Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    25 દિવસ પહેલાં ઓરવણું કરનાર ધરતીપુત્રો ચિંતામાં:બરડા પંથકમાં મેઘરાજાની સંતાકુકડી, વાદળછાયા વાતાવરણ વચ્ચે માત્ર ઝાપટાં

    12 hours ago

    પોરબંદર તાલુકાના બરડા વિસ્તારમાં ગઈકાલ સાંજથી જ આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા છે અને અવારનવાર વરસાદી ઝાપટાં પડી રહ્યા છે, જોકે મેઘરાજા હજુ સુધી મન મૂકીને વરસતા ન હોવાથી ખેડૂતોમાં ચિંતા સાથે વરસાદની આશા રાખીને બેઠા છે. હાલ સમગ્ર બરડા પંથકમાં અસહ્ય બફારા બાદ વરસાદી વાતાવરણ જામ્યું છે જેને જોતા આગામી એક-બે દિવસમાં સારો વરસાદ ખાબકે તેવી પૂરેપૂરી શક્યતા વર્તાઈ રહી છે. બરડા વિસ્તારના ધરતીપુત્રોએ આજથી આશરે 25 દિવસ પહેલાં કૂવા કે ટ્યુબવેલના પાણીના સહારે ઓરવણું કરીને મગફળીનું વાવેતર કરી દીધું હતું અને હવે આ પાકને પાણીની તાતી જરૂરિયાત છે ત્યારે જો આગામી 24 થી 48 કલાકમાં સારો વરસાદ થઈ જાય તો આ ઓરવણું કરેલી મગફળીના પાકને ખૂબ જ મોટો ફાયદો થશે અને પાક ખીલી ઉઠશે. તસવીર - ધીરૂભાઇ નિમાવત
    Click here to Read More
    Previous Article
    દુર્ઘટના ટળી‎:પોરબંદર-રાજકોટ હાઈવે પર સીએનજી કન્ટેનરમાં ગેસ લીકેજ થતા ભયનો માહોલ સર્જાયો
    Next Article
    પોરબંદરમાં શ્વાનની જગ્યાએ ટેન્ડરનું જ ખસીકરણ !:પોરબંદરમાં 7 અખતરા ફ્લોપ ગયા બાદ આઠમા ટેન્ડરમાં 2 એજન્સી મળી, હવે બાબુઓનો વેરીફિકેશનમાં વિલંબ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment