Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુર્ઘટના ટળી‎:પોરબંદર-રાજકોટ હાઈવે પર સીએનજી કન્ટેનરમાં ગેસ લીકેજ થતા ભયનો માહોલ સર્જાયો

    14 hours ago

    પોરબંદર-રાજકોટ હાઈવે પર એરપોર્ટ નજીક આવેલા ધરમપુર પાટિયા પાસે આજે સાંજે એક મોટી દુર્ઘટના ટળી હતી. સીએનજી ગેસના સિલિન્ડરો ભરીને જઈ રહેલા એક કન્ટેનર ટ્રાન્સપોર્ટ ટ્રકમાં અચાનક ગેસ લીકેજ થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, ફાયર વિભાગની સમયસૂચકતા અને સતર્કતાને કારણે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. પોરબંદર રાજકોટ નેશનલ હાઇવે પર ધરમપુર પાટિયા નજીક હાઈવે પરથી પસાર થતા સીએનજી ભરેલા કન્ટેનરમાંથી ગેસ લીક થતો હોવાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતાં ફાયર બ્રિગેડની ટીમ તમામ જરૂરી સાધનો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ સ્થળ પર પહોંચીને તુરંત જ સ્ટેન્ડબાય ડ્યુટી શરૂ કરી દીધી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ગેસ લીકેજ થવાના કારણે હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનો માટે મોટું જોખમ ઊભું થયું હતું. અકસ્માત નિવારવા અને લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે હાઈવેની બંને સાઈડનો ટ્રાફિક રોકી દેવામાં આવ્યો હતો અને આખો રૂટ બ્લોક કરી દેવાયો હતો. સિલિન્ડર ખાલી થતાં મોટી આફત ટળી આ સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ અનિચ્છનીય ઘટના કે બ્લાસ્ટ થયો ન હતો. સમય જતાં સીએનજી સિલિન્ડર ખાલી થઈ ગયો હતો, જેના કારણે ગેસ હવામાં ફેલાઈ જતાં મોટો ખતરો આપોઆપ ટળી ગયો હતો. સિલિન્ડર સંપૂર્ણ ખાલી થઈ જતાં ફાયર વહીવટી તંત્ર અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ફાયર ફાઈટરોની ત્વરિત કામગીરીને કારણે હાઈવે પર સર્જાયેલી આ ગંભીર કટોકટીનો સુખદ અંત આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    બસમાં ગાંઠિયા ઉડાડવા મુદ્દે થયેલી બોલાચાલીમાં અન્ય વિદ્યાર્થીએ હુમલો કર્યો:ગોઢાણીયા સ્કૂલમાં ધોરણ 5ના વિદ્યાર્થીનું ગળું દબાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ
    Next Article
    25 દિવસ પહેલાં ઓરવણું કરનાર ધરતીપુત્રો ચિંતામાં:બરડા પંથકમાં મેઘરાજાની સંતાકુકડી, વાદળછાયા વાતાવરણ વચ્ચે માત્ર ઝાપટાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment