર્થીઓ હાજર, 219 ગેરહાજર રહ્યા
    Next Article
    કતારગામમાં રિક્ષામાંથી 5.5 કિલો ગાંજો ઝડપાયો:પ્રમુખ સ્વામી ઓવરબ્રિજ પર રિક્ષાને આંતરી બિહારી શખસને દબોચી લેવાયો, સપ્લાય કરનારાર બે શખસો વોન્ટેડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment